લીવરમાં કચરાથી થાય છે ગંભીર બીમારીઓ, આવી રીતે ૧૦ મીનીટમાં કરે લીવર સાફ !!
૧) લીવર શરીરના મહત્વના અંગોમાંનું એક છે.
૨) એન્ટીબેક્ટેરીયલ ગુણોથી ભરપુર છે મધ અને પાણી.
૩) તે લીવરના રસના ઉત્પાદનને વધારે છે.
લીવર શરીરના મહત્વના અંગોમાનું એક છે. તે આપણા પાચન તંત્રમાંથી લોહીને ફિલ્ટર કરે છે. ચયાપચય, શરીરમાં લોહીની આપૂર્તિ (શરીર પોષણના મુખ્ય અને એક માત્ર આધાર) અને લોહીનું દબાણથી લઈને અન્ય તમામ ક્રિયાઓ માટે સીધી રીતે જવાબદાર અને જરૂરી હોય છે. લીવરના સ્વાસ્થ્યને જરા પણ ધ્યાન બહાર ન કરી શકાય કેમ કે આપણું સંપૂર્ણ સ્વાસ્થ્ય તેની ઉપર આધારિત છે. પણ આજની પેઢી સ્વસ્થ જીવન શૈલી ઉપર ધ્યાન નથી આપી રહી.
તેને કારણે ઘણા લોકોને લીવરના સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહેલ છે. અને લીવર સારું કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે.
આપણા દ્વારા લેવામાં આવતા ઘણા પ્રકારના ઝેરીલા પદાર્થ છે જે શરીરમાં લીવરના ખરાબ થવા માટે જવાબદાર છે.
પણ મધ અને પાણીથી તમે તમારા લીવરની સફાઈ કરી શકો છો.
મધ અને પાણી :
સવારે એક ગ્લાસ હુફાળા પાણીમાં લીંબુનો રસ અને મધ ભેળવીને પીવું આરોગ્ય માટે સારું રહે છે. તે વાત તો આપણે બધા જાણીએ છીએ પણ શું તમે જાણો છો, કે મધને ગરમ પાણી સાથે લેવાથી લીવરને ડીડોક્સ કરવા અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. અને નિયમિત સેવનથી આરોગ્ય સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓથી હંમેશા માટે છુટકારો મળી શકે છે.
પ્રતિરક્ષા પ્રણાલીને મજબુત બનાવવાની સાથે તે પરજીવીથી પાચન તંત્રને સાફ કરવામાં મદદ કરે છે. અને શરીરમાંથી ઝેરીલા પદાર્થોને મુક્ત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણોને કારણે તમારા શરીરની સંપૂર્ણ રીતે સફાઈ કરવામાં મદદ કરે છે.
લીવર માટે મધ અને પાણી :
સારા પાચન માટે સવારે ગરમ પાણીમાં મધ અને લીંબુ ભેળવીને પીવું જોઈએ. તે પેટને સાફ કરવામાં મદદ કરે છે. તે લીવરમાં રસના ઉત્પાદનને વધારે છે જેથી પાચનમાં મદદ મળે છે. લીંબુમાં રહેલ એસીડ તમને પાચન તંત્રમાં મદદ કરે છે, અને વધારાના ઝેરીલા પદાર્થને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.
તે ઉપરાંત મધ એક એન્ટીબેક્ટેરીયલ તરીકે કામ કરે છે, અને તમારા શરીરમાં રહેલ કોઈપણ ચેપને દુર કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત હુફાળા પાણી સાથે મધનું સેવન કરવાથી બીજા પણ ફાયદા થાય છે.
કબજિયાત દુર કરે :
આ મિશ્રણ કબજિયાત માટે તત્કાલ ઉપાય છે. તે આંતરડાને પ્રોત્સાહિત કરી મળ ત્યાગમાં મદદ કરે છે. તે ઉપરાંત તે આંત્ર મ્યુક્સમાં પ્રોત્સાહન આપે છે. પેટને હાઈડ્રેટ કરે છે અને સુકા મળને પાણીમાં પલાળી દે છે. આ બધાની એક સાથે હોવાથી મળ ત્યાગમાં મદદ કરે છે.
એનર્જી લેવલ વધારે :
મધ અને ગરમ પાણીથી શરીરમાં એનર્જીમાં પણ વધારો થાય છે. શરીરમાં વધુ એનર્જી ઉત્પન્ન થવાથી શરીરનું મેટાબેલીજ્મ અને કાર્યપ્રણાલીમાં વધારો થાય છે. મધ શરીરના અંગોને સારી રીતે કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
સવારના સમયે ગરમ પાણીમાં મધ લેવાથી તમે દિવસભર શક્તિવાન બનીને રહી શકો છો.
તમારા સંપૂર્ણ આરોગ્યનો સંપૂર્ણ આધાર તમારા લીવર ઉપર અટકેલો રહે છે. યોગ્ય ખાવા પીવાનું અને જીવનધોરણને અપનાવીને જો તમે તેનાથી સુરક્ષિત રહેશો તો તે તમને સુરક્ષિત રાખશે.