બ્રાઝિલના રાષ્ટ્રપતિનો ગંભીર આરોપ – બાળકોને સમલૈંગિક બનવા માટે ઉશ્કેરી રહ્યું છે WHO

WHO પર બ્રાઝિલના રાષ્ટ્રપતિએ લગાવ્યો ગંભીર આરોપ – તે બાળકોને સમલૈંગિક બનવા માટે ઉશ્કેરી રહ્યું છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોએ આ વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. બોલ્સોનારોએ દાવો કર્યો છે કે ડબ્લ્યુએચઓ યુવાનોને સમલૈગિક બનવા અને હસ્તમૈથુન કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યું છે.

રિયો. તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનોરોએ આ વખતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. બોલ્સોનારોએ દાવો કર્યો છે કે ડબ્લ્યુએચઓ યુવાનોને સમલૈગિક બનવા અને હસ્તમૈથુન કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યું છે. બોલ્સોનારોએ એક ફેસબુક પોસ્ટના માધ્યમથી ડબ્લ્યુએચઓ ઉપર આ વિવાદિત આક્ષેપો કર્યા હતા, જોકે પાછળથી તેમણે આ પોસ્ટ કાઢી નાખી હતી.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડબ્લ્યુએચઓ ઉપર ચીનની તરફેણ કરવાના આક્ષેપોને પણ બોલ્સોનારોએ સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત તેઓ સતત કોરોના ચેપ સામે ડબ્લ્યુએચઓની સૂચિત સામાજિક અંતર નીતિનો પણ વિરોધ કરી રહ્યા છે. તેમણે બુધવારે ફેસબુક ઉપર લખ્યું- ‘કેટલાક લોકો મને કહી રહ્યા છે કે કોરોના ચેપના મામલે ડબ્લ્યુએચઓ દ્વારા જણાવેલી વાતોનું અનુસરવા કહે છે. શું આપણે પણ તેમની પોલીસી માર્ગદર્શિકાને અનુસરીએ?

શૂન્યથી ચાર વર્ષના બાળકો માટે – તેમના શરીરના અમુક ભાગોને સ્પર્શથી સંતોષ અને આનંદ મેળવવો, ચારથી છ વર્ષના બાળકોને હસ્તમૈથુનની સલાહ આપવી. આટલી નાની ઉંમરના બાળકોને હસ્તમૈથુનની સલાહ આપવી અને સમલૈગિક સંબંધો માટે ઉશ્કેરવા. તે ઉપરાંત 9 થી 12 વર્ષની ઉંમરમાં પહેલા સેક્સ્યુઅલ અનુભવની પણ હિમાયત કરવી.

બોલ્સોનારોએ જે કહ્યું તેમાં કેટલું સત્ય?

તમને જણાવી દઈએ કે બોલ્સોનારોએ ડબ્લ્યુએચઓ નીતિ, સમલૈંગિકતા અથવા હસ્તમૈથુન અંગે બોલ્સોનારો દ્વારા કરવામાં આવેલા કોઈપણ દાવા ખોટા છે. આ અગાઉ, બોલ્સોનારોના સલાહકાર આર્થર વિનટ્રબે પણ ટ્વીટ કરીને આવા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું- ‘ડબ્લ્યુએચઓ માર્ગદર્શિકામાં શૂન્યથી ચાર વર્ષના બાળકને હસ્તમૈથુન, તેના શરીરના ભાગોને આનંદ અને સંતોષ પ્રાપ્ત કરવાની રીતો વિશેની માહિતી આપવાની હિમાયત કરી છે. શું આ સાચું છે?’

હકીકતમાં 2010 માં, ડબ્લ્યુએચઓએ ‘યુરોપ’ નામના એક હેલ્થઅને સેક્સ્યુઅલ હરાશ્મેંટ માર્ગદર્શિકા બહાર પાડી હતી. તેમાં સલાહ આપવામાં આવી હતી કે બાળકોને સેક્સ્યુઅલ હરાશ્મેંટથી બચાવવા માટે નાની ઉંમરમાં જ તેને અંગો અને અન્ય વસ્તુઓ વિશેની માહિતી આપવી જોઈએ, જેથી તેઓને ખબર પડી શકે કે તેમની સાથે શું થઈ રહ્યું છે.

આ ઉપરાંત મોટા થતા બાળકોની પોતાના શરીર પ્રત્યે જે જીજ્ઞાસા છે, તેને શાંત કરવા માટે શિક્ષણ પોલીસીમાં પણ જરૂરી ફેરફારનીનું સૂચન કર્યું હતું. બોલ્સોનારોએ જે વાતો શેર કરી છે. તે બધી ડબ્લ્યુએચઓ વિરુદ્ધ યુરોપ અને અમેરિકામાં ફેલાવવામાં આવેલા ફાર રાઇટ ગ્રુપ્સના પોપગેંડાનો એક ભાગ છે.

બોલ્સોનારોએ ભૂતકાળમાં બ્રાજીલિયામાં પણ એક સામાજિક અંતરનું પાલન કરવા માટે લોકડાઉન વિરુદ્ધ આયોજિત એક રેલીમાં જોડાયા હતા. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં કોરોના ચેપના 87,000 થી વધુ કેસો નોંધાયા છે, જ્યારે 6000 થી વધુ લોકોનાં તેમાં મોત નીપજ્યાં છે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.