વોરંટની સાથે તપાસ અને વોરંટ વિના તપાસમાં શું અંતર હોય છે? આ જાણીને તમે પણ વકીલ બની જશો

દંડ પ્રક્રિયા સંહિતા, 1973 (Code of Criminal Procedure, 1973) ભારતમાં ગુનાહિત કાયદાને કાર્યરત કરવા માટે મુખ્ય કાયદો છે. તે વર્ષ ૧૯૭૩ માં દાખલ થયો અને ૧ એપ્રિલ ૧૯૭૪ થી લાગુ થયો. ‘CrPC ‘ દંડ પ્રક્રિયા સંહિતાનું ટૂંકું નામ છે.

જયારે કોઈ ગુનો કરવામાં આવે છે, તો હંમેશા બે પ્રક્રિયા થાય છે, જેને પોલીસ ગુનાની તપાસ કરવામાં અપનાવે છે. એક પ્રક્રિયા પીડિતના સંબંધમાં અને બીજી આરોપીના સંબંધમાં થાય છે. CrPC માં એ બન્ને પ્રકારની પ્રક્રિયાઓનું વર્ણન આપવામાં આવ્યું છે. દંડ પ્રક્રિયા સંહિતા દ્વારા જ ગુનેગારને દંડ આપવામાં આવે છે.

વોરંટનો સીધો અર્થ થાય છે અધિકાર પત્ર. જો કે સર્ચ વોરંટનો અર્થ થાય છે શોધવાનો અધિકાર એટલે તપાસ વોરંટ.

તપાસ વોરંટ કોને કહે છે?

તપાસ વોરંટ બહાર પાડવાનો અધિકાર મેજીસ્ટ્રેટ કે જજ કે કોઈ બીજા ઓથોરેટીને હોય છે. આ વોરંટમાં પોલીસ અધિકારીઓને એક અધિકાર આપવામાં આવે છે, કે તે કોઈ સ્થળ જેમ કે વાહન, ઓફીસ, મકાન, ગોદામ કે કોઈ બીજી જગ્યાની સાથે સાથે કોઈ વ્યક્તિ વિશેષની તપાસ પણ કરી શકે છે, અને સંબંધિત લોકોની પૂછપરછ કરી શકે છે.

આવો હવે દંડ પ્રક્રિયા સંહિતા (CrPC) માં નોંધાયેલી જોગવાઈઓ વિષે જાણીએ :

દંડ પ્રક્રિયા સંહિતા (CrPC) માં બે પ્રકારની તપાસ લેવાનો અધિકાર આપવામાં આવે છે.

૧. તપાસ વોરંટ (સર્ચ વોરંટ) સાથે તપાસ.

૨. વગર વોરંટ એ તપાસ.

૧. તપાસ વોરંટ સાથે તપાસ :

દંડ પ્રક્રિયા સંહિતાના સેક્શન ૯૩,૯૪,૯૫ અને ૯૭ અંતર્ગત તપાસ વોરંટ બહાર પાડવામાં આવે છે. આ પ્રકારના તપાસ વોરંટ અંતર્ગત પોલીસ કે તેના અધિકારી તમારે ઘેર, દુકાન કે મકાન ઉપર આવશે અને તમને મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલુ વોરંટ દેખાડશે, કે ક્યા આધારે તમારા ઘરની તપાસ કરવામાં આવી રહી છે.

સર્ચ વોરંટ બહાર પાડવાનો ઉદેશ્ય શું હોય છે?

૧. કોઈ દસ્તાવેજ કે વસ્તુને પ્રાપ્ત કરવા કે ઉપલબ્ધ કરાવવા માટે.

૨. એવા કોઈ ઘરની તપાસ લેવી જ્યાં કોઈ ચોરાયેલી કોઈ સંપત્તિ રાખવામાં આવેલી હોય, કે કોઈ ખોટા દસ્તાવેજો રાખવાની શક્યતા હોય.

૩. કોઈ એવા પબ્લીશ ડોક્યુમેન્ટને પ્રાપ્ત કરવા માટે જેનો સંબંધ કોઈ નકલી પબ્લીકેશન સાથે હોય, કે જે દેશની વિરુદ્ધ કોઈ ષડ્યંત્ર સાથે સંબંધિત હોય.

૪. એવા વ્યક્તિઓની તપાસ કરવા માટે જેને ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવામાં આવ્યા હોય. સેક્શન ૯૩ અંતર્ગત જાહેર કરવામાં આવતા વોરંટ નીચેના આધારો ઉપર જાહેર કરી શકાય છે.

a. જયારે કોર્ટને એવું લાગે છે, કે કોઇ વ્યક્તિને સેક્શન ૦૧ હેઠળ કોઈ ડોક્યુમેન્ટને કોર્ટ સમક્ષ રજુ કરવાનું કહેવામાં આવ્યું છે, અને તે વ્યક્તિ એમ નથી કરતો. તો કોર્ટ તેની વિરુદ્ધ તપાસ વોરંટ બહાર પાડી શકે છે.

b. જે બાબતમાં કોર્ટને એવું લાગે છે કે કોઈ ઇન્ક્વાયરી કે ટ્રાયલનો ઉદેશ્ય સર્ચના આધાર ઉપર ઉકેલ લાવી શકે છે.

સેક્શન ૯૪ અતર્ગત તપાસ વોરંટ :

આ કલમ અંતર્ગત જીલ્લાધિકારી, ઉપજીલ્લાધિકારી અને પ્રથમ વર્ગ મેજીસ્ટ્રેટ કોઈ શટલની તપાસ માટે વોરંટ બહાર પાડી શકે છે જો તેને લાગે કે,

a. એવા સ્થાન ઉપર ચોરાયેલી સંપત્તિ મેળવી શકાય છે.

b. એ સ્થળ ઉપર એવી વસ્તુ છુપાવવામાં આવી છે, જેનો સંબંધ કોઈ કોર્ટમાં જોડાયેલ બાબત સાથે છે.

સેક્શન ૯૫ અંતર્ગત તપાસ વોરંટ :

તેના અંતર્ગત થોડા પ્રકાશનોની જપ્તી કરવા વિષે જણાવવામાં આવ્યું છે.

રાજ્યસરકાર મેજીસ્ટ્રેટને એ અનુરોધ કરી શકે છે, કે તે નીચે જણાવેલ બાબત સાથે સંબંધિત સામગ્રી, ડોક્યુમેન્ટ કે પબ્લીકેશનને બહાર પાડવા માટે કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ વોરંટ બહાર પાડે જેનો સંબંધ :

a. સેક્શન ૧૨૪-A એટલે દેશ / દેશદ્રોહ સાથે હોય. એવા કોઈ દસ્તાવેજ જે દેશની વિરુધ ષડ્યંત્ર સાથે જોડાયેલું હોય.

b. સેક્શન ૧૫૩-A, ૧૫૩-B સાથે હોય, એટલે એવી વાતો કે સામગ્રી જે અશ્લીશ શ્રેણીમાં આવે છે, અને તેનું પબ્લીકેશન કરવું, લોકોમાં વહેંચવું ગેરકાયદેસર છે.

નોંધ : અહિયાં સેક્શન ૯૬ વિષે પણ જણાવવું જરૂરી છે. આ સેક્શન કહે છે કે જો કોઈ વ્યક્તિને લાગે છે કે તેના પુસ્તકને, સમાચાર પત્રો, મેગેઝીનોને કોઈ ચોક્કસ આધાર વગર કે આધારહીન તરીકે જપ્ત કરી લેવામાં આવ્યા છે, તો તે સીધા ઉચ્ચ ન્યાયાલયમાં તે પગલા વિરુદ્ધ અપીલ કરી શકે છે.

સેક્શન ૯૭ અંતર્ગત વોરંટ :

આ પ્રકારનું વોરંટ એ સ્થિતિમાં બહાર પાડવામાં આવે છે, જયારે કોઈ વ્યક્તિ કે પોલીસ કોઈ બીજી વ્યક્તિને ગેર કાયદેસર રીતે બંદી બનાવે છે. તો મેજીસ્ટ્રેટને એ અધિકાર છે કે બંદી બનાવવામાં આવેલા વ્યક્તિને પ્રાપ્ત કરવા માટે થોડી ગુપ્ત સ્થળોની તપાસ માટે વોરંટ બહાર પાડવામાં આવે. આવા પ્રકારનું વોરંટ, જીલ્લા જજ, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કે પ્રથમ વર્ગના ન્યાયધીશ બહાર પાડી શકે છે.

૨. વગર વોરંટની તપાસ : આ પ્રકારની તપાસ CrPC ના સેક્શન ૧૦૩, ૧૫૩, ૧૬૫ અને ૧૬૬ અંતર્ગત તપાસ વગર સર્ચ કરવાની સુવિધા આપે છે. થોડી ગભીર બાબતમાં પોલીસને માત્ર સુચના અને શંકાના આધાર ઉપર કોઈ વ્યક્તિના ઘર, દુકાન, ઓફીસ, વાહન કે તે વ્યક્તિની તપાસ લેવાનો અધિકાર હોય છે.

સીઆરપીસીના સેક્શન ૧૦૩ હેઠળ સર્ચ :

આ સેક્શનમાં મેજીસ્ટ્રેટને એ અધિકાર છે, કે તેમની હાજરીમાં કોઈ ઘર, સ્થળ, દુકાન અને મકાનની તપાસ લેવામાં આવે. સીઆરપીસીના સેક્શન ૧૦૪ હેઠળ સર્ચ મેજીસ્ટ્રેટને એ અધિકાર છે, કે તે પોલસી અધિકારીને એ અધિકાર આપે કે તપાસ દરમિયાન કોઈ ડોક્યુમેન્ટને જપ્ત કરીને કોર્ટ સામે રજુ કરે.

CrPC ના સેક્શન ૧૫૩ માં જોગવાઈ :

CrPC ના સેક્શન ૧૫૩ માં એ જોગવાઈ છે, કે જો કોઈ પોલીસ ઓફિસરને એ વાતની સુચના છે કે શંકા છે, કે કોઈ દુકાન કે ઓફીસ વગેરેમાં વજન માપવાના સાધનો ‘બાટ’ કે માપ તોલ કે નિરીક્ષણ કરવા વાળા સાધનો વગેરે ખોટા માપના છે. તો તેને એ અધિકાર છે કે તે એ દુકાન, ઓફીસ કે મકાનમાં વગર વોરંટ દેખાડી પ્રવેશ કરી શકે છે, અને ત્યાં મેળવવામાં આવેલા તોલના સાધનોને જપ્ત કરી શકે છે. અને તેની સંબંધિત જાણકારી મેજીસ્ટ્રેટને સોંપી શકે છે.

CrPC ના સેક્શન ૧૬૫ માં જોગવાઈ :

જયારે આવેલા કોઈ ચોકીના પ્રભારી અધિકારી કે તપાસ કરવા વાળા પોલીસ અધિકારી પાસે એ માનવા માટે ઉચિત આધાર હોય છે, કે કોઈ ગુનેગારની તપાસ માટે જરૂરી થોડા આધાર કોઈ સ્થળ ઉપર મળી શકે છે. તો તે મોડું કર્યા વગર વોરંટ વગર એવા સ્થળ ઉપર તપાસ લઇ શકે છે.

આમ તો તેને એ મકાન કે દુકાનમાં પ્રવેશ કરતા પહેલા લેખિત રીતેએ બતાવવું જરૂરી હોય છે, કે તેને તે પરિસરમાં કેવી રીતે સુરાગ કે સાબિતી મળવાની આશા છે. આ લેખિત વચનની એક નકલ સંબંધિત મેજીસ્ટ્રેટ અને ઘર કે ઓફીસ કે સ્વામીને સોંપવા જરૂરી હોય છે. તેની સાથે જ તે અધિકારી તે સ્થળનું સર્ચ લઇ શકે છે. જો કે સંબંધિત ચોકીની સીમામાં આવતી હોય.

કટ્ટન પિલ્લઈની બાબતમાં સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું, કે તપાસનું વોરંટ બહાર પાડવું મેજીસ્ટ્રેટના વિવેક ઉપર આધાર રાખે છે. પરંતુ એ ‘જાણી જોઈને’ ન હોવું જોઈએ. એટલે કોઈના અધિકારો ઉપર ખોટી અસર ન પડવી જોઈએ.

એવી રીતે ઉપર આપવામાં આવેલા સેક્શનના માધ્યમથી તમને ખબર પડી ગઈ હશે, કે તપાસ અને તપાસ વોરંટ વચ્ચે શું અંતર છે. અને બન્ને પ્રકારના વોરંટ કઈ કઈ બાબતમાં બહાર પાડવામાં આવે છે.