પાણીપુરી વેચી, ભૂખ્યો ટેન્ટમાં ઊંઘ્યો અને હવે વિશ્વ કપમાં પાક વિરુદ્ધ બનાવી શતક

ભારતીય અંડર 19 ટીમમાં શામેલ થયેલા ક્રિકેટર યશસ્વી જાયસવાલની સ્ટોરી કાંઈક એવી છે, જે ખરાબ સમયમાંથી પસાર થઈને કોઈ વ્યક્તિના સફળ થવાને દર્શાવે છે, જેનાથી આખી દુનિયા ચકિત રહી જાય. કદાચ ઘણા ઓછા લોકો જ જાણે છે કે તેમણે આ સ્થાન પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે.

આજે અમે તમને 17 વર્ષના યશસ્વી જાયસવાલની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેણે હાલમાં જ પોતાની સ્ટોરીથી દરેકને ચકિત કરી દીધા છે. આજના સમયમાં યશસ્વી જાયસવાલનું નામ ઇન્ડિયન ક્રિકેટ પ્રેમીઓ માટે અજાણ્યું નથી રહ્યું. અંડર 19 ટીમના આ બેટ્સમેનની રમતના ફેન્સની સંખ્યા ઝડપથી વધતી જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, ગયા મંગળવારે પોચેસ્ત્રરુમ (સાઉથ આફ્રિકા) માં યશસ્વીએ પાકિસ્તાન સામે જે રીતે રમતનું પ્રદર્શન કર્યું તેને જોઈને એ વાત કહી શકાય છે કે, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સંપૂર્ણ રીતે સુરક્ષિત હાથોમાં છે. આ પારીમાં યશસ્વીએ અણનમ 105 રન બનાવ્યા અને છેલ્લા બોલ પર સિક્સ સાથે ટીમને જીત અપાવી અને સાથે જ પોતાની સદી પુરી કરી.

આ બેટ્સમેનની સ્ટોરી મુંબઈના રસ્તાથી શરૂ થઈને હવે વર્લ્ડ કપ સુધી પહોંચી ગઈ છે. ગયા વર્ષે ભારતીય અંડર 19 ટીમે શ્રીલંકા ટીમને 144 રનથી હરાવીને છઠ્ઠી વાર એશિયા કપ પોતાના નામે કરી લીધો. આ સિરીઝ દરમિયાન ઘણા બધા ખેલાડીઓએ ઘણું સારું પ્રદર્શન કર્યું, અને તે જ ખેલાડીઓમાંથી એક હતા યશસ્વી જાયસવાલ. ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વીએ ફાઇનલ મેચ દરમિયાન 85 રનની પાળી રમી હતી. તેના સિવાય યશસ્વીએ ત્રણ મેચોમાં 214 રન બનાવ્યા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, યશસ્વી મુંબઈના મુસ્લિમ યુવાઈટેડ ક્લબમાં ગાર્ડ સાથે ત્રણ વર્ષ સુધી ટેંટમાં રહ્યા, જે તેમના સંઘર્ષની સ્ટોરી જણાવે છે. તે પહેલા યશસ્વી ડેરીમાં કામ કરતા હતા, જ્યાં તેમણે ઘણી રાત ભુખા પસાર કરવી પડતી હતી. સૌથી દુઃખદ વાત એ છે કે, યશસ્વીને તે ડેરીમાંથી ભગાડી દેવામાં આવ્યા અને તે સમયે તે ફક્ત 11 વર્ષના હતા. યશસ્વીએ તે મુશ્કેલ સમય ફક્ત પોતાના સપનાના આધારે પસાર કર્યો કે, એક દિવસ તે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમશે.

યશસ્વી પોતાની આંખોમાં ક્રિકેટ રમવાનું સપનું લઈને ઉત્તરપ્રદેશથી મુંબઈ આવ્યા હતા. આ સપનાને કારણે તેમની અંદર મુશ્કેલી સહન કરવાની શક્તિ આવતી હતી. આજના સમયમાં પુરા 6 વર્ષ પસાર થઈ ગયા છે. હવે યશસ્વીની ઉંમર 17 વર્ષ થઈ ગઈ છે. હવે યશસ્વી એક મધ્યક્રમના ધમાકેદાર બેટ્સમેન છે. યશસ્વીનું નામ જલ્દી જ શ્રીલંકા ટૂર માટે ઇન્ડિયા અંડર 19 ટીમ સાથે જોડાવાનું છે. મુંબઈના અંડર 19 કોચ સતીશ સામંતે જણાવ્યું કે, યશસ્વી જાયસવાલની અંદર ક્રિકેટ ટીમની અસાધારણ સમજ છે, અને સાથે જ તેમની એકગ્રતા પણ અચૂક છે.

યશસ્વીના પિતા ઉત્તર પ્રદેશના ભદોહીમાં એક નાનકડી દુકાન ચલાવે છે. યશસ્વીના બે ભાઈઓમાં નાના છે અને બાળપણથી ક્રિકેટર બનવાનું સપનું જોતા હતા. પોતાના સપના પુરા કરવા માટે યશસ્વી મુંબઈ આવ્યા. મુંબઈ આવીને તે પોતાના કાકા સંતોષ પાસે રહેવાના હતા. પણ મુંબઈ આવીને ખબર પડી કે તેમના કાકાના ઘરમાં વધારે મહેમાનોના રોકાવા માટે જગ્યા નથી. એટલા માટે તે એક ટેંટમાં રહેવા લાગ્યા. યશસ્વી કહે છે કે, આ ઘટના તે સમયની છે, જયારે તેમને કમલાદેવીમાં રહેલી એક ડેરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

આખો દિવસ ક્રિકેટ રમ્યા પછી તેમની અંદર એટલી શક્તિ બચતી ન હતી કે તે દુકાનમાં કામ કરી શકે, એટલા માટે તે દુકાનમાં જઈને સીધા સુઈ જતા હતા. એક દિવસ ડેરીના માલિકે તેના સામાનને દુકાનની બહાર ફેંકી દીધો. ત્રણ વર્ષ સુધી તે ટેંટને પોતાનું ઘર સમજીને રહ્યા. તે પોતાની તકલીફો વિષે પોતાના ઘરવાળાને જણાવવા માંગતા ન હતા.

ક્યારેક ક્યારેક તેમના ઘરવાળા થોડા પૈસા મોકલી દેતા હતા. પણ તે પૈસા ખર્ચ પૂરો કરવા માટે મુશ્કેલ હતા. એટલા માટે તે નવરાશના સમયમાં પાણીપુરી વેચતા હતા જેથી થોડા પૈસા આવી જાય. ક્યારેક ક્યારેક એવું થતું હતું કે તેમણે ખાલી પેટ જ ઊંઘવું પડતું હતું.

યશસ્વી પૈસા કમાવા માટે ખુબ મહેનત કરતા હતા. તે મોટા મોટા ખેલાડીઓ સાથે ક્રિકેટ રમીને અને રન બનાવીને એક અઠવાડિયામાં 200-300 રૂપિયા કમાઈ લેતા હતા, તે પોતાનો લંચ અને ડિનર ટેંટમાં જ કરતા હતા. તેમનું કામ રોટલી બનાવવાનું હતું. રોજ રાત્રે મીણબત્તીના પ્રકાશમાં તે ડિનર કરતા હતા, કારણ કે ટેંટમાં લાઈટ ન હતી.

અંડર 19 ક્રિકેટ ટીમમાં પસંદ થવા પહેલા આઝાદ મેદાનમાં એવી વાતો થવા લાગી હતી કે, એક પ્લેયરને મદદની જરૂર છે. તેમની પરિસ્થિતિમાં ત્યારે સુધારો આવ્યો જયારે, એક સ્થાનિક કોચ જ્વાલા સિંહ યશસ્વીની મદદ માટે આગળ આવ્યા. ક્રિકેટ કોચ જ્વાલા સિંહની મદદ પછી યશસ્વીની પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો. હવે ખુબ જલ્દી યશસ્વી શ્રીલંકા ટુર માટે ઇન્ડિયા અંડર 19 ટીમ માટે રમવાના છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.