કાર કે મોટરસાઇકલ ઉપર પડેલા સ્ક્રેચના નિશાન આ સસ્તા જુગાડ થી જાતે જ દુર કરો

તમારી કાર ઉપર લાગેલા એક સ્ક્રેચ પણ આખો લુક ખરાબ કરવા માટે કાફી હોય છે અને રોડ ઉપર ચાલતા સ્ક્રેચ ન પડે એવું પણ કદાચ શક્ય નથી. જો કાર ઉપર લાગેલા સ્ક્રેચ ને ઠીક કરાવવા માટે ગેરેજ કે સર્વિસ સ્ટેશન પર લઇ જઈએ તો તમારે ઘણા પૈસા નો ખર્ચો કરવો પડી શકે છે. એવામાં થોડી રીતો છે જેની મદદથી તમે જાતે તમારી કાર ઉપર લાગેલા સ્ક્રેચ ને ઠીક કરી શકો છો. તેના માટે તમારે ઘરેલું સમાન કે ઓટોમોબાઈલ સ્ટોર પર મળતી વસ્તુઓ ની જરૂર પડશે જેનાથી તમારો ખર્ચ ઘણો જ ઓછો થઇ જશે.

પહેલો –

સાબુના પાણીથી પેનલને સાફ કરો. ત્યાર પછી નરમ કપડા ની સાથે તેને સૂકવો. સ્ક્રેચ કેટલો સાફ થશે એટલો સારો ફાયદો મળશે.

બીજો :

નરમ કપડાનો ઉપયોગ કરી બુટ પોલીશને સ્ક્રેચ ઉપર લગાડો તેનાથી સ્ક્રેચ નો ભાગ આગળ નહી વધે. જો સ્ક્રેચ નો ભાગ વધી જાય તો તમને વધુ નુકશાન થશે.

ત્રીજો :

ઠંડા પાણીમાં લીક્વીડ ડીશ ડીટરજન્ટ નાખો અને તેને બરોબર મિક્ષ કરો. પાણીમાં ૨૦૦૦-૩૦૦૦ ગ્રીટ સેન્ડપેપર નાખો અને યોગ્ય જગ્યાએ લગાડો. ફીસ્લન વાળું સોલ્યુશન થી સેન્ડપેપર સારી રીતે કામ કરશે. પેપર ત્યાં સુધી ફેરવો જ્યાં સુધી પાલિશ એકદમ દુર ન થઇ જાય.

ચોથો :

આ જગ્યાને નરમ બ્રશથી સાફ કરો.સર્ફેસ નું સાફ હોવું જરૂરી છે.
પાંચમો : વોશકલોરથ નો ઉપયોગ કરી સ્ક્રેચ ની જગ્યાએ ઘસો. ગોળાકારમાં કામ કરો

છઠું :

સ્વચ્છ પાણી અને નરમ કપડાથી જગ્યાને સાફ કરો.

સાતમું :

સ્ક્રેચ વળી જગ્યા ઉપર કાર પોલીશ લગાડો. આવું કર્યા પછી કામ જોશો આખી જગ્યા એક જેવી થઇ ગઈ છે. તેને બીજી વખત કપડાથી સાફ કરો પછી વેક્સ લગાડીને તેને ચમકાવો.

ટુથપેસ્ટનો કરો ઉપયોગ :

તમારે તમારા નાના સ્ક્રેચ માટે ક્યાય જવાની જરૂર નથી. તેને માટે તમે સોફ્ટ કલોથ અને ટુથપેસ્ટ જોઈએ. તેનાથી તમે કાર ઉપર લાગેલા સ્ક્રેચ અને લીટા ને દુર કરી શકશો. આ રીત ત્યારે સારું કામ કરશે જયારે સ્ક્રેચ કે લીટા થી તમારા વ્હીકલ પ્લેટ એકદમ થી ખુલી ન ગઈ હોય.

ટુથપેસ્ટ તમારી કારનું અનઇવન સરફેસ ને ગ્લોસી શાઈન અને ગેપ ને ભરવાનું કામ કરે છે. આ માટે તમારે પહેલા તમારે ચોખ્ખા પાણીથી સ્ક્રેચને ધોવું પડશે.

ટુથપેસ્ટ ને કપડા ઉપર લગાડો તેને સ્ક્રેચ કે લીટા પર ગોળ ગોળ ફેરવો.

જેમ જેમ તમે કપડાને ફેરવશો તેમ તેમ સ્ક્રેચ કે લીટા દુર થતા જશે.

ત્યાર પછી તમે કારને પાણી થી સાફ કરો.

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.