મિસાલ : આજે પણ મંદિરની સામે ચા-બિસ્કિટ વેચે છે સૌથી મોટા પ્રદેશના મુખ્યમંત્રીની બહેન

મોહમાયા છોડીને વૈરાગી બનવું શું હોય છે, એ કોઈ યોગી આદિત્યનાથ અને તેના પરિવારને પૂછો. ગોરક્ષનાથ પીઠ જેવા પ્રસિદ્ધ મંદિરના મહંત અને પાંચ વખત સાંસદ અને હવે મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમનો પરિવાર એ હાલતમાં છે જેવા પહેલા હતા. જયારે યોગી મહંત પણ ન હતા. યોગી આદિત્યનાથ સન્યાસી બનવા માટે એક વખત ઘરની બહાર નીકળ્યા તો પછી પાછું વળીને જોયું નહી.

આજે જે એક વખત સાંસદ – ધારાસભ્ય બનતા જ લોકો પોતાના પરિવારના સંબંધિઓને માલામાલ કરી દે છે, ત્યાં યોગી આદિત્યનાથ ત્યાગ અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડે છે. તે આવી રીતે તેવા રાજકારણીઓને અરીસો દેખાડે છે. મુશ્કેલીમાં દિવસો પસાર થઈ રહ્યા છે બહેનોના. ત્રણ બહેનો માંથી સૌથી મોટી બહેન શશી ઋષિકેશથી લગભગ ૩૦ કી.મી. ઉપર જંગલોમાં ઝુપડી જેવી દુકાન દ્વારા ગુજરાન ચલાવી રહી છે. તે નીલકંઠ મંદિરથી ઉપર પાર્વતી મંદિર પાસે પ્રસાદ, ફૂલ માળા અને બિસ્કીટ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.

આમ તો તે યોગી આદિત્યનાથની બે બહેનો ઠીક-ઠાક પરિવારમાં છે. માત્ર શશીને જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બહેનનું કહેવું છે કે આજથી ૨૭ વર્ષ પહેલા જયારે યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના પંચુર ગામમાં રહેતા હતા, તો આખું કુટુંબ દરેક તહેવારને એક સાથે મળીને મનાવતા હતા.

યોગી કહેતા હતા કમાઇશ તો ગીફ્ટ આપીશ :

યોગીની બહેન શશીનું કહેવું છે, કે નાનપણમાં રક્ષાબંધનના તહેવારના દિવસે તે પોતાના ચારે ભાઈઓ સામે બેસીને રાખડી બાંધતી હતી. અને ભેંટના નામે યોગી આદિત્યનાથ ઉર્ફ અજય બિષ્ટ તેમને એવું કહેતા હતા, કે અત્યારે તો હાલમાં હું કાંઈ કમાતો નથી, પરંતુ જયારે હું મોટો થઇ જઈશ તો તમને ઘણી બધી ભેંટ આપીશ. અને અજય બિષ્ટ ઉર્ફ યોગી આદિત્યનાથ નાનપણમાં રક્ષાબંધનના તહેવાર પર પોતાના પિતા પાસેથી પૈસા લઇને પોતાની ત્રણે બહેનોને આપતા રહેતા હતા. શશી જણાવે છે કે પૈસા આપ્યા પછી યોગી આદિત્યનાથ પિતાના જતા રહ્યા પછી તેમની પાસે એ જ પૈસા ફરી માંગતા હતા.

આજના યોગી આદિત્યનાથ ૨૭ વર્ષ પહેલા અજય બિષ્ટ તરીકે ઓળખતા હતા. તે એ સમય હતો, જયારે તે ઘર છોડીને ગોરખપુર પહોચ્યા હતા. બહેનનું કહેવું છે કે ત્યાર પછીથી તે ક્યારે યોગીને નથી મળી. ત્યારથી ભાઈના કાંડા ઉપર રાખડી ન બાંધી શકવાનો તેમને દર વખતે અફસોસ રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

વિડિયો :