એસબીઆઈના સર્વિસ પ્લસ એકાઉન્ટમાં કોઈ પણ સરપ્લસ એમાઊંટ જો કે નક્કી કરવામાં આવેલી મર્યાદાથી વધુ હોય છે તે આપો આપ ફિક્સ ડીપોઝીટ (એફડી) માં ટ્રાન્સફર થઇ જાય છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દેશની સૌથી મોટી દેવું આપનાર બેંક છે. એસબીઆઈ પોતાના ગ્રાહકોને તમામ પ્રકારના એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે, જેમાં પૈસાની બચત સાથે જ તેને વધારવાનો વિકલ્પ મળે છે. એસબીઆઈનું સર્વિસ પ્લસ એકાઉન્ટ પણ તે એકાઉન્ટસ માંથી એક છે, જો કે મલ્ટી ઓપ્શન ડીપોઝીટ એકાઉન્ટ સાથે લીંક થાય છે.
એસબીઆઈના જણાવ્યા અનુસાર સર્વિસ પ્લસ એકાઉન્ટમાં કોઈપણ સરપ્લસ એમાઊંટ જો નક્કી કરવામાં આવેલી મર્યાદાથી વધુ થાય છે તે આપો આપ ફિક્સ ડીપોઝીટ (એફડી) માં ટ્રાન્સફર થઇ જાય છે. એસબીઆઈ મુજબ આ ખાતાને ૧૦૦૦ રૂપિયાના ગુણાંકમાં ખોલી શકાય છે.
એસબીઆઈના સર્વિસ પ્લસ એકાઉન્ટ વિષે ૧૦ વાતો જે તમારે જાણવી જોઈએ.
એસબીઆઈના સર્વિસ પ્લસ એકાઉન્ટને એવા કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે, જે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવા માટે યોગ્ય છે.
આ ખાતાને વ્યક્તિગત કે પછી સંયુક્ત રીતે ચલાવી શકાય છે.
એસબીઆઈના સર્વિસ પ્લસ એકાઉન્ટમાં માસિક સરેરાશ બેલેન્સ (એમબી) ની જરૂરિયાત લાગુ પડે છે. માસિક એવરેજ બેલેન્સની જરૂરિયાત શહેરી, અર્ધ શહેરી અને ગામ્ય વિસ્તારમાં અલગ અલગ હોય છે. જેમ કે મેટ્રો સિટીમાં ૩૦૦૦ રૂપિયા, અર્બન ક્ષેત્રોમાં ૩૦૦૦ રૂપિયા, સેમી-અર્બન ક્ષેત્રોમાં ૨૦૦૦ રૂપિયા અને રૂરલ વિસ્તારોમાં ૧૦૦૦ રૂપિયા નક્કી હોય છે.
એસબીઆઈના સર્વિસ પ્લસ એકાઉન્ટ ઉપર મળતા વ્યાજ દર એટલા જ છે જેટલા એસબીઆઈના સેવિંગ્સ એકાઉન્ટ ઉપર મળે છે. એસબીઆઈ આ ખાતામાં ૧ કરોડ રૂપિયા સુધીની જમા રકમ ઉપર ૩.૫ ટકાનું વાર્ષિક વ્યાજ દર પૂરું પાડે છે. તે ૧ કરોડથી ઉપરની સર્વિસ ડીપોઝીટ ઉપર તમને ૪ ટકાના દરથી વ્યાજ દર પૂરું પાડવામાં આવે છે.
આ સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં ૨૫,૦૦૦ રૂપિયાથી ઉપરની રકમ ફિક્સ ડીપોઝીટમાં ટ્રાન્સફર થઇ જાય છે જે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા થાય છે અને તે ૧૦૦૦ રૂપિયાના ગુણાંકમાં હોય છે.
તેનો અર્થ એ થયો કે મલ્ટી ઓપ્શન ડીપોઝીટ એકાઉન્ટ (એમોડી) માં ટ્રાન્સફર માટે ઓછામાં ઓછા થ્રેસહોલ્ડ લીમીટ ૩૫,૦૦૦ રૂપિયાની છે.
તેમાં જમા રકમની મર્યાદા ૧ થી ૫ વર્ષની હોય છે.
સર્વિસ બેંક એકાઉન્ટ હોલ્ડર્સને આપવામાં આવતી તમામ સેવા જેવી કે એટીએમ કાર્ડ, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ અને એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ પણ એસબીઆઈના સર્વિસ પ્લસ એકાઉન્ટમાં મળી રહે છે.
તે મલ્ટી ઓપ્શન ડીપોઝીટસ ઉપર લોનની સુવિધા પણ મળી રહે છે.
ગ્રાહક એસબીઆઈના સર્વિસ પ્લસ એકાઉન્ટની મદદથી પોતાની સેવિંગમાં વધારો પણ કરી શકે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.