હિમાચલની સ્કૂલોમાં ફરી આવી રોનક, પહેલા દિવસે પહોંચ્યા આટલા વિદ્યાર્થીઓ.

લાંબા સમય પછી હિમાચલની સ્કૂલોમાં જોવા મળી રોનક, ઉત્સાહ સાથે આટલા વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આપી હાજરી. હિમાચલની સ્કૂલોમાં લગભગ 6 મહિના પછી સોમવારે રોનક ફરી જોવા મળી છે. કોરોના મહામારી વચ્ચે સ્કૂલોમાં પહેલા દિવસે 9 થી 12 ધોરણના હજારો વિદ્યાર્થીઓ વાલીના સહમતી પત્ર લઈને શિક્ષકો પાસે માર્ગદર્શન લેવા પહોંચ્યા. શહેરની સરખામણીમાં ગ્રામીણ ક્ષેત્રોમાં સ્કૂલે આવનારા વિદ્યાર્થીઓમાં વધારે ઉત્સાહ દેખાયો. પ્રદેશમાં ચાલી રહેલ 2,798 હાઈ અને સિનિયર સેકેંડરી સ્કૂલોમાંથી મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પહોંચ્યા. ઘણી સ્કૂલોમાં 20 થી 25 વિદ્યાર્થીઓ પહોંચ્યા, તો અમુક સ્કૂલોમાં પહેલા દિવસે એક પણ વિદ્યાર્થી આવ્યા નહિ.

સરકારી સ્કૂલોમાં 50 ટકા શિક્ષકો અને ખાનગી સ્કૂલોમાં પણ શિક્ષકો હાજર રહ્યા. શિક્ષકોએ સ્કૂલમાં રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા સિવાય ઓનલાઇન ભણતરનું નિરીક્ષણ કર્યું, અને વીતેલા દિવસોમાં પુરી થયેલી પ્રથમ સત્રની પરીક્ષાની ઉત્તરવહી પણ તપાસી. સામાજિક અંતરનું પાલન કરતા સ્કૂલોમાં ક્યાંક ખુલ્લા પરિસરમાં તો ક્યાંક વર્ગખંડમાં બેસીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

પ્રતીકાત્મક ફોટો

ઉચ્ચ શિક્ષણ નિર્દેશક ડો. અમરજીત કુમાર શર્માએ જણાવ્યું કે, સોમવારે સ્કૂલ ખુલવાના પહેલા દિવસે કેટલા વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે આવ્યા તેનો સાચો આંકડો જિલ્લા નાયબ નિયામકો પાસે માંગવામાં આવ્યો છે.

ઘણા જિલ્લામાં ઘણો સારો પ્રતિભાવ મળ્યો છે. શિક્ષકો દ્વારા બાળકોને સ્કૂલ જવા માટે અલગ-અલગ સમય આપવામાં આવી રહ્યો છે. 50 ટકા શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફને હવે રોજ સ્કૂલ-કોલેજોમાં આવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. જિલ્લા નાયબ નિયામકોને એસઓપીનું યોગ્ય રીતે પાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સોમવારે સ્કૂલ ખુલવાના પહેલા જ દિવસે થયેલી સમસ્યાઓને લઈને પણ અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. હવે 30 સપ્ટેમ્બર સુધી આ રીતે જ સ્કૂલોમાં કામ ચાલશે.

ઓક્ટોબરથી નિયમિત વર્ગો શરૂ થવાની શક્યતા છે : ઓક્ટોબરથી 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓના નિયમિત વર્ગો શરૂ થવાની શક્યતા છે. જોકે, કેંદ્રએ 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલોને નિયમિત વર્ગો માટે બંધ કરી છે, પણ 21 સપ્ટેમ્બરથી માર્ગદર્શન લેવા માટે વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવેલી સ્કૂલોમાં જો સ્થિતિ સામાન્ય રહે છે, તો ઓક્ટોબરથી નિયમિત વર્ગો શરૂ થઈ શકે છે.

પ્રિવ્યૂ પ્રતીકાત્મક ફોટો

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.