જે લોકો જીવનમાં એકલા છે તેમણે દુઃખી થવાની જરૂર નથી, આ પક્ષીનો વિડીયો જોઈને બધા દુ:ખ ભૂલી જશો.

પક્ષીનો આ વિડીયો એકલું જીવન જીવતા લોકોને આપે છે કામનો મેસેજ, જુઓ એવું તે શું ખાસ છે આ તેમાં.

પ્રાણીઓ અને પક્ષીઓ સાથે જોડાયેલા વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા ફેમસ થતા રહે છે. આ વિડીયો યુઝર્સને ખૂબ પસંદ પણ આવે છે. તેમાંથી ઘણા વિડીયો આપણને આશ્ચર્યચકિત કરી દે છે. અને એવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે. આ વિડીયો એક પક્ષીનો છે. પક્ષીનો આ વિડીયો જીવનમાં એકલા રહેતા લોકોએ ખાસ જોવો જોઈએ. કારણ કે વિડીયોમાં દેખાતું પક્ષી સિંગલ લોકોને મોટો પાઠ શીખવી રહ્યું છે.

સી-સૉ પર મસ્તી કરતું પક્ષી જોવા મળ્યું : આ વિડીયોમાં એક પક્ષી સી-સૉ (seesaw – ઊંચેનીચે હીંચવાનો ચીંચવો) પર મસ્તી કરતું જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પક્ષી એકલું એકલી સી-સૉની મજા માણી રહ્યું છે.

આ વિડીયો જોઈને સૌથી પહેલા તમને તમારું બાળપણ યાદ આવશે. એ પછી તમે વિચારવા માટે મજબૂર થઈ જશો કે, એક પક્ષી પણ જાણે છે કે જીવનમાં ભલે ગમે તેટલી એકલતા કેમ ન હોય, પણ ક્યારેય દુઃખી ન થવું જોઈએ.

આ ક્યૂટ વિડિયો Buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, એક પક્ષી સી-સૉ પર એકલું મસ્તી કરી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે, સી-સૉ પર ઉચક નીચક માટે બે વ્યક્તિની જરૂર પડે છે, પરંતુ આ પક્ષી તેના પર એકલું જ મજા માણી રહ્યું છે. વિડીયો જોઈને એવું લાગતું જ નથી કે પક્ષીને કોઈ પાર્ટનની જરૂર છે. તે પોતાની મસ્તીમાં જ મગ્ન છે.

આ વિડીયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે વિડીયો પર પોતાનો પ્રતિભાવ નોંધાવ્યો છે. વિડીયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘મને મારું બાળપણ યાદ આવી ગયું.’ અન્ય એક યુઝરે વિડીયો પર કોમેન્ટ કરી કે, ‘મને પક્ષી સાથે પ્રેમ થઈ ગયો છે.’ આ વિડીયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેમજ આ વિડીયોને 19 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.