ભગવાન શિવના ત્રિનેત્રનું શું છે રહસ્ય? જાણો એની સાથે જોડાયેલા બીજા રહસ્ય.

ભગવાન શિવજીને માનવા વાળા આ સંસારમાં ઘણા વધુ છે, બધા લોકો શિવજીને પ્રેમથી ભોલેનાથ કહે છે, ભગવાન શીવજી ઘણા ભોળા છે તે પોતાના ભક્તોનો અવાજ સૌથી વહેલા સાંભળે છે, ભગવાન શિવજીના આમ તો ઘણા બધા નામ છે, ત્રિકાલદર્શી, શિવજી, મહાદેવ, ભોલે બાબા, ત્રિનેત્ર ધારી જેવા નામોથી લોકો તેમને બોલાવે છે.

તમે લોકોએ ભગવાન શિવજીના મસ્તક ઉપર ત્રીજી આંખ જોઈ હશે, હંમેશા તમે લોકોએ ફોટામાં આ વાત ઉપર ધ્યાન આપ્યું હશે કે તેમના મસ્તક ઉપર ત્રીજું નેત્ર છે, પરંતુ શું તમે ભગવાન શિવજીના ત્રિનેત્રનું રહસ્ય જાણો છો? જો આપણે પુરાણો મુજબ જોઈએ. તો ભગવાન શિવજીના અતિ ક્રોધિત થઇ જવા ઉપર તેમના મસ્તક ઉપર બરોબર નાક ઉપર ત્રિનેત્ર ખુલે છે.

જો આપણે શિવપુરાણની કથા મુજબ જોઈએ તો જયારે માતા સતીજીએ પોતાના પિતાના ઘરમાં થઇ રહેલા યજ્ઞ કુંડમાં પોતાની જાતને સ્વાહા કરી લીધા હતા ત્યારે ભગવાન શિવજી ઘણા ગુસ્સે થયા હતા અને તેમણે ગુસ્સામાં આવીને પોતાનું ત્રિનેત્ર ખોલી દીધું હતું, તે સમયે આખું બ્રહ્માંડ ભયમાં આવી ગયું હતું, તે ઉપરાંત એક કથા મુજબ જયારે પ્રેમના દેવતા કહેવાતા કામદેવે ભગવાન શિવજીની તપસ્યાને ભંગ કરી હતી, ત્યારે શિવજીએ પોતાનું ત્રિનેત્ર ખોલ્યું હતું અને ત્રિનેત્રની અગ્નિથી કામદેવે પોતાનું જીવન ગુમાવવું પડ્યું હતું.

જેમ કે તમે બધા લોકો જાણો છો ભગવાન શિવજી તપસ્વી છે, તે હંમેશા તપસ્યામાં લીન રહે છે, કૈલાશ પર્વત ઉપર તે હંમેશા તપમાં લાગેલા રહે છે, તપથી જ આંતરિક શક્તિઓ જાગૃત થતી રહે છે, ભગવાન શિવજીએ તપસ્યાથી જ પોતાનું ત્રિનેત્રને જાગૃત કર્યું છે, તે કારણે જ તેને ત્રિકાળદર્શી પણ કહેવામાં આવે છે.

ત્રિનેત્ર તે શક્તિને પ્રદર્શિત કરે છે, કાળના ત્રણ રૂપ ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળના પણ તેમાં કાંઈ છૂપું નથી, પરંતુ આપણે વિદ્વાનો મુજબ જોઈએ તો તે ત્રિનેત્ર સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરી શક્તિના ધોતક છે, ત્રણે દેવોમાં ભગવાન શિવજીને જ ત્રિલોચન કહેવામાં આવે છે.

જો આપણે વિજ્ઞાન અને યોગ મુજબ ત્રીજી આંખના રહસ્ય વિષે જાણીએ, તો જ્યાં ભગવાન શિવજીની ત્રીજી આંખ આવેલી છે, તે સ્થાનને પીનીયલ ગ્લેન્ડ કહેવામાં આવે છે, આ ગ્રંથી એવા હાર્મોન્સને આ રીતે સ્ત્રાવિત કરતી રહે છે. જે માણસને સુવા અને જાગવામાં મદદ કરે છે, જો કોઈ પણ આ દિવ્ય શક્તિને જાગુર્ત કરી દે છે, તો તે પોતાની બંધ આંખોથી પણ સંસારની કોઈ પણ વસ્તુ જોઈ શકે છે.

હિંદુ ધર્મમાં તિલક લગાવવાની પરંપરા જુના સમયથી ચાલતી આવી રહી છે, જયારે કોઈ પૂજા પાઠ કે શુભ કાર્ય થાય છે, તો માથા ઉપર તિલક જરૂર લગાવવામાં આવે છે, માથા ઉપર તિલક લગવાનુ ઘણું મહત્વ માનવામાં આવે છે, જો તમે તમારા માથાની વચ્ચે તિલક લગાવો છો, તો તેનાથી તમે ઉર્જાવાન રહો છો.

ભગવાન શિવજીના ત્રિનેત્ર સાથે જોડાયેલા આ થોડા રહસ્ય હતા જેના વિષે અમે તમારી સાથે ચર્ચા કરી છે, ભગવાન શિવજીની ત્રીજી આંખ સાથે જોડાયેલા રહસ્યનો ઉલ્લેખ પુરાણોમાં પણ કરવામાં આવ્યા છે અને વિજ્ઞાન અને યોગ મુજબ પણ ત્રીજી આંખની વિશેષતા વિષે જણાવવામાં આવ્યું છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.