હવે વૈજ્ઞાનિકોએ કહ્યું કોરોનામાં કારગર થશે ગૌમૂત્ર, તેમાં વધુ શોધની જરૂરિયાત.

કોરોનામાં કારગર થશે ગૌમૂત્ર, વૈજ્ઞાનિકોએ કહ્યું તેમાં વધુ શોધની જરૂરિયાત.

15 વર્ષથી ગૌમૂત્ર પર શોધ કરી રહેલી પંતનગર વિવિની જંતુ વૈજ્ઞાનિક (એન્ટોમોલોજિસ્ટ) ડો. રૂચિતા તિવારીએ પણ ગૌમૂત્રથી કોરોના વાયરસના ઈલાજની સંભાવના જણાવતા તેમાં શોધની જરૂરિયાત પર વજન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ગૌમૂત્ર મલ્ટીપર્પઝ ઈફેક્ટના રૂપમાં કામ કરે છે.

ડો. રૂચિતાએ કહ્યું કે, ગૌમૂત્ર વાયરસ અને ફંગસથી લડવામાં કારગર છે. જયારે ગૌમૂત્રના છંટકાવથી મધમાખીઓમાં થયેલા વાયરસ અટેકને ખતમ કરી શકાય છે, તો ગૌમૂત્રની વિશેષતાઓ પર શોધ કરવી જરૂરી છે.

તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવામાં તે કેટલું કારગર સાબિત થશે તે જાણી શકવું હાલમાં મુશ્કેલ છે. પણ તે નક્કી છે કે ગૌમૂત્ર માણસો માટે ફાયદાકારક છે. તેના માટે શોધની જરૂર છે.

સરહદ પર 220 લોકોની તપાસ :

અલ્મોડાથી સ્વાસ્થ્ય વિભાગની ટીમમાં ડો. લક્ષ્ય, ડો. આતિશ ટમ્ટા, ડો. પૂરન થલાલ, ફાર્માસિસ્ટ ગજેન્દ્ર ભોગિયા, પંકજ કુમાર અને સુંદર બોનાલે 110 લોકોની થર્મોમીટરથી તપાસ કરી.

બલુવાકોટ સસ્પેન્શન પુલમાં ડો. રાકેશ ખાતી, ફાર્માસિસ્ટ ભુવન ચંદ ભટ્ટની ટીમે 50 અને જૌલજીબીમાં ડો. રમેશ ગબ્ર્યાલ, ફાર્માસિસ્ટ દિપક ભટ્ટની ટીમે 60 લોકોનું પરીક્ષણ કરી કોરોના વાયરસની જાણકારી આપી.

કોરોના વાયરસને કારણે અત્યાર સુધી ત્રણેય સસ્પેન્શન પુલ પરથી બંને દેશોના અવરજવર કરી રહેલા 3 હજારથી વધારે લોકોનું પરીક્ષણ કરવાની જાણકારી આપવામાં આવી છે.

કોરોના વાયરસની મારથી ફાર્મા ઇન્ડસ્ટ્રી પણ પ્રભાવિત :

ચીનમાં ફેલાયલા કોરોના વાયરસની અસર સેલાકુઈની ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી રહી છે. કોરોનાના કારણે કેંદ્ર સરકારે અમુક સક્રિય ઔષધિ સામગ્રી (એપીઆઈ) અને ફોર્મુલેશંસની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેનાથી ઔદ્યોગિક એકમોએ ઔષધિ સામગ્રી મોંઘા ભાવે અન્ય દેશોમાંથી આયાત કરવી પડી રહી છે. આ કારણે દવા કંપનીઓએ ગયા મહિને કરોડો રૂપિયાનું નુકશાન ભોગવવું પડ્યું છે.

આ વાતો વક્તાઓએ સેલાકુઈ ઇંડસ્ટ્રી એરિયામાં આવેલ ઇસ્ટ આફ્રિકન (ઇન્ડિયા) ઓવરસીઝ કંપનીમાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કહી. કાર્યક્રમ દરમિયાન કંપનીના કર્મચારીઓએ સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથે જ પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લીધી.

સેલાકુઈ ફાર્મા ઇન્ડસ્ટ્રી વેલફેયર એસોસિએશનના અધ્યક્ષ અને કંપનીના પ્લાન્ટ હેડ જીતેન્દ્ર કુમારે કહ્યું કે, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં લગભગ 14 ટકા ઔધષી સામગ્રી એવી છે, જેની ચીનમાંથી આયાત કરવામાં આવતી હતી, પણ કોરોના વાયરસને કારણે તેના પર પ્રતિકૂળ અસર પડી છે.

સેલાકૂઈમાં સ્થાપિત છે 40 દવા કંપનીઓ :

તેમણે કહ્યું કે, સરકારે દવાઓની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. જો આના પર જલ્દી જ જરૂરી પગલાં નહિ લેવામાં આવે તો ફાર્મા ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં આવી શકે છે. તેમણે કહ્યું કે, બીમારીઓ રાષ્ટ્રની અર્થવ્યવસ્થાને દુર્લભ બનાવે છે.

આ અવસર પર અભિષેક, કપિલ રાઠી, રાજેશ કુમાર, વિનીત કુમાર, મોનિકા નેગી, સ્મિતા પાંડેય, જગદીશ જિંદલ, સુનિલ સિંહ, સંતોષ પુરી, અભિષેક ચૌબે, જીતેન્દ્ર, રામનિવાસ, આશીષ, પ્રતાપ શર્મા વગેરે હાજર રહ્યા હતા.

ઔદ્યોગિક ક્ષેત્ર સેલાકુઈમાં આવેલા ફાર્માસીટીમાં લગભગ 40 દવા કંપનીઓ એવી છે, જે મોટા પાયે દવાઓની આયાત અને નિકાસ કરે છે. આ દવા કંપનીઓમાં ઘણી જાણીતી કંપનીઓ પણ શામેલ છે, પણ ગયા મહિને કોરોના વાયરસને લઈને ઉભા થયેલા સંકટ પછી આ 40 કંપનીઓના વ્યાપાર પર પ્રતિકૂળ અસર પડી છે. ઘણી કંપનીઓ ખોટમાં ચાલી રહી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.