SBI ના ગ્રાહકો કાલ સુધી કરાવી લો આ મોટું કામ, નહિ તો બંધ થઈ જઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ધરાવો છો, તો સાવધાન થઈ જાવ. 1 માર્ચથી એસબીઆઈ ઘણા મોટા પરિવર્તન કરવા જઈ રહી છે. તેના અનુસાર તમારા બેંકિંગના કામોમાં ઘણા મોટા પરિવર્તન આવવાના છે. આ વાતોને ધ્યાનમાં રાખી લો નહિ તો તમને આવનારા દિવસોમાં ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે.

1 માર્ચથી બંધ થઈ શકે છે તમારું ખાતું :

એસબીઆઈના અધિકારી અનુસાર દેશમાં દરેક એસબીઆઈ ખાતાધારકોને 28 ફેબ્રુઆરી સુધી પોતાની કેવાયસી કરવા માટે કહ્યું છે. તેના માટે ગ્રાહકોના મોબાઈલમાં એસએમએસ આવી ચુક્યા છે. પણ જો તમે એને ચુકી ગયા તો સીધા એસબીઆઈ બ્રાંચનો સંપર્ક કરીને પોતાના ખાતાનું કેવાયસી કરાવી શકો છો. તેના માટે તમારે પોતાનું ઓળખપત્ર બેંકમાં જમા કરાવવું પડશે. બેંકમાં કેવાયસી માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી, રાશન કાર્ડ, વીજળીનું બિલ સહીત કુલ 12 દસ્તાવેજો જમા કરાવી શકાય છે.

એસબીઆઈ ફક્ત ઘરેલુ ડેબિટ કાર્ડ જ જાહેર કરશે :

માર્ચ મહિનાથી જ એસબીઆઈના ગ્રાહકોના ડેબિટ કાર્ડ (Debit Card) નો દેખાવ પણ બદલાઈ જવાનો છે. કાર્ડથી પૈસા કાઢવાના નિયમોમાં ફેરફાર પછી હવે એસબીઆઈ કોઈ પણ નવા ગ્રાહકોને ઘરેલુ ડેબિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ (ATM Card) જ જાહેર કરશે. બેંક પહેલા મોટાભાગના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય કાર્ડ (International Card) આપી દેતી હતી.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકોને કહ્યું કે, એટીએમ અને ડેબિટ કાર્ડના છેતરપિંડીના ઘણા કેસ દેશની બહારથી સામે આવ્યા છે. આ કારણે નિયમોને બદલવામાં આવ્યા છે. જો કે કોઈ ગ્રાહક ઇન્ટરનેશનલ સેવા ઈચ્છે છે, તો તેમણે સીધો બેંકનો સંપર્ક કરવો પડશે. જુના કાર્ડ વાળા ગ્રાહકો એ નક્કી કરી શકે છે કે, તેમાંથી કોઈ પણ સુવિધાને બંધ કરવી છે અને ક્યારે શરુ કરવી છે.

આ માહિતી ઝીન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.