SBI ખાતાધારક થઇ જાવ એલર્ટ, નકામું બની જશે તમારું ડેબીટ કાર્ડ, ૩૧ ડીસેમ્બર પહેલા કરવાના રહેશે આ કામ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને ડેબીટ કાર્ડને લઈને એલર્ટ કર્યા છે. બેંકએ ટ્વીટર ઉપર પોસ્ટ કરી તેમના ખાતાધારકોને ફરી વખત જાણ કરી છે, અને તેમને ૩૧ ડીસેમ્બર સુધી પોતાના જુના ડેબીટ કાર્ડ બદલીને નવા ડેબીટ કાર્ડ ઈશ્યુ કરાવવાની અપીલ કરી છે. એવું ન કરવાથી ૧ જાન્યુઆરી ૨૦૧૯ થી તમે તમારા ડેબીટ કાર્ડથી કોઈ ટ્રાંજેક્શન નહિ કરી શકો. તમે ન તો જુના એટીએમથી કેસ વિડ્રોલ કરી શકશો અને ન તો સવાઈપ કરી શોપિંગ કરી શકશો. ખાસ કરીને બેંકના મેજીસ્ટ્રિપ (મેગ્નેટીક) ડેબીટ કાર્ડ બંધ કરવાનો નિર્ણય કરી લીધો છે. તેના બદલામાં લોકોને ઇએમવી કાર્ડ મફતમાં આપવામાં આવી રહ્યા છે.

શું છે બેંકની ચેતવણી :

એસબીઆઈ એ ઈમેલ એસએમએસ અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના ગ્રાહકોને અપીલ કરી છે, કે તે મેજીસ્ટ્રિપ ડેબીટ કાર્ડને તરત બદલીને ઈએમવી ચીપ વાળા કાર્ડ લઈ લે. બેંક તરફથી આ કાર્ડ ગ્રાહકોને મફતમાં આપવામાં આવી રહ્યા છે. નવા કાર્ડ માટે તમે ઓનલાઈન એપ્લાઇ કરી શકો છો. જો તમારું ડેબીટ કાર્ડ ફેબ્રુઆરી ૨૦૧૭ થી જુનું છે તો ૩૧ ડીસેમ્બર પછી આ કાર્ડ કામ નહિ કરે.

કેવી રીતે જાણી શકાય કયું કાર્ડ થશે બ્લોક?

જો તમે મેગ્નેટીક સ્ટ્રિપ અને ઈએમવી કાર્ડ લઈને કન્ફયુઝ થઇ રહ્યા છો, અને નથી સમજી શકતા કે તમારું કાર્ડ ૩૧ ડીસેમ્બર પછી નકામું થઇ જશે કે નહિ, તો અમે તમને જણાવી રહ્યા છીએ ડેબીટ કાર્ડને ઓળખવાની રીત. જો તમારું ATM અને ડેબીટ કાર્ડની પાછળની તરફ એક કાળી પટ્ટી જોવા મળી રહી છે તો તમારું મેગ્નેટીક સ્ટ્રિપ વાળું કાર્ડ થયું. આ કાળી પટ્ટીને મેગ્નેટીક સ્ટ્રિપ કહેવામાં આવે છે, જેમાં તમારા કાર્ડની સંપૂર્ણ જાણકારી છે. આ કાળી સ્ટ્રિપની મદદથી કાર્ડ સ્વાઇપ વખતે મશીન તમને બેંક ઈંટરફેસ સાથે જોડે છે, અને ટ્રાંઝેક્શનની પ્રોસેસ આગળ વધે છે.

જો કે ઇએવવી ચીપ વાળા કાર્ડમાં સંપૂર્ણ ઇન્ફોર્મેશન ચીપમાં રહેલી હોય છે. આ કાર્ડમાં ટ્રાંઝેક્શન સમયે ઓર્થેંટીકેટ કરવા માટે એક યુનિક ટ્રાંઝેક્શન કોડ જનરેટ થાય છે, જે વિરીફીકેશનને સપોર્ટ કરે છે. આ કાર્ડ ઘણું સુરક્ષિત હોય છે. આ કાર્ડથી ડેટા ચોરી થવા સરળ નથી. આ ચીપ વાળા કાર્ડમાં દરેક ટ્રાજેક્શન માટે એક ઇનક્રીપ્ટેડ કોડ શરુ થાય છે, જેને કોપી નથી કરી શકાતું. આ ડેબીટ કાર્ડનું ક્લોન બનાવવું પણ સરળ નથી.

આરબીઆઈના આદેશ ઉપરથી શરૂઆત :

એટીએમ ફ્રોડની વધતી ઘટનાઓને જોતા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૨૦૧૬ માં તમામ બેંકોને આદેશ આપ્યો છે, કે તે પોતાના ગ્રાહકોને મેગ્નેટીક સ્ટાઇપ કાર્ડસને બદલીને ઇએમવી ચીપ કાર્ડમાં બદલે. તેના માટે ૩૧ ડીસેમ્બરની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. બેંકએ તેના માટે કોઈ ફી નથી રાખી. તમે ઓનલાઈન અને બ્રાંચમાં જઈને વગર કોઈ ફી એ એટીએમ કાર્ડને બદલાવી શકશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.