આર્મીએ મીડિયા અને લોકોને કરી છે વિનંતી કે શહીદો ના પરિવારના રડતા–કકળતા…

ગયા ગુરુવાર ના રોજ પુલવા માં થયેલા આતંકવાદી હુમલા થી દેશ માં ગુસ્સો, ગર્વ અને આંસુ નું વાતાવરણ છે. દરેક આંખો ભીની થઇ ગઈ, શનિવાર ના રોજ શહીદો ને અંતિમ વિદાઈ આપવામાં આવી રહી હતી. તે વખતે જ્યાર થી અહિયાં દુર્ઘટના થઇ છે, ત્યાર થી મીડિયા ચેનલ્સ તેની ઉપર ચાલી રહેલી પળે પળ ની અપડેટ દેખાડી રહ્યા છે અને લોકો ને તેની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આર્મી એ તેનો વાંધો ઉઠાવ્યો છે.

આર્મીએ મીડિયા વર્ગ ને સલાહ આપી છે કે તેની ઉપર થોડું વિશેષ જ અપડેટ દેખાડે અને શહીદ ના કુટુંબીજનો સાથે જોડાયેલી કોઈ અપડેટ ન દેખાડે. તો આવો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું વિશેષ છે?

૧૪ ફેબ્રુઆરી થી સતત તમે મીડિયા માં ચાલી રહેલી આતંકી હુમલા સાથે જોડાયેલા સમાચાર જોઈ રહ્યા છો અને તમે આ સમાચારો ને મિસ પણ નથી કરવા માંગતા. ખાસ કરી ને ઈમોશનલી ટચ માટે મીડિયા હાઉસ શહીદો ના કુટુંબીજનો ના રડતા કકળતા ફોટા ને તમારા સુધી પહોચાડી રહ્યા છે, જેથી તમે તેના દુખ નો અનુભવ કરી શકો, પરંતુ આર્મી એ હવે તેની સામે વાંધો વ્યક્ત કર્યો છે અને મીડિયા વર્ગ ને સલાહ પણ આપી દીધી છે. આર્મી એ કહ્યું કે તમે શહીદો ના કુટુંબીજનો ના રડતા કકળતા ફોટા ન દેખાડે.

મીડિયા એ તેનાથી દુર રહેવું જોઈએ – આર્મી

આર્મી એ મીડિયા ને વિનંતી કરતા કહ્યું કે તમે લોકો શહીદ ના કુટુંબીજનો ના રડતા કકળતા ફોટા ન દેખાડો. તે ઉપરાંત આર્મી એ આગળ જણાવ્યું કે પુલવા માં હુમલા પછી આખા દેશ માં ગુસ્સા અને દુખ નું વાતાવરણ છે, એવી સ્થિતિ માં મીડિયા એ થોડું સાંચવવું જોઈએ અને શહીદો ના કુટુંબીજનો ને આમ રડતા કકળતા ન દેખાડે. થોડો તેમને સમય આપો અને પછી તેની સાથે વાત કરો, પરંતુ આ સમયે એમ કરવું યોગ્ય નથી. આર્મી એ આગળ જણાવ્યું કે આપણે બધા એ હિંમત સાથે કામ લેવું પડશે અને મીડિયા ને તેનાથી દુર રાખવું જોઈએ.

કેમ આપી આર્મી એ મીડિયા ને સલાહ?

ખાસ કરી ને આ આખા પ્રકરણ ઉપર આર્મી નું કહેવું છે કે જાણે અજાણે મીડિયા તે કરી રહ્યું છે જે આતંકવાદી ઈચ્છે છે. આર્મી એ સ્પષ્ટ કહ્યું કે આતંકવાદ એ ઈચ્છે છે કે દેશ માં ભય અને દુખ નું વાતાવરણ જળવાઈ રહે અને હવે મીડિયા કુટુંબીજનો ના ફોટા દેખાડી ને લોકો વચ્ચે દહેશત જાળવી રાખવા માટે અજાણતા માં કામ કરી રહી છે. આર્મી નું કહેવું છે કે આ ફોટા માંથી આતંકવાદીઓ નું મનોબળ વધે છે અને દેશ નું વાતાવરણ ખરાબ થાય છે. અમને સમય આપો અમે વીરગતી નો બદલો લઈશું.

સરકાર એ પણ કરી વિનંતી

પુલવા માં હુમલા ને લઇ ને સતત મીડિયા કવરેજ જે દેખાડતા મોદી સરકાર એ મીડિયા ને સલાહ આપી કે આવા વાતાવરણ માં કોઈ એવા સમાચાર ન પ્રસારિત કરવામાં આવે, જેના થી દેશ માં ભય કે હિંસા નું વાતાવરણ ઉભું થાય. એટલા માટે આ પ્રકાર ના સમાચાર થી દુર રહો. સાથે જ તેમણે મીડિયા ને અનુરોધ કર્યો કે કોઈપણ એવા સમાચાર ને પ્રસારિત ન કરો. જેના થી દેશ ની અખંડિતતા અને એકતા ઉપર આંચ આવે.