ગોહદ કિલ્લાનું રહસ્ય ખુલ્યું, ચારેય બાજુ જમીનની 10 ફૂટ નીચે હતું પાક્કું નાળું, એટલે પાણી બહાર આવતું નથી

આપણા દેશમાં જ્યારે રાજા મહારાજાઓ રાજ કરતાં હતા, ત્યારે તેમના રહેવા અને બધો વહીવટ કરવા માટે મોટા મોટા કિલ્લાઓ બનાવતા હતા. તે શત્રુઓથી રક્ષણ પણ પૂરું પાડતા હતા, અને તેમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી જતી હતી. આ કિલ્લાઓમાં કેટલાક ગુપ્ત ખંડો અને સુરંગો પણ બનાવવામાં આવી હતી, જેના વિષે માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને જ જાણકારી હતી. અને હવે જ્યારે રાજાઓનું રાજ નથી ચાલતું તો પુરાતત્વ વિભાગ માટે રિસર્ચ કરવા માટે આ કિલ્લાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેમાં તેમને આવા કિલ્લાઓના રહસ્ય જાણવા મળે છે.

ગોહદમાં બેસલી નદી પાસે બનેલા રાજા ભીમ સિંહ રાણાના કિલ્લામાં પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા ખોદકામ દરમ્યાન એ રહસ્ય પરથી પડદો ઉઠી ગયો છે કે, કિલ્લાના મહેલમાં કેટલું પણ પાણી નાખો તે બહાર નથી નીકળતું. ખોદકામ દરમ્યાન આ કિલ્લામાં 10 ફૂટની ઉંડાઈએ ઈંટ અને પથ્થરથી બનેલું 2 ફૂલ પહોળું નાળું મળી આવ્યું છે, જે મહેલની ચારેય તરફ બનેલું છે. કિલ્લાની અંદરનું બધું પાણી આ નાળામાંથી જ વહી જાય છે.

રાજા સિંધવદેવ બીજાએ ઈસ. 1600 માં કિલ્લામાં પાણીના નિકાલ માટે આ રસ્તો બનાવ્યો હતો. જણાવી દઈએ કે વર્ષ 2007 સુધી ગોહદના બધા શાસકીય કાર્યાલય આ જ કિલ્લામાં સંચાલિત થતા હતા. એ સમયે નગરમાં એ ચર્ચાનો વિષય હતો કે, ગોહદ ન્યાયાલય ભવનમાં કેટલું પણ પાણી નાખો, તેનું એક પણ ટીપું બહાર નથી નીકળતું.

ચોથા માળે પહોંચાડે છે સુરંગ :

ખોદકામ દરમ્યાન મહેલના પ્રાચીર પર બનેલી સીડીઓમાં એક રસ્તો એવો નીકળ્યો છે, જેનાથી રાજાનો ઘોડો સીધો ચોથા માળ પર પહોંચી જતો હતો. જણાવવામાં આવે છે કે, ઘણા વર્ષ પહેલા આ સુરંગને કોઈ અધિકારી દ્વારા બંધ કરવામાં આવી હતી.

ખોદકામમાં શીશ મહેલ અને પ્રાચીન ભઠ્ઠીઓ પણ મળી :

ખોદકામ દરમ્યાન રાની મહેલમાં એક વિશેષ શીશ મહેલ મળ્યો છે, જેને ઈસ 1600 નો જ જણાવવામાં આવી રહ્યો છે. આ કિલ્લામાં પાણીને ગરમ-ઠંડુ કરવાની પદ્ધતિ હતી. એમાં સ્નાનાગારની નજીક કુંડ પણ મળ્યા છે જેમની નીચે ભઠ્ઠી બની છે. રાણીઓ સ્નાનાગારમાં નહાતી હતી. એટલા માટે કિલ્લામાં એક કૂવો હતો જેમાંથી સ્નાનાગાર સુધી પાણીની લાઈન બનાવવામાં આવી હતી.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.