કાશી વિશ્વનાથ સાથે જોડાયેલી આ વાતોથી લોકો આજે પણ અજાણ છે, જાણો એની સાથે જોડાયેલા અદભુત રહસ્ય

આપણા ભારત દેશમાં એવા ઘણા બધા સુંદર સ્થળ છે જેની સુંદરતાને જોઈને લોકોનું મન તેની તરફ આકર્ષિત થઇ જાય છે. આ સુંદર સ્થળો પ્રત્યે લોકોને એક વિશેષ આકર્ષણ થઇ જાય છે. તેની સુંદરતા લોકોના દિલ અમે મગજમાં પોતાનું ઘર બનાવી લે છે. અને એ સુંદર જગ્યાઓ માંથી એક કાશી છે. કાશીને ભગવાન શિવની સૌથી પ્રિય નગરી કહેવામાં આવે છે.

પુરાણો અને ગ્રંથોમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. કાશીમાં જ ભગવાન શિવનું પ્રસિદ્ધ જ્યોતીર્લીંગ કાશી વિશ્વનાથ રહેલું છે. તે સ્થળ ઉપર વામ (વામદેવ) રૂપમાં સ્થાપિત બાબા વિશ્વનાથ શક્તિની દેવી માતા ભગવતી સાથે બિરાજમાન છે. તે ઘણું જ અદ્દભુત દ્રશ્ય છે, જે આખી દુનિયામાં તમને એવું ક્યાય બીજે જોવા નથી મળી શકતું. આજે અમે તમને આ પોસ્ટ દ્વારા કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી થોડી ન સાંભળેલી અને ઘણી જ રહસ્યમયી રોચક વાતો જણાવવાના છીએ, જેનાથી તમે કદાચ હજુ સુધી અજાણ હશો.

આવો જાણીએ કાશી વિશ્વનાથ મંદિર સાથે જોડાયેલી આ વાતો વિષે :

કાશીને મુક્તિનું ક્ષેત્ર કહેવામાં આવે છે. આ સ્થળ ઉપર કાશી વિશ્વનાથ જ્યોતિર્લીંગ બે ભાગોમાં વહેંચાયેલુ છે. જમણા ભાગમાં શક્તિના રૂપમાં ભગવતી બિરાજમાન છે, અને બીજી તરફ ભગવાન શિવનું વામ રૂપ રહેલું છે. દેવી ભગવતીના જમણી તરફ બિરાજમાન હોવાને કારણે જ મુક્તિનો માર્ગ કાશીમાં જ ખુલે છે. અને એ સ્થાન છે જ્યાં માણસ જાતીને મુક્તિ પ્રાપ્ત થાય છે.

જયારે આ સ્થળ ઉપર શણગારનો સમય થાય છે, તો બધી મૂર્તિઓ પશ્ચિમ મોઢે રહે છે. આ જ્યોતિર્લીંગમાં શિવ અને શક્તિ બન્ને સાથે જ બિરાજમાન છે. જે ઘણો જ અદ્દભુત નજારો હોય છે. આવા પ્રકારનું દ્રશ્ય આ દુનિયામાં બીજે ક્યાય જોવા નથી મળી શકતું.

કાશી વિશ્વનાથના દરબારમાં ગર્ભ ગૃહ પર શિખર રહેલા છે. તેમાં ઉપરની તરફનો ઘુમ્મટ શ્રી યંત્રથી જડિત છે. તાંત્રિક સિદ્ધી માટે આ સ્થળ ઘણું જ અનુકુળ માનવામાં આવે છે. બાબા વિશ્વનાથના દરબારમાં તંત્રની દ્રષ્ટિએ ચાર મુખ્ય દ્વાર શાંતિ, કળા, પ્રતિષ્ઠા અને નિવૃત્તિ છે.

આ મંદિરમાં બાબા વિશ્વનાથનું મુખ અઘોરીની તરફ છે. તેનાથી મંદિરનું મુખ્ય દ્વાર દક્ષીણથી ઉત્તર તરફ પ્રવેશ કરે છે, એટલા માટે જો તમે આ મંદિરની અંદર જશો તો સૌથી પહેલા બાબાના અઘોરી રૂપના દર્શન થઇ જશે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પ્રવેશ કરતા જ વ્યક્તિના તમામ પાપનો નાશ થઇ જાય છે.

એવું કહેવામાં આવે છે કે બાબા વિશ્વનાથના અઘોર દર્શન માત્રથી જ જન્મ જન્માંતરના પાપ દુર થઇ જાય છે. શિવરાત્રીના દિવસોમાં બાબા વિશ્વનાથ ઓઘડ (અઘોરી પંથનો માણસ, મનસ્વી) રૂપમાં પણ વિચરતા રહે છે. તેમના  વરઘોડામાં ભૂત-પ્રેત, જાનવર, દેવતા, પશુ અને પક્ષી પણ હાજર રહે છે.

આ મંદિર વિષે એવી માન્યતા છે, કે જયારે ઓરંગઝેબ આ મંદિરનો વિનાશ કરવા માટે આવ્યો હતો, ત્યારે આ મંદિરમાં રહેલા લોકોએ શિવલિંગનું રક્ષણ કરવા માટે તેને મંદિરની બાજુમાં જ બનેલા એક કુવામાં છુપાવી દીધું હતું. તે કુવો આજે પણ આ મંદિરની આજુબાજુ રહેલો છે.

આ મંદિરની ઉપર જે સોનાનું છત્ર બનાવવામાં આવ્યું છે, તે ઘણું જ ચમત્કારિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે જે ભક્ત આ છત્રના દર્શન કર્યા પછી પોતાની કોઈ મનોકામના માંગે છે, તો તેની ઈચ્છા પૂરી થઇ જાય છે.