સેહવાગે કર્યો ઘડાકો, કહ્યું – ‘સાસરી વાળાઓએ મને ઘરમાંથી બહાર કાઢવા માટે બોલાવી હતી પોલીસ’

સેહવાગને ઘરમાંથી બહાર કાઢવા માટે તેના સાસરી વાળાઓએ બોલાવી હતી પોલીસ, જાણો તેનું કારણ

વીરેન્દ્ર સહવાગને એક ઉત્તમ ક્રિકેટર તરીકે ઓળખવામાં આવે છે અને તેની બેટીંગે ઘણી બધી મેચોમાં ભારતીય ટીમને જીત અપાવી છે. એક નાના એવા શહેર માંથી આવનારા વીરેન્દ્ર સહવાગે ક્રિકેટ જગતમાં ઘણી ખ્યાતી મેળવી છે અને નિવૃત્તિ લીધા પછી પણ ક્રિકેટના ચાહકો વીરેન્દ્ર સહવાગને નથી ભૂલ્યા. એક મહાન ક્રિકેટર હોવા સાથે સાથે વીરેન્દ્ર સહવાગને એક સજ્જન માણસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે હંમેશા સામાજિક કાર્ય પણ કરતા જોવા મળે છે.

હાલમાં જ વીરેન્દ્ર સહવાગે પોતાના ચાહકોને પોતાના જીવન સાથે સંકળાયેલી રસપ્રદ વાત સંભળાવી અને જણાવ્યું કે શા માટે તેના સાસરિયા વાળાએ એક વખત પોલીસને ઘરે બોલાવી હતી. વીરેન્દ્ર સહવાગના જણાવ્યા મુજબ એક વખત તેને સાસરીયા માંથી કાઢવા માટે તેના સાસરીયા વાળાને પોલીસની મદદ લેવી પડી.

એક ટીવી ઈન્ટરવ્યું દરમિયાન વીરેન્દ્ર સહવાગે તે વાતની સ્પષ્ટતા કરી અને ઈન્ટરવ્યુમાં સહવાગે જણાવ્યું કે, જયારે હું પહેલી વખત લગ્ન કર્યા પછી મારી પત્નીના ઘરે ગયો હતો, તો મને ત્યાંથી કાઢવા માટે સાસરીયા વાળાએ પોલીસને ફોન કર્યો. કેમ કે મને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઘરની બહાર આવી ગયા હતા.

વીરેન્દ્ર સહવાગના જણાવ્યા મુજબ તેના સાસરિયાના ઘરની બહાર ૧૦ હજાર લોકો જમા થઇ ગયા હતા અને આટલા લોકોને જોઇને પોલીસની મદદ માગવી પડી. પોલીસના આવ્યા પછી જ વીરેન્દ્ર સહવાગને ઘર માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના પછી સહવાગે જણાવ્યું કે મેં તે દિવસથી નક્કી કરી લીધું કે હું ફરી વખત સાસરિયામાં નહિ જાઉં. નહિ તો ફરી પાછા નીકળવામાં મુશ્કેલી ઉભી થઇ જાય.

કર્યા હતા પ્રેમ લગ્ન :-

વીરેન્દ્ર સહવાગના લગ્ન આરતી સાથે વર્ષ 2004માં થયા હતા. વીરેન્દ્ર સહવાગ આરતીને ઘણા સમયથી ઓળખતા હતા અને તે તેના પ્રેમ લગ્ન હતા. વીરેન્દ્ર સહવાગના જણાવ્યા મુજબ તે આરતીને 14 વર્ષથી ઓળખતા હતા અને જયારે તે 21 વર્ષના હતા, ત્યારે તેણે આરતીને પ્રપોઝ કરી હતી. વીરેન્દ્ર સહવાગ અને આરતીના સંબંધ દોસ્તીથી શરુ થયા હતા અને ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ.

સહવાગે લગભગ ૩ વર્ષ સુધી આરતીને ડેટ કરી હતી અને વર્ષ ૨૦૦૪માં આરતી સાથે લગ્ન કરી લીધા હતા. સહવાગ જયારે પહેલી વખત આરતીને મળ્યા હતા, તો તેની ઉંમર 7 વર્ષની હતી અને આરતીની ઉંમર 5 વર્ષની હતી.

સહવાગ અને આરતીના લગ્ન દિલ્હીમાં થયા હતા અને તેના લગ્નમાં બોલીવુડ અને રાજકારણ જગતના ઘણા સેલીબ્રેટી આવ્યા હતા. આ બંનેના લગ્ન હરિયાણવી રીતી-રીવાજથી થયા હતા. સહેવાગ અને આરતીને કુલ બે બાળકો છે. લગ્નના ત્રણ વર્ષ પછી આરતીએ આર્યવીરને જન્મ આપ્યો હતો અને વર્ષ 2010માં સહવાગ બીજી વખત પિતા બન્યા હતા. સહવાગના નાના દીકરાનું નામ વેદાંત છે.

સહવાગના લગ્નના ઘણા વર્ષ થઇ ગયા છે અને આજે પણ તે પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરે છે. સહવાગની પત્ની સહવાગનો બિજનેસ સંભાળી રહી છે અને સહવાગ દ્વારા ચાલવવામાં આવી રહેલી સ્કૂલોનું કામકાજ સંભાળી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.