સ્કુલ ફંક્શનમાં સાડી પહેરીને પહોંચી નાની આરાધ્યા, માં ને છોડીને દીકરી ઉપર ટકી રહી બધાની નજર

એશ્વર્યાના અવાર નવાર દીકરી આરાધ્યા સાથે ફોટા વાયરલ થતા રહે છે. ઘણા લોકોને માં દીકરી વચ્ચેનો પ્રેમ સારો લાગે છે તો ઘણા સોશિયલ મીડિયાના યુઝર્સ બંનેને ટ્રોલ કરી દે છે. એશ્વર્યા હંમેશા આરાધ્યા સાથે એયરપોર્ટ ઉપર કે પછી સ્કુલની બહાર કેમેરામાં કેપ્ચર થઇ જાય છે. ભલે એશ્વર્યા કેટલી પણ વ્યસ્ત હોય તે પોતાની દીકરી માટે સમય કાઢી જ લે છે.

સાડીમાં જોવા મળી નાની આરાધ્યા

હાલમાં જ એશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે તેની સ્કુલની બહાર જોવા મળી, પરંતુ તે દરમિયાન સૌની નજર વિશ્વ સુંદરીને છોડી તેની દીકરી ઉપર અટકી ગઈ. તે દરમિયાન આરાધ્યા એક ઘણી જ સુંદર સાડીમાં જોવા મળી. સાડીમાં આરાધ્યા ઘણી સુંદર લાગી રહી હતી.

આરાધ્યા જે સ્કુલમાં ભણે છે (ધીરુભાઈ ઈંટરનેશનલ સ્કુલ) ત્યાં એન્યુઅલ ફંક્શન હતું અને આરાધ્યા પોતાના સ્ટેજ પર્ફોમન્સ માટે તૈયાર થઈને આવી હતી. આરાધ્યાનો આ ટ્રેડીશનલ આઉટફીટ ફેંસને ખુબ પસંદ આવ્યો અને તેમણે આરાધ્યા અને એશ્વર્યાની ઘણી પ્રસંશા કરી.

બીગ-બી પણ જોવા મળ્યા

એશ દીકરીનું મનોબળ વધારવા માટે ગુલાબી રંગના સલવાર સુટમાં આવી હતી. આરાધ્યાએ લાલ અને લીલા રંગની સાડી પેહરી હતી. આરાધ્યાને ચીયર કરવા એશ્વર્યા ઉપરાંત તેના દાદા અમિતાભ બચ્ચન પણ આવ્યા હતા. આરાધ્યા પોતાના દાદા બીગ-બીની પણ ફેવરીટ છે. બીગ-બી આરાધ્યાને ખુબ પ્રેમ કરે છે અને હંમેશા પોતાની પૌત્રી સાથેના ફોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરે છે.

આરાધ્યા સ્કુલની કલ્ચરલ એક્ટીવીટીઝમાં હંમેશા ભાગ લે છે અને સ્ટેજ પરફોર્મન્સ આપે છે. આ પહેલા પણ આરાધ્યાના સ્ટેજ પરફોર્મન્સના ઘણા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયા છે. જેમાં તે ડાંસ કરતી જોવા મળી હતી.

વિડીયો :

#aradhyabachchan at her school annual day ?

Posted by Bollywood Ka Khabari on Sunday, December 22, 2019

જયારે અભિષેકે ટ્રોલરને આપ્યો જોરદાર જવાબ

જેવી રીતે અમે જણાવ્યું આરાધ્યા અને એશ્વર્યા હંમેશા કોઈને કોઈ વાતને લઈને સોશિયલ મીડિયા યુઝર્સના નિશાન ઉપર આવી જાય છે. તેવામાં થોડા મહિના પહેલા જ્યારે આરાધ્યા પોતાની ફેમીલી સાથે વેકેશન ઉપર ગઈ હતી ત્યારે એક ટ્વીટર યુઝરે અભિષેકને કાંઈક એવો પ્રશ્ન કરી દીધો જે વાંચીને તેને ગુસ્સો આવી ગયો અને તેણે તેનો જોરદાર જવાબ આપ્યો.

ખાસ કરીને ટ્વીટર ઉપર એક મહિલા યુઝરે અભિષેકને ટેગ કરતા પૂછ્યું હતું કે, અભિષેક શું તમારી દીકરી સ્કુલે નથી જતી? મને વિચારીને નવાઈ થાય છે કે ખરેખર એવી કઈ સ્કુલ છે જે તમારા બાળકને પોતાની માં સાથે અવાર નવાર ટ્રીપ ઉપર જવા માટે મંજુરી આપી દે છે. કે પછી તમે પણ તમારી દીકરીને બ્યુટી વિથઆઉટ બ્રેન્સ બનાવવા માગો છો. તે હંમેશા પોતાની ઘમંડી માં સાથે હાથમાં હાથ નાખીને ફરતી રહે છે.

તેની ઉપર અભિષેકે મહિલાને જોરદાર જવાબ આપતા લખ્યું હતું કે, મેમ, જ્યાં સુધી મને ખબર છે વીકેંડસ ઉપર મોટાભાગની સ્કુલોમાં રજા રહે છે. તે વિકડેઝ ઉપર સ્કુલ જાય છે. ટ્વીટમાં તમારી ભૂલને જોઇને લાગે છે કે તમારે પણ સ્કુલ ટ્રાઈ કરી લેવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.