સેંકડો ગરીબ બાળકોને ભણાવી રહી છે IAS પ્રિયંકા, બાળકો માટે જે કર્યું તે સરકાર પણ નથી કરી શકી.

આજે અમે એવી મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે એક IAS ઓફિસર છે, અને સમાજની સેવા સાથે સાથે ઘણા બાળકોના ભવિષ્યને સુધારવાનું કામ કરી રહી છે. જણાવી આપીએ કે ૨૦૦૯ બેચ ની આઈએએસ ઓફિસર પ્રિયંકા પહેલા ડોકટરીની ડીગ્રી લઇ ચુકી છે.

હાલના દિવસો માં પ્રિયંકા છત્તીસગઢ ની સામાજિક સમસ્યાઓ સુધારવા નું કામ કરી રહી છે. ખાસ કરીને તે ત્યાં ના બાળકો માટે. બાળકો ના ઉત્તમ ભવિષ્ય માટે તેમણે વર્ષ ૨૦૧૬ માં ‘યશસ્વી જશપુર’ નામ ના એક અભિયાન શરુ કર્યો હતો, જેના દ્વારા હાયર સેકન્ડરી અને હાઇસ્કુલની સ્થિતિ સુધારી શકાય.

જાણો શું છે ‘યશસ્વી જશપુર’ અભિયાન : યશસ્વી જશપુરમાં જે પણ ફંડ જમા થાય છે તે ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન (SMF) દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ ફાઉન્ડેશન તે જીલ્લા માં બનાવવામાં આવ્યું છે જ્યાં સ્કૂલો અને શિક્ષણની ગુણવત્તામાં ઘણો સુધારો કરવાની જરૂર છે. જે પણ પૈસા આ ફંડ માંથી મળે છે, તે જીલ્લાના વિકાસ માટે ખર્ચ કરી દેવામાં આવે છે.

તે આ ફંડ માંથી છત્તીસગઢમાં ઘણો સુધારો આવ્યો છે. જેમાં ૧૪૩ સરકારી સ્કુલ માંથી ૫૧ સ્કૂલોમાં પરિણામ ૧૦૦ ટકા રહ્યું છે. જણાવી આપીએ કે આ ટકા આ વર્ષે પાસ થયેલા ૧૦ અને ૧૨ માં પાસ થયેલા વિદ્યાર્થીઓ નું છે. તે જશપુર જીલ્લા રાયપુરથી લગભગ 300 કી.મી.ના અંતરે છે. જ્યાં આદિવાસીઓની વસ્તી ૬૭ ટકા છે.

પરિણામ ૧૦૦ ટકા આવવું એક સમયનું જશપુર માટે એક સપનું હતું, પરંતુ આજે પ્રિયંકા શુક્લાને કારણે જ એ શક્ય થઇ શક્યું છે. તેણે જણાવ્યું જે બાળકો સારો દેખાવ કરે છે, તેને બીજા સ્થળે વિમાનમાં ફરવા પણ લઇ જવામાં આવે છે.

કેવી રીતે મેળવ્યું ઉત્તમ પરિણામ :-

પ્રિયંકા એ જણાવ્યું સરકારી સ્કુલમાં સમયપત્રકમાં પહેલા, અમે ઘણી વસ્તુને જોડી. જેથી બાળકોને ફાયદો મળી શકે. તેના માટે શિક્ષણ વિભાગના આધિકારીઓની મદદ પણ લેવામાં આવી. અભ્યાસ માટે મોક પ્રશ્ન પત્ર તૈયાર કરવામાં આવે છે અને પછી જીલ્લાના બાળકોને મોકલવામાં આવે છે.

જે વિધાર્થીઓ સારો દેખાવ કરે છે, તેમના કામને યશસ્વી જશપુરની વેબસાઈટ ઉપર પણ દેખાડવામાં આવે છે. તેવામાં બાળકોનો ઉત્સાહ ઘણો વધે છે. પ્રિયંકાની આ પહેલ એ ઘણા બાળકોનું ભવિષ્ય સુધારવાનું કામ કરી રહી છે.

સમાજ માટે પ્રિયંકા એ ઘણા કામ કર્યા છે. તેમણે ગયા વર્ષે ઓગસ્ટમાં સ્થાનિક પ્રશાસન એ માનવ દાણચોરીથી પીડિતો માટે બેકરી ખોલવામાં મદદ કરી હતી. જેનું નામ ‘બેટી જિંદાબાદ બેકરી’ રાખવામાં આવ્યું હતું. જણાવી આપીએ કે આ બેકરી ૨૦ છોકરીઓ એ મળીને શરુઆત કરી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.