વસ્તી ગણતરી ૨૦૧૧ ના જણાવ્યા મુજબ આપણે ત્યાં લગભગ ૧૦૪ મીલીયન સીનીયર સિટીઝન્સ (૬૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના) છે, ૫૩ મીલીયન મહિલાઓ અને ૫૧ મીલીયન પુરુષ છે. સંયુક્ત રાષ્ટ વસ્તી ગણતરી વિભાગ અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા જાહેર એક રીપોર્ટ દ્વારા જાણવામાં આવ્યું છે, કે ભારતમાં સીનીયર સિટીઝન્સની સંખ્યા ૨૦૨૬ સુધી ૧૭૩ મીલીયન સુધી વધવાની શક્યતા છે.
સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ગણતરી વિભાગના રીપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ૨૦૦૦ થી ૨૦૫૦ વચ્ચે ભારતની કુલ વસ્તી વધારો ૫૬ % રહેશે, જેમાં ૬૦ વર્ષથી વધુના લોકોની સંખ્યા ૩૨૬ % વધશે અને ૮૦ વર્ષથી વધુના વૃદ્ધોની સંખ્યામાં ૭૦૦ % વધારો થશે. એવી રીતે ૨૦૫૦ સુધી ભારતની કુલ વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા ૧૯% હશે.
ભારતમાં મોટાભાગે સરકારી અને પ્રાઈવેટ નોકરીઓમાં નિવૃત્ત થવાની ઉંમર ૬૦ વર્ષ નક્કી છે. તેનું મુખ્ય કારણ છે કે આ સમય પછી લોકોનું શરીર નબળું અને યાદશક્તિ ઓછી થવા લાગે છે. આવી રીતે સરકારી અને સામાજિક રીતે ૬૦ વર્ષથી વધુના લોકોને સીનીયર સીટીઝન ગણી લેવામાં આવે છે.
આ લેખમાં અમે એ સુવિધાઓ અને રાહત વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સરકાર દ્વારા સીનીયર સીટીઝન્સને આપવામાં આવે છે.
૧. ઇન્કમટેક્ષમાં રાહત : ભારતમાં સીનીયર સિટીઝન્સને બે ભાગમાં વહેચવામાં આવે છે. જે વ્યક્તિઓની ઉંમર ૬૦ થી ૭૯ વચ્ચે છે તેને સીનીયર સીટીજન્સ કહેવામાં આવે છે. અને જેમની ઉંમર ૮૦ વર્ષ અને એનાથી વધુ છે તેને સુપર સીનીયર સિટીઝન્સની શ્રેણીમાં મુકવામાં આવે છે.
ભારતમાં આ બન્ને પ્રકારના સીનીયર સિટીઝન્સને આવકવેરામાં રાહત આપવામાં આવી છે. જાણકારી મુજબ ૬૦ થી ૭૯ વર્ષની વચ્ચેના સીનીયર સિટીઝન્સને ૩ લાખ રૂપિયા પ્રતિ વર્ષ સુધી આવક ઉપર ઇન્કમટેક્ષ આપવાની જરૂર નથી. તે ઉપરાંત સુપર સીનીયર સીટીઝનને ૫ લાખ વાર્ષિક મુજબ ઇન્કમટેક્ષ આપવાની જરૂર નથી.
૨. રેલ્વે અને બસ ભાડામાં રાહત : ભારતીય રેલ્વે સીનીયર સીટીઝન પ્રવાસીઓને ટીકીટમાં રાહત આપે છે. રાહત માટે પુરુષ માટે ૬૦ વર્ષની ઉંમર મર્યાદા નક્કી છે. જો કોઈ વ્યક્તિ ૬૦ વર્ષના છે તો તેને તમામ ક્લાસની ટીકીટ ઉપર ૪૦% રાહત મળશે. મહિલાઓ માટે ઉંમર મર્યાદા ૫૮ વર્ષ છે, અને તેને તમામ ક્લાસની ટીકીટ ઉપર ૫૦ % રાહત મળે છે. આ ઓફર દરેક પ્રકારની ટ્રેન જેમ કે શતાબ્દી, રાજધાની, દુરંતો, એક્સ્પ્રેક્ષ અને મેલ ટ્રેનોમાં મળે છે.
થોડી મ્યુનીસીપલ કોર્પોરેશન અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા સીનીયર સિટીઝન્સને બસ ભાડામાં રાહત આપવામાં આવે છે. તે ઉપરાંત બસની થોડી સીટો પણ સીનીયર સિટીઝન્સ માટે રીઝર્વ રહે છે. ધ્યાન રાખશો જયારે પણ કોઈ વૃદ્ધ ટીકીટ ખરીદે તો તેમણે પોતાની ઉંમરનું પ્રમાણપત્ર દેખાડવું જરૂરી હોય છે.
સરકારે સીનીયર સિટીઝન્સ માટે ટીકીટ આરક્ષણ કેન્દ્ર ઉપર અલગ ટીકીટ કેન્દ્ર પણ બનાવ્યું છે. તેનાથી સરકાર તમામ મુખ્ય સ્ટેશનો ઉપર વ્હીલ ચેયર સુવિધા પણ પૂરી પાડે છે.
૩. વિમાન પ્રવાસ ભાડામાં રાહત : જો કોઈ સીનીયર સીટીઝનની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે અને તે ભારતના નાગરિક છે, તો તેને ડોમેસ્ટીક ટ્રીપ માટે ૫૦ % નું ડિસ્કાઉન્ટ મળશે. સરકારી કંપની એયર ઇન્ડિયા ૬૦ વર્ષથી વધુ ઉંમર વાળા નાગરિકોને ટીકીટ દરમાં ૫૦ % ની રાહત આપે છે. આ છૂટ એયર ઇન્ડિયાના વિમાનથી વિદેશ જવા વાળા વૃદ્ધ નાગરિકોને પણ મળે છે.
૪. સીનીયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ ઉપર વધુ વ્યાજ : ભારતના સીનીયર સિટીઝન્સને બેંકોમાં જમા રકમ ઉપર વધુ વ્યાજ મળે છે. પરંતુ લોન ઓછા દર ઉપર મળી જાય છે. હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સીનીયર સિટીઝન્સ માટે એક કરોડ રૂપિયાથી નીચેની જમા રકમ ઉપર ૫ થી ૧૦ વર્ષ માટે જમા કરવા ઉપર ૭.૩૫ % ના દરથી વ્યાજ મળે છે. જો કે તે સમયગાળા અને રકમ માટે બીજા ખાતા ધારકને માત્ર ૬.૮૫ % ના દરથી વ્યાજ મળે છે. તે ઉપરાંત સરકાર તરફથી આવા પ્રકારની જુદી જુદી સ્કીમના રીટર્ન ઉપર ટેક્સ પણ નથી લગાવવામાં આવતો.
૫. વૃદ્ધાવસ્થા પેન્શન : દેશ અને રાજ્યની સરકારો વૃદ્ધને ઘડપણમાં પણ સ્વાભિમાનથી જીવવા માટે વૃદ્ધાવસ્થા પેન્શન આપે છે. હાલમાં દિલ્હીની કેજરીવાલ સરકાર, ૬૦-૬૯ વર્ષ સુધીના વૃદ્ધ લોકોને દર મહીને ૨૦૦૦ રૂપિયા અને ૭૦ વર્ષથી વધુના વૃદ્ધો માટે ૨૫૦૦ રૂપિયા દર મહીને આપે છે.
આ માહિતી જાગરણ જોસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.