SBI પોતાના ATM ઉપર ગ્રાહકોને મફતમાં આપે છે આ ૯ સેવાઓ, ફટાફટ જાણો

SBI ના દેશ આખામાં ૪૩૦૦૦ થી વધુ એટીએમ છે. મોટાભાગે લોકો ATMનો ઉપયોગ માત્ર પૈસા કાઢવા, બેલેન્સ ચેક કરવા કે પછી મીની સ્ટેટમેંટ માટે જ કરે છે. પરંતુ આજે અમે તમને SBI ની મફત સર્વિસ વિષે જણાવી રહ્યા છે.

SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) દેશની સૌથી મોટી સરકારી બેંક છે. દેશ આખામાં બેંકના ૪૩,૦૦૦ થી વધુ એટીએમ છે. મોટાભાગે લોકો ATM નો ઉપયોગ માત્ર પૈસા કાઢવા, બેલેન્સ ચેક કરવા કે પછી મીની સ્ટેટમેંટ માટે જ કરે છે, પરંતુ એસબીઆઈના ATM માં રહેલી સર્વિસીસનો આ એક ઘણો જ નાનો ભાગ છે. ખાસ કરીને આ પસંદગીના કામો ઉપરાંત તમે ATM જઈને થોડા ખાસ કામ પણ પુરા કરી શકો છો. આજે અમે તમને SBI ના એટીએમ સાથે જોડાયેલી તમામ કામની વાતો જણાવી રહ્યા છીએ.

કેટલા કાઢી શકીએ છીએ પૈસા : તમે નેશનલ ફાઈનેંશિયલ સ્વીચ સાથે જોડાયેલી અન્ય બેંકોના ૧ લાખથી વધુ એટીએમ ઉપર લેવડ કરી શકો છો. આરબીઆઈના બહાર પાડવામાં આવેલા આદેશો મુજબ તમે એક કેલેન્ડર મહિનામાં (બચત ખાતા વાળાઓ માટે) ૫ ફ્રી લેવડ દેવડ (નાણાકીય કે બિન નાણાકીય) કરી શકો છો.

ફાસ્ટ કેશ એક એવી સેવા છે જેના દ્વારા તમે એક વખત સ્પર્શતા જ તમારે જોઈએ એટલી રકમ કાઢી શકો છો. ૧૦૦, ૨૦૦, ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૫૦૦૦, ૧૦૦૦૦ ના ગુણાંકનો વિકલ્પ રહેલો છે. તમે તમારા ડેબીટ કાર્ડનો ઉપયોગ ૬ લાખથી વધુ ધંધાકીય સ્થળોએ ચુકવણી કરવા માટે કરી શકો છો. ઉદાહરણ માટે દુકાનો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, હોટલ, પેટ્રોલ પંપ અને ઘણા બીજા આઉટલેટ.

(૧) બેંકના એટીએમ ઉપર જઈને તમે તમારો પીન બદલી શકો છો. તેની સેવાનો ઉપયોગ તમે નિયમિત સમયાંતરે પાસવર્ડ બદલવા માટે કરી શકો છો.

(૨) જમા રકમની પુછપરછ : શું તમારા ખાતામાં નિયમિત રીતે પૈસા આવવાની શક્યતા છે? આ સેવાનો ઉપયોગ કરીને તમે તમારા ખાતામાં રહેલી જમા રકમ વિષે જાણી શકો છો. આ સેવા કાર્ડ સ્પાઈસ કર્યા પછી તમે મુખ્ય સ્ક્રીન ઉપર પણ મળે છે. તમે પર્યાવરણ જાળવી રાખવામાં મદદ કરીને વગર પહોંચ કાઢીને પણ વ્યુ વિકલ્પ દ્વારા જમા રકમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પ્રિન્ટ વિકલ્પ પસંદ કરી લેવડ દેવડ પહોંચ પણ મેળવી શકો છો. મીની સ્ટેટમેંટ : આ સેવાનો ઉપયોગ કરીને તમે તમારા ખાતામાં લેવડ દેવડ ઉપર નજર રાખી શકો છો. મીની સ્ટેટમેંટ દ્વારા તમે છેલ્લી ૧૦ લેવડ દેવડની જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

(૩) કોઈને પણ મોલકી શકો છો પૈસા : એસબીઆઈ ડેબીટ કાર્ડ દ્વારા બીજામાં તરત રોકડ મોકલો. આ ફ્રી સેવા અને સરળ સેવાનો ઉપયોગ કરીને તમે તમારા પસંદગી વાળાને દરરોજ રૂપિયા ૩૦,૦૦૦ સુધી તરત મોકલી શકો છો. તેના માટે તમારે બસ એસબીઆઈ ડેબીટ કાર્ડ, તમારા પીન અને મેળવનારના ડેબીટ કાર્ડ નંબરની જરૂર રહે છે. (રૂપિયા ૧૫૦૦૦ ની દરરોજ લેવડ દેવડની લીમીટ)

(૪) ઇન્શ્યોરન્સ પ્રીમીયમની ચુકવણી : (એસબીઆઈ લાઈફ પ્રીમીયમ ચુકવણી કરો) તમે એસબીઆઈના કોઈપણ એટીએમનો ઉપયોગ કરીને તમારા એસબીઆઈ લાઈફ પ્રીમીયમની ચુકવણી કરો.

(૫) મોબાઈલ ટોપ – અપ : તમે એસબીઆઈના કોઈપણ ૪૩૦૦૦ + એટીએમ માંથી તમારા મોબાઈલ પ્રીપેડ કનેક્શનને રીચાર્જ કરો અને અટક્યા વગર વાત કરો. તે એસબીઆઈના ગ્રાહકો વચ્ચે ઘણું લોકપ્રિય છે, તે સુનિશ્ચિત કરે છે કે તમે મોબાઈલ નેટવર્ક ઉપર તમારા નજીકના લોકો સાથે જોડાયેલા રહો.

(૬) ચેકબુક અનુરોધ : શાખામાં ગયા વગર કે માત્ર પહોંચ ભર્યા વગર તમારી ચેકબુક માટે અનુરોધ કરો. તમારી ચેકબુક શાખામાં નોધાયેલા તમારા સરનામાં ઉપર મોકલી દેવામાં આવે છે. શાખામાં નોંધાયેલુ તમારા સરનામાંને અપડેટ કરો.

(૭) ટ્રસ્ટને દાન : તમારા પસંદગીના ધાર્મિક સ્થળોને દાન કરો : ઉદાહરણ માટે (૧) વેશ્નોદેવી (૨) શિરડી સાઈ બાબા (૩) ગુરુદ્વારા તખ્ત શાહબ, નાંદેડ (૪) તિરુપતિ (૫) શ્રી જગન્નાથ મંદિર, પૂરી (૬) પલણી, તામિલનાડુ (૭) કાંચી કામકોટી પીઠમ, તામિલનાડુ (૮) રામકૃષ્ણ મિશન, કલકત્તા (૯) મંત્રાલય, આંધ્રપ્રદેશ (૧૦) કાશી વિશ્વનાથ, બનારસ (૧૧) મહાલક્ષ્મી.

(૮) બિલ ભરવું : એસબીઆઈના એટીએમનો ઉપયોગ કરીને અલગ અલગ બિલ ભરી શકાય છે. જેવા કે બેંગ્લોર, હુબલી, ચામુંડેશ્વરી વીજળી આપૂર્તિ કંપની, કર્ણાટક અને છત્તીસગઢ વીજળી બોર્ડ.

(૯) તમે એસબીઆઈના એટીએમનો ઉપયોગ કરીને મીયાદી(બેંકની એક સેવા જેમાં 12 મહિના કરતા વધારે સમય માટે રકમ જમા રાખવામાં આવે છે.) જમા કરાવી શકો છો. બસ ટીડીઆર / એસટીડીઆર વિકલ્પ પર ક્લિક કરો. ઓછામાં ઓછી રાશિ 10,000 રૂપિયા. (ફક્ત એક વ્યક્તિ માટે માન્ય)

વધારે જાણકારી માટે સંપર્ક કરો : એસબીઆઈ 24 X 7 હેલ્પલાઇન નંબર : 1800 425 3800 અથવા 1800 11 2211 અથવા contactcentre@sbi ડોટ co ડોટ in પર ઈ-મેલ કરો.