વીંછી અને આયુર્વેદ : વૈદ્ય પાસેથી જાણો વીંછીના પ્રકાર અને તેના ઝેરી પણા સાથે જોડાયેલી રોચક વાતો.

વીંછી નું નામ પડે અને ઘણા ના શરીર માં લખલખું પસાર થઈ જાય. જેને કરડેલો હોય એજ એની વેદના જાણે..

વીંછી શબ્દ મૂળ બિછુ શબ્દ હિન્દ પરથી બન્યો છે.

અંગ્રેજી માં સ્કરોપીયો(Scorpio) કહે છે. સંસ્કૃત શબ્દ वृश्चिक ઉપર થી આ બધા શબ્દ ભારતીય ભાષા માં આવ્યા.

આ અષ્ટપાદ વર્ગ માં આવે. અને જ્યોતિષ ની આઠમી રાશિ પણ આજ નામે ઓળખાય…

ગ્રીક પૌરાણિક કથા મુજબ તે ઓરિયાન, મહાકાય પોસાઈડ અને યુરિયાલ નો પુત્ર હતો. ઉદાર અને પ્રેમાળ સ્વભાવથી ખૂબ લોકપ્રિય હતો. એટલે તેના ભાઈ એપોલો ને ઈર્ષા થવાથી તેને મા રીને પૃથ્વી પર વીંછી ના રૂપ માં બદલી દીધો..

2000 થી વધુ પ્રજાતિ ધરાવતા વીંછી એન્ટાર્કટિકા અને ન્યુઝીલેન્ડ છોડી બધે જ જોવા મલે.

નર અને માદા એમ જોવા મળે. શરીર ત્રણ હિસ્સા માં વહેચાયેલું હોય. આગળના ઓકડાં, વચ્ચે પેટ ને પાછળ વોકો વળેલો ડંખ..

રણ પરદેશ થી ભેજ વાળા સુધી નું વાતાવરણ માફક આવે. છાણા, પથ્થર ની ફાટ, જુનાવૃક્ષો ની સડેલી છાલ તેનું મન પ્રિય રહેઠાણ.

જોકે માટીના રેતાળ ભાગ માં દર કરીને રહેતા જોવા મળ્યા છે. બાળપણ માં આવા દર ગોતી તેમાં ડોડી નો વેલા નો અગ્ર ભાગ નાખી તેની સાથે બહાર દર માંથી કાઢી ને બકાસ ની પેટી માં પુરવા ની મનોરંજક રમત અને દોરી બાંધી અને રમાંડવાની રમત અમે અને ગામડા ના બાળકો રમતા..

નર અને માદા માં માદા મોટી હોય. માખી, વંદા અને કીટક ભક્ષી છે. પણ સાથે સ્વંભક્ષી છે.

વર્ષા ઋતુ માં ગરમ દિવસો માં નર માદા એક કામુક નૃત્ય કરે. ગોળગોળ ફૂડરડી ફરે. પછી સહવાસ પછી તુરત જ માદા નર વીંછી ને ખાઈ જાય..

બાળકો મોટા ભાગે માતા ના શરીર ઉપર રહે છે. પુક્ત થતા પોતાનું જીવન અલગ વિતાવે.

તેના ડંખ માં ક્લોરોટોક્સિન નામનું વિષ દ્રવ્ય હોય છે. જે માણસ શરીર માં દાખલ થયા પછી મુશ્કેલી સર્જે છે. તે ન્યુરોટોક્સિન પ્રકાર નું છે..

મૂળ વાત આયુર્વેદ તરફ..

વર્ષો પહેલા અમે નાના હતા ત્યારે મદારી ના ખેલ માં મોઢા માંથી કાળો વીંછી કાઢવાની રહસ્યમય ખેલ જોતા. એને અમારી સમજણ મુજબ કાલી ઘેલી વાતો મંડાતી..

એજ મદારી સાથે રાખેલા માણસ ને વીંછી નો ડંખ લગાવી.. તેને ઔષધિ લગાવી પીવડાવી ઉતારી આપતો ને બદલામાં રોટલા કે બાજરી જુવાર જેવું ધાન્ય તેના ધરમ ના પછેડા માં લોકો નાખતા. પછી ધીમે ધીમે 5 પૈસા કે 10 પૈસા નાખતા. મારા પિતા ના ગુરુ અને મારા ગુરુ ના દવાખાના આગળ ચોક માં આ ખેલ થતો. અમને પાછળ થી ડોકટર સાહેબ ની વિજ્ઞાનિક સમજણને પહેલા મદારી ને ગારૂડ પુરાણ બેય સાંભળવા મળતું…

આયુર્વેદ અગદ વિભાગ મુજબ (આ વિષ વિજ્ઞાન ધીમે ધીમે ગરુડ ઉપરથી ગારૂડી વિદ્યા તરીકે કે ગારૂડ તંત્ર તરીકે પ્રસિદ્ધ પામ્યું.. જો એ પ્રાચીન પુસ્તકો વાંચવા મળે તો તમને તિલસ્મિ અનુભૂતિ થાય તેવી વાતો લખાયેલ છે..) લાલ, પીળો અને કપિલ ત્રણ રંગ ના વીંછી ને મઘ્યમ વર્ગ ના વિષ વાળા કહયા છે.. એમના પેટ નો નીચે નો રંગ ધૂમડીયો કહ્યો છે. પૂંછડી માં ત્રણ પર્વ યાની ખાચ હોય.

હવે મહા વિષ વાળા વીંછી ને પારખવા આયુર્વેદ રંગ કે કદ મહત્વ નું નથી માન્યું. પણ પર્વ (પૂંછડી માં રહેલા ખન્ડ) ને મહત્વ માન્યું છે.. જેમ પર્વ ઓછા તેમ વધારે ઝેરી. જેમ પર્વ વધે તેમ ઝેર ઘટતું જાય. ( એન્ટૉ મોલોજી અને ટોક્સિકોલોજી વાળા આ બાબતે પ્રકાશ પડી શકે ) સુશ્રુતે મંદ વીંછી ની 10 જાત બતાવી છે.

મધ્યમ વિષ વાળી 3 જાત ને તીવ્ર વિષ વાળી 15 જાત બતાવી છે.

વીંછી ના ડંખ ની વેદના તો જેને કરડ્યો હોય તે જાણે.

હિન્દી કહેવત અનુસાર..

સાપ કા કાટા સોયે.

બિછુ કા કાટા રોયે..

ક્રમશ

– વૈદ્ય જીતુભાઇ પટેલ