SBI કરી રહ્યું છે સસ્તામાં પ્રોપર્ટીની હરાજી, ખરીદવાની આ છે તક

જો તમે ઓછી કિંમતમાં ઘર અથવા કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સ્ટેટ બેંક ઓફ ઈંડિયા તમારા માટે એક ખાસ તક લઈને આવી છે. હકીકતમાં એસબીઆઈ આખા દેશમાં 1000 પ્રોપર્ટીનું મેગા ઈ-ઓક્શન કરી રહી છે. જેની 10 ડિસેમ્બરે ઈ-હરાજી થશે. આ હરાજીની પ્રક્રિયામાં તમે પણ ભાગ લઈ શકો છો. પણ એના માટે પહેલા અરજી કરવી પડશે.

અરજી કરવા માટે વેબસાઈટ https://sbi.auctiontiger ડોટ net/EPROC/ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. અહીં પર એક બેંકિંગ પ્રોપર્ટીની હરાજી થાય છે. એના સિવાય www.bankeauctions ડોટ com/sbi પરથી એની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય છે.

આ વેબસાઈટ પર વિઝીટ કર્યા પછી તમને એ જાણવા મળશે કે આ પ્રોપર્ટી ફ્રી હોલ્ડ છે કે પછી લીઝ હોલ્ડ છે. એના સિવાય પ્રોપર્ટીના માલિક કોણ છે, એની જાણકારી પણ અહીં વિઝીટ કરવાથી મળી જશે. ત્યારબાદ તમે એસબીઆઈના મેગા ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશો.

જો તમારે ઈ-હરાજીમાં ભાગ લેવો છે, તો એના માટે પ્રોપર્ટી સાથે સંબંધિત અર્નેસ્ટ મની ડિપોઝીટ (EMD) કરવી પડશે. એના સિવાય સંબંધિત બેંક બ્રાંચમાં કેવાઈસી ડોક્યુમેન્ટ જમા કરાવવા પડશે. સાથે જ ડિજિટલ હસ્તાક્ષર પણ હોવા જોઈએ.

ઈએમડી અને કેવાઈસી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી બેંક તરફથી બિડરને ઈ-ઓક્શન માટે ઈ-મેલ આઈડી મોકલવામાં આવશે. બિડર નિશ્ચિત સમય અને તારીખે લોગ-ઈન કરી હરાજીમાં શામેલ થઈ શકશે અને બોલી લગાવી પ્રોપર્ટીના માલિક બની શકશો.

જણાવી દઈએ કે એસબીઆઈ જે પ્રોપર્ટીની હરાજી કરી રહી છે, તે બેંકના ડિફોલ્ટરની પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીનું વેચાણ કરીને એસબીઆઈ પોતાના બાકી વધેલા નાણાં મેળવશે.

એસબીઆઈ તરફથી હરાજીમાં સંપૂર્ણ પારદર્શકતાની વાત કહેવામાં આવી છે. એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ https://www.sbi ડોટ co.in/portal/web/home/mega-e-auction લિંક મારફતે તમે આ હરાજી સંબંધિત જાણકારી મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.