દુનિયાના સૌથી ઊંચા શિવધામ કૈલાશ માનસરોવરની યાત્રા ભગવાન શિવને સમર્પણ છે. જેવી રીતે ભગવાન શિવનું જીવન રહસ્યોથી ભરેલું છે, એવી રીતે ભોલેનાથનું ધામ પણ રહસ્યમયી વસ્તુથી ભરેલું છે. આવો જાણીએ પુરાણોમાં કૈલાશ માનસરોવર ઝરણા વિષે શું કહેવામાં આવ્યું છે, અને કેમ લોકો જીવ જોખમમાં મૂકીને અહિયાં યાત્રા કરવા આવે છે.
મૃદંગના આવે છે અવાજો :
કહેવામાં આવે છે કે ગરમીના દિવસોમાં જયારે માનસરોવરનો બરફ ઓગળે છે, તો એક પ્રકારનો અવાજ સતત સંભળાય છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આ અવાજ મૃદંગના (પખાજ : ઢોલ જેવું સાંકડું, લાંબું શિષ્ટ ગાન સાથે પ્રયોજાતું વાદ્ય) અવાજ જેવો હોય છે. માન્યતા એ પણ છે કે કોઈ વ્યક્તિ માનસરોવરમાં એક વખત ડૂબકી લગાવી લે તો તે ‘રુદ્રલોક’ ને પ્રાપ્ત થાય છે.
શક્તિપીઠના થાય છે દર્શન :
આ સ્થળની ગણતરી દેવીના ૫૧ શક્તિ પીઠોમાં થાય છે. માનવામાં આવે છે કે દેવી સતિનો જમણો હાથ આ સ્થાન ઉપર પડ્યો હતો, જેથી આ સરોવર તૈયાર થયું. એટલા માટે અહિયાં એક પાષાણ શીલાને તેનું રૂપ માનીને પૂજા કરવામાં આવે છે.
ૐ નો અવાજ સંભળાય છે :
માન્યતા છે કે કૈલાશ માનસરોવર તળાવ અને રાક્ષસ તળાવ, તે બન્ને સરોવર સૂર્ય અને ચંદ્ર બળને પ્રદર્શિત કરે છે, જેનો સંબંધ સકારાત્મક અને નકારાત્મક ઉર્જા છે. જયારે તમે તેને દક્ષીણ તરફથી જોશો તો એક સ્વસ્તિક ચિન્હ બનેલું દેખાશે. આ અલૌકિક સ્થાન ઉપર પ્રકાશના તરંગો અને અવાજના તરંગોનું સમાગમ થાય છે, જે ૐ જેવું સંભળાય છે.
તેની અનુભૂતિ કરી શકો છો તમે :
માનસરોવરમાં ઘણી બધી વિશેષ વાતો તમારી આસપાસ બનતી રહે છે, જેને તમે માત્ર અનુભવી શકો છો. સરોવર લગભગ ૩૨૦ કી.મી. ના વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરની આસ પાસ સવારે ૨.૩૦ થી ૩.૪૫ વાગ્યા વચ્ચે અનેક પ્રકારની અલૌકિક ક્રિયાઓની માત્ર અનુભૂતિ કરી શકાય છે, જોઈ નથી શકાતું.
ગંગામાં જાય છે તેનું પાણી :
માન્યતા છે કે આ સરોવરનું પાણી આંતરિક સ્ત્રોતોના મધ્યમથી ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં જાય છે. પુરાણો મુજબ શંકર ભગવાન દ્વારા પ્રગટ કરવામાં આવેલા જળની ગતીથી જે સરોવર બન્યું, તેનું નામ માનસરોવર પડ્યું હતું.
ક્ષીર સાગર સાથે છે તેનો સંબંધ :
માનસરોવરના પહાડો માંથી આવતા રસ્તામાં એક સરોવર છે, પુરાણોમાં આ સરોવરનું વર્ણન ‘ક્ષીર સાગર’ થી કરવામાં આવ્યું છે. ક્ષીર સાગર કૈલાશથી ૪૦ કી.મી. ના અંતરે છે. ધાર્મિક આસ્થા છે કે વિષ્ણુ અને માતા લક્ષ્મી એમાં શેષ શૈયા ઉપર બિરાજે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.