Pics : ‘જવાની જાનેમન’ ની સ્ક્રીનિંગમાં શિલ્પાનો કેર, રેડ અને બ્લેક આઉટફિટમાં દેખાયા કર્વ્સ.

હાલના દિવસોમાં બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો રીલીઝ થઇ છે અને આવનારા સમયમાં પણ રીલીઝ થવાની છે. વર્ષની શરૂઆતમાં બે સુપરહીટ ફિલ્મો ‘છપાક’ અને ‘તાનાજી: દ અનવંશ વોરિયર’ એક બીજી સાથે ટકરાઈ. જેમાં તાનાજી બોક્સ ઓફીસ ઉપરહીટ સાબિત થઇ અને છપાક ઊંધા માથે પડી ગઈ. અને ૨૪ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં કંગના રનૌતની મોસ્ટ આવેટેડ ફિલ્મ ‘પંગા’ રીલીઝ થઇ. જેને દર્શકોનો મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે.

આ ફિલ્મમાં કંગના સાથે રુચા ચડ્ડા, જસ્સી ગીલ અને નીના ગુપ્તાની પણ મહત્વની ભૂમિકાઓ છે. કંગનાની આ ફિલ્મ સાથે બોક્સ ઓફીસ ઉપર વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર ૩D પણ રીલીઝ થઇ રહી ગઇ છે. આ ફિલ્મનું મ્યુઝીક તો લોકોને પસંદ આવી રહ્યું છે. પરંતુ ફિલ્મની કહાની પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી.

વાત કરીએ આવનારા દિવસોની તો ટૂંક સમયમાં જ બોક્સ ઓફીસ ઉપર સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’ રીલીઝ થવાની છે. આ ફિલ્મ ૩૧ જાન્યુઆરીના રોજ રીલીઝ થઇ રહી છે. સૈફ હાલના દિવસોમાં ફિલ્મનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પૂજા બેદીની દીકરી આલિયા ફર્નીચરવાળા ડેબ્યુ કરી રહી છે.

હાલમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલરને મળેલા પ્રતિભાવને જોઈએ તો એવું લાગી રહ્યું છે કે ફિલ્મ સુપરહિટ સાબિત થઇ શકે છે. ફિલ્મમાં સૈફ અને આલિયા ઉપરાંત તબ્બુ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ગીત ‘ઓલે ઓલે’ લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે.

થોડા દિવસો પહેલા ‘જવાની જાનેમન’ ની સ્ક્રીનીંગ હતી. જેમાં બી-ટાઉનની ઘણી અતિ સુંદર સુંદરીઓ જોવા મળી. આ સમયે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે જોવા મળી. આમ તો તે દરમિયાન તમામ સુંદરીઓ ગ્લેમરસ જોવા મળી રહી હતી, પરંતુ શિલ્પાના લુકે બધાને આકર્ષિત કર્યા. આમ પણ શિલ્પા પોતાના ફિગર અને ફેશન સેન્સ માટે ઓળખાય છે.

આ ઈવેંટ ઉપર શિલ્પા લાલ સ્કર્ટ સાથે બ્લેક બોડીકોન ટોપ પહેરીને આવી હતી. આ આખા આઉટફીટમાં તે ઘણી સ્ટનીંગ દેખાઈ રહી હતી. ફ્રન્ટ કટ રેડ ચેક સ્કર્ટ સાથે હિરોઈને બ્લેક સેન્ડલ પહેર્યા હતા. મિનીમલ અને ખુલ્લા સિલ્કી વાળ તેની સુંદરતા ઘણી વધારી રહ્યા હતા. બ્લેક અને લાલના કોમ્બીનેશનમાં ખરેખર શિલ્પા જાદુ પાથરી રહી હતી. રાજ કુન્દ્રા પણ મીલીટરી જેકેટ અને બ્લુ ડેનીમ જીન્સમાં ઘણા હેન્ડસમ જોવા મળ્યા. બંને વચ્ચેની બોન્ડીંગ જોવા જેવો હતો.

વાત કરીએ શિલ્પાના વર્ક ફ્રંટની તો તે ટૂંક સમયમાં જ ‘નીક્કમા’ અને ‘હંગામા ૨’ માં જોવા મળશે. આ ફિલ્મો દ્વારા લગભગ ૧૩ વર્ષ પછી શિલ્પા પાછી ફિલ્મોમાં આવી રહી છે. ફેંસને શિલ્પાની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે આ પોસ્ટમાં અમે તમારા માટે ‘જવાની જાનેમન’ની સ્ક્રીનીંગ સાથે શિલ્પા શેટ્ટીની થોડી તસ્વીરો લઈને આવ્યા છીએ.

આ માહિતી ન્યુઝ ટ્રેંડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.