કામાખ્યા દેવી મંદિરમાં મળે છે લાલા વસ્ત્રનો પ્રસાદ, મંદિરના રહસ્ય જાણીને ચકિત થઇ જશો તમે.

કામાખ્યા મંદિરમાં ભક્તોની દરેક ઈચ્છાઓ થાય છે પૂર્ણ, મળે છે લાલ વસ્ત્રનો પ્રસાદ, જાણો મંદિરના રહસ્યો

કામાખ્યા દેવી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે અને આ મંદિર આસામ રાજ્યમાં સ્થિત છે. કામાખ્યા દેવી મંદિરમાં માતા સતીની યૌની પડી હતી. જો કે, આ મંદિરમાં દુર્ગા અથવા મા અંબેની કોઈ મૂર્તિ નથી. કામાખ્યા દેવી મંદિરની મુલાકાતે આવતા લોકો કુંડની પૂજા કરે છે. જે હંમેશાં ફૂલોથી ઢંકાયેલુ રહે છે.

ખૂબ જ ખાસ છે આ કુંડ

કામાખ્યા દેવી મંદિરના કુંડને ચમત્કારિક માનવામાં આવે છે અને આ કુંડમાંથી હંમેશા પાણી નીકળતું રહે છે. આ કુંડની પૂજા દેવીની યૌની તરીકે કરવામાં આવે છે. આ મંદિરમાં કામાખ્યા દેવીની પૂજા ભગવાન શિવની નવદંપતી તરીકે કરવામાં આવે છે. સાથે જ, આ મંદિર તાંત્રિક સાધના માટે પણ પ્રખ્યાત છે અને લોકો આ સાધના પ્રાપ્ત કરવા માટે અહીં આવે છે.

પાણી થઈ જાય છે લાલ

કામાખ્યા દેવી મંદિરમાં દર વર્ષે અંબુવાચીનો મેળો ભરાય છે. આ મેળા દરમિયાન બ્રહ્મપુત્રા નદી જે આ મંદિરની નજીક આવેલી છે, તેનું પાણી સંપૂર્ણ લાલ થઈ જાય છે અને આ પાણી ત્રણ દિવસ સુધી લાલ જ રહે છે. લોકોનું માનવું છે કે કામાખ્યા દેવીના માસિક ધર્મને કારણે આ નદીનું પાણી લાલ થઈ જાય છે. આ સમય દરમિયાન, દૂર-દૂરથી લોકો કામાખ્યા દેવી મંદિર આવે છે અને આ મેળાનો ભાગ બને છે.

પ્રસાદમાં આપવામાં આવે છે કાપડ

આ મંદિરમાં ભક્તોને લાલ રંગનું ભીનું કાપડ પ્રસાદ તરીકે આપવામાં આવે છે. હકીકતમાં, મેળાની શરૂઆત દરમિયાન, મંદિરની અંદર સફેદ રંગનું કાપડ પાથરવામાં આવે છે અને મંદિરને ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવે છે. જ્યારે આ મંદિર ખોલવામાં આવે છે, ત્યારે આ કાપડ લાલ રંગનું થઇ જાય છે. આ કાપડને અંબુવાચી વસ્ત્ર કહે છે અને ભક્તોને પ્રસાદ તરીકે તેનું અર્પણ કરવામાં આવે છે.

સાધુઓ અને અઘોરીઓનો છે મેળાવડો

આ મંદિરને તંત્ર સાધના માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી, અહીં સતત સાધુઓ અને અઘોરીઓનો ધસારો રહે છે. આ સિવાય, અહીં કાળા જાદુને પણ દૂર કરવામાં આવે છે. તેથી કાળા જાદુથી પીડિત લોકો આ મંદિરની મુલાકાત ચોક્કસપણે લે છે.

પૂરી થાય છે ઇચ્છા

એવું માનવામાં આવે છે કે જો આ મંદિરમાં કન્યા પૂજા અને ભંડારો કરવામાં આવે, તો દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ સિવાય ઘણા લોકો અહીં પ્રાણીઓના બલિદાન માટે દીવા પ્રગટાવે છે.

ભાગોમાં વહેંચાયેલું છે મંદિર

કામાખ્યા મંદિરનો પહેલો ભાગ સૌથી મોટો છે અને ફક્ત પંડિતો આ ભાગની મુલાકાત લે છે. અહીં કોઈ અન્ય વ્યક્તિને આવવાની મંજૂરી નથી. બીજા ભાગમાં એક પથ્થર છે, જેમાંથી સતત પાણી નીકળતું રહે છે અને આ પથ્થરની જ પૂજા કરવામાં આવે છે. તેને મંદિરનો મુખ્ય ભાગ માનવામાં આવે છે.

દુર્ગાપૂજા, પોહાન બિયા, દુર્ગાદેઉલ, વસંતી પૂજા, મદાનદેઉલ, અંબુવાસી અને મનાસા પૂજા દરમિયાન આ મંદિર મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરે છે અને લોકો અહી ભેગા થાય છે. આ સમય દરમિયાન મંદિરમાં એક અલગ જ માહોલ જોવા મળે છે. તેથી, તમારે પણ આ સમયગાળા દરમિયાન અહીં જવું જોઈએ. આ મંદિર આસામના પાટનગર ગુવાહાટીથી દિસપુરથી લગભગ 7 કિમી દૂર આવેલું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.