૧૦ મિનીટમાં જાતે બનાવો SBI ડેબીટ કાર્ડ, જાણો કેવી રીતે

આજકાલ દેશમાં બેંકના ખાતા ધારકો સાથે અવાર નવાર તેમના ખાતા સાથે ફ્રોડ થતા જોવા મળે છે, અને તેને દુર કરવા માટે એસબીઆઈ બેંક દ્વારા દરેક ખાતા ધારકના ડેબીટ કાર્ડ બદલવા માટેનું અભિયાન શરુ કરાયું છે, જેથી ખાતા ધારકને છેતરાવાનો ડર ઓછો થઇ શકે.

દેશની સૌથી મોટી બેંક સીસ્ટમ ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ જુના એટીએમ કાર્ડ બંધ કર્યા પછી તેમને નવા ડેબીટ કાર્ડ બનાવવાની સગવડતા આપી છે. તેની હેઠળ તમામ ખાતા ધારક પોતે ચીપ સિક્યોરીટી વાળું ડેબીટ કાર્ડ બનાવી શકશે અને તેને આશરે ૧૦ મિનીટ મળી જશે. બેંકએ શહેરમાં પાંચ સ્થળો ઉપર ડેબીટ કાર્ડ પ્રિન્ટીંગ કિયોસ્ક લગાવ્યા છે. તેના ઉપર સફળ ટ્રાયલ પછી કામ શરુ પણ થઇ ગયું છે. તે ને આ મહિનાના અંત સુધી શરુ થઇ જશે.

સાઈબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૩૧ ડીસેમ્બરના રોજ જુના ડેબીટ કાર્ડ બંધ થઇ રહ્યા છે. ત્યાર પછી ચીપ વાળા નવા એટીએમ કાર્ડ જ ચાલશે. ઘણા ખાતા ધારકોના ડેબીટ કાર્ડ વધુ ઉપયોગ થવા કે કોઈ બીજા કારણથી પણ ખરાબ છે. તેને બદલવા માટે પણ આવેદન આપી ઘણી રાહ જોવી પડતી હતી. આ સમસ્યાને પહોંચી વળવા માટે બેંકએ પ્રિન્ટીંગ કિયોસ્ક લગાવ્યા.

કિયોસ્ક – સ્વરૂપ નગર, આઈઆઈટી, દાદાનગર કોપેસ્ટેટ શાખા, નીરક્ષીર ચાર રસ્તા, કાકાદેવ, વીઆઈપી રોડ શાખા.

કેવી રીએ કામ કરશે કિયોસ્ક?

કિયોસ્કના ઇન્સર્ટ જુના કાર્ડ કેસમાં જુના કાર્ડ નાખીને પ્રક્રિયા પૂરી કરો, કલેક્ટ કેસ દ્વારા નવું કાર્ડ બહાર આવી જશે. જુનું કાર્ડ નાખીને ખાતા નંબર નાખો. રજીસ્ટર્ડ મોબાઈલ ઉપર વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) આવશે, તેનાથી કામ ચલાઉ પીન બનાવો. પીન નાખવાથી મશીનનો કેમેરો ખાતાધાર્કનો ફોટો ખેંચી લેશે. કાર્ડ ઉપર કયું નામ લખવા માંગો છો એનો વિકલ્પ આવશે. કઈ સગવડતા વાળું કાર્ડ જોઈએ તેના વિકલ્પ આવશે. ઓકે કરવાથી રેફરેંસ સ્લીપ નીકળશે, તેની ઉપર એક નંબર હશે. ત્યાર પછી સ્ક્રીન ઉપર આવી રહેલા પ્રિન્ટીંગ વિકલ્પને ટચ કરો, કિયોસ્ક રેફરેંસ સ્લીપ ઉપર લખેલો નંબર પૂછશે. તેને ફીડ કરો. ફીડ કરતા જ ઓટીપી આવશે, ઓટીપી ફીડ કરવાથી નવું કાર્ડ પ્રિન્ટ થઇને કલેક્ટ કેસમાં આવી જશે.

ખાતા ધારકોને નવું એટીએમ કાર્ડ તરત મળી જશે, તેના માટે હાલમાં પાંચ શાખાઓમાં કિયોસ્ક લગાવવામાં આવ્યા છે. તે સફળ થશે તો બીજી શાખાઓમાં પણ આ કિયોસ્ક લગાવવામાં આવશે. શાખા : રામસુખ સરોજ, ડીજીએમ, એસબીઆઈ.

આજના આ આર્ટીકલમાં અમારા દ્વારા બેંકને લગતી માહિતી જણાવવામાં આવી છે, જે તમને બધાને પસંદ આવી જ હશે, તમે તમારા મિત્રો અને સંબંધિઓને તે જરૂરથી શેર કરશો જેથી તેઓ પણ આ માહિતી વિષે જાણકાર થાય અને તેનો ઉપયોગ કરી શકે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.