સૈફના પહેલા લગ્નમાં 11 વર્ષની કરીનાએ કહ્યું : અભિનંદન અંકલ, સૈફે અભિનંદનનો આવો આપ્યો હતો જવાબ.

દીકરી સારા અલી ખાનની સાથે સૈફ અલી ખાન “કોફી વિદ કરન”ના મહેમાન બન્યા. આ દરમિયાન બંનેએ પોતાની પર્સનલથી પ્રોફેસનલ લાઈફ વિષે ઘણી બધી વાતો જણાવી. આ દરમિયાન સારા અલી ખાને સૈફની બીજી પત્ની એટલે પોતાની સાવકીમાં કરીના કપૂરની સાથે તેમની બોન્ડીંગ કેવી છે? આ વિષે પણ વાત કરી.

સારા સૈફની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી છે, જયારે કરીના સૈફની બીજી પત્ની છે. કરીના અને સારાની ઉમરમાં ફક્ત 13 વર્ષનો અંતર છે. એવામાં સારાની સામેં આ મુશ્કેલી હતી કે તે કરીનાને શું કહીને બોલાવે.

સારા સૈફ અને કરીનાના લગ્ન પછી વિચારતી હતી કે તે કરીનાને શું કહીને બોલાવે… શું તે તેમને કરીના આંટી કહી બોલાવી શકે છે? એવામાં સૈફે તેને જણાવ્યું હતું કે તે કરીનાને આંટી કહીને ન બોલાવે. સારા મુજબ સૈફે ક્યારેય તેને પર દબાવ કર્યું નથી કે તે કરીનાને નાની માં જેવા શબ્દોથી સંબોધિત કરે.

તેમના મુજબ, કરીનાને તે કરીના કે ફક્ત કે(K) પહેવાનું પસંદ કરે છે. સારા મુજબ જો તેમણે કરીનાને નાની માં કહે તો તેને પસંદ નથી આવતું. સારા શો દરમિયાન જણાવ્યું કે કરીના તેમણે ક્યારેય પણ માં કહેવાના વિષે કાઈ કહેતી નથી. કરીનાનું કહેવાનું છે કે તેમની પાસે ઘણી સારી માં અમૃતા સિંહ છે.

એટલા માટે કરીના તેમની સાથે સારી મિત્ર બનીને રહેવા માંગે છે. સારાએ જણાવ્યું કે તેમના ઘરમાં બાધા ખુશ છે. માં અમૃતા પોતાની જગ્યાએ ખુશ છે, સૈફ પોતાની જગ્યાએ ખુશ છે અને કરીના પોતાની જગ્યાએ ખુશ છે. જયારે કારણે તેને સવાલ પૂછ્યો કે કરીના સાથે શોપિંગ પર ગઈ છે? તો તેણે જણાવ્યું કે નહિ, પણ તે જવા માંગે છે.

સૈફ સાથે લગ્નના લગભગ અગિયાર મહિના પછી કરીને એક મૈગજીનને આપેલ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે બાળકો સાથે તેમની ટ્યુનીંગ કેવી છે? કરીનાએ જણાવ્યું કે તે બંને બાલકો સાથે ખુબ સ્પેશલ અને સ્ટ્રોંગ બોન્ડીંગ શેયર કરે છે. એટલું જ નહિ, તે જીવના ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મદદ કરે છે.

કરીનાએ જણાવ્યું હતું, “અમે મિત્રોની જેમ વર્તન કરીએ છીએ, કારણ કે તેમણે અમૃતના રૂપમાં એક શ્રેષ્ઠ માં મળી છે. તેમણે બાળકોનો ઉછેર ખુબ જ શ્રેષ્ઠ રીતે કર્યો છે” જણાવી દઈએ કે સારા સૈફ અને કરીનાના લગ્નમાં પણ આવી હતી તો ત્યાં, તેમણે અને તેમના ભાઈ અબ્રાહિમને કરીનાની સાથે પાર્ટીઝમાં પણ જોવામાં આવ્યા હતા.

જાણકારી માટે જણાવી દઈએ કે સૈફ અને અમૃતના લગ્ન ૧૯૯૧માં થયા હતા. તે સમયે કરીના લગભગ 11 વર્ષની હતી. તે પણ આ લગ્નમાં આવી હતી. કહેવામાં આવે છે કે કરીનાએ અભિનંદન આપતા જણાવ્યું હતું, “લગ્નની અભિનંદન સૈફ અંકલ” અને સૈફે પણ હસતા જણાવ્યું હતું કે “થૈંક યુ બેટા”. ૧૨ ઓગસ્ટ ૧૯૯૩ના રોજ સારાનો જન્મ થયો હતો.

સારાના જન્મના લગભગ ૮ વર્ષ પછી સૈફ અને અમૃતાએ દીકરા અબ્રાહિમને જન્મ (૨૦૦૧માં) થયો. આના ત્રણ વર્ષ પછી એટલે ૨૦૦૪માં સૈફ અને અમૃતાના છૂટાછેડા થઇ ગયા. સૈફે ૨૦૧૨માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા, જેમાં તેમને એક દીકરો તૈમુર અલી ખાન છે. તૈમુરનો જન્મ ૨૦ ડીસેમ્બર ૨૦૧૬ના રોજ થયો હતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.