સેવ અને નુડલ્સ બનાવવાનો ધંધો કઈ રીતે શરુ કરવો જાણો ખુબ ઓછા રોકાણ નાં ધંધા વિષે

સેવ અને નુડલ્સ બનાવવાનો ધંધો એક સરળ ધંધો છે, જેને ઓછી જગ્યા અને ઓછા પૈસાથી શરુ કરી શકાય છે, નુડલ્સ આ સમયમાં બાળકો અને યુવાનોમાં ખુબ જ પ્રિય નાસ્તો છે, તે ખુબ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે અને લોકો ખુબ આનંદ થી તે ખાય પણ છે. બજારમાં ઘણી જાતના નુડલ્સ વેચાય છે જેમાં એ વિદેશી કંપનીઓ ઘણા નુકશાનકારક તત્વો ની સાથે ઘણી ગંદી પ્રક્રિયા થી બનાવતા હોય છે. તમે પણ તમારા નામથી નુડલ્સ બજારમાં વેચી શકો છો જે લોકો ને ચોખ્ખું આપવા ની ઈમાનદારી બતાવી વિશ્વાસ જીતશો તો લોકો એને ખરીદવા પ્રાયોરિટી આપશે. તે માટે નીચે આપવામાં આવેલ માહિતી જોઈ લો. અહિયાં નુડલ્સ અને સેવ બનાવવા થી માર્કેટીંગ સુધીની તમામ પ્રકારની જાણકારી આપવામાં આવેલ છે.

સેવ અને નુડલ્સ બનાવવા માટે જરૂરી મટીરીયલ્સ

તેના માટે જરૂરી સામગ્રી માં ફક્ત એક જ કાચા માલની જરૂર પડે છે. તેના કાચા માલમાં સૌથી નાના દાણા વાળો રવો અને ચોખ્ખા પાણીની જરૂર પડે છે.

કિંમત : સામાન્ય રીતે નાના દાણા વાળા રવાની કિંમત ૨૦ રૂપિયા કિલોગ્રામ છે.

સેવ અને નુડલ્સ બનાવવાનું મશીન:

તેના મશીનના ભાગ ખુબ સરળ છે, જેને ઓછામાં ઓછી જગ્યાએ ગોઠવી શકાય છે અને તેને કોઈ પણ સરળતાથી ઉપયોગ કરીને ચલાવી શકે છે. નુડલ્સ અને સેવ બન્ને એક જ જાતના મશીનમાં બની શકે છે. તે મશીનમાં નુડલ્સ બનાવવાની ડાઈ બદલી શકાય તેવી સુવિધા હોય છે. જેની મદદથી જુદા જુદા પ્રકારની જાડી પાતળી સાઈઝના નુડલ્સ બનાવી શકાય છે. આ મશીન જાતે જ ચલાવી શકો તેવું હોય છે. જે લાઈટથી ચાલે છે. (સૌથી નીચે વિડીયો માં બધી જ માહિતી છે)

ક્યાંથી ખરીદી શકાય : ગુગલ પર કે ઇંડિયા માર્ટ વેબસાઈટ પર નુડલ્સ મશીન વિષે રીસર્ચ કરો તો ઘણી વેચવા વાળી કંપનીઓ મળી રહેશે.

https://dir.indiamartડોટcom/impcat/noodle-machineડોટhtml

કિંમત : નુડલ્સ મશીનની કિંમત ઓછામાં ઓછી રૂપિયા ૩૫૦૦૦ થી શરુ થાય છે.(સૌથી નીચે વિડીયો માં બધી જ માહિતી છે)

સેવ અને નુડલ્સ બનાવવાની રીત :

નુડલ્સ બનાવવાની રીત ખુબ સરળ હોય છે. સેવ બનાવવાની રીત પણ તે મુજબની જ હોય છે. અહિયાં આ સરળ રીતનું વર્ણન કરવામાં આવેલ છે.

* સૌથી પહેલા રવાના લોટને સારી રીતે સાફ કરીને લોટ બાંધી લો. જેમાં જેટલો ઝીણો વાપરો એટલો સારો રહેશે.

* તેના મશીનમાં આપેલ સ્થાન ઉપર થોડો થોડો કરીને આ ઝીણા રવાને નાખતા રહો.

* મશીનની બીજી બાજુથી નુડલ્સ કે સેવ બનીને નીકળવા લાગે છે.

* આ રીતે આ આખી પ્રક્રિયામાં ખુબ ઓછા સમયમાં ઘણા બધા નુડલ્સ બનીને તૈયાર થઇ જાય છે. સેવ અને નુડલ્સ બનાવવાના ધંધા માટે કુલ ખર્ચ સેવ અને નુડલ્સ બનાવવા માટે ના ધંધાને ઉભો કરવા માટે કુલ ખર્ચ ઓછામાં ઓછા રૂપિયા ૩૫૦૦૦ થી રૂપિયા ૪૦૦૦૦ વચ્ચે થાય છે. એટલા પૈસામાં મશીન અને કાચો માલ બન્ને આવી જાય છે અને ધંધો શરુ થઇ જાય છે. આ ધંધા માટે ૧૦૦૦ ચોરસ ફૂટના રૂમની જરૂર પડી શકે છે.

સેવ અને નુડલ્સ બનાવવાના ધંધા માટે લાઇસન્સ:

લાઇસન્સ માટે ફૂડસ અને એન્વાયર્નમેટલ હાયઝીન ડીપાર્ટમેન્ટ માં અરજી આપવી પડે છે. ત્યાંથી લાયસન્સ લેવું ખુબ જરૂરી છે. તે પહેલા સ્થાનિક ઓર્થોરીટી પાસેથી મંજુરી મેળવીને ધંધો શરુ કરી શકાય છે. કેમ કે ફૂડસ ડીપાર્ટમેન્ટ માંથી લાયસન્સ મેળવવામાં સમય લાગે છે.

સેવ અને નુડલ્સના પેકેટ તૈયાર કરવા (સૌથી નીચે વિડીયો માં બધી જ માહિતી છે)

પેકેટ તૈયાર કરતી વખતે દરેક પેકેટના પ્રમાણને ધ્યાનમાં રાખો. જો તમે પાંચ રૂપિયાનું પેકેટ બનાવો છો તો સામાન્ય રીતે ૩૫ ગ્રામ નુડલ્સ પેકેટમાં ભરવા જોઈએ. સેવના પેકેટ મોટા ભાગે ૧૦ રૂપિયાના હોય છે. એટલે કે આપણા ખર્ચ અને નફાને ધ્યાનમાં રાખીને પેકેટ તૈયાર કરો. ત્યાર પછી નુડલ્સમાં નાખવામાં આવતા મસાલાના પણ પેકેટ આ નુડલ્સના પેકેટમાં નાખી દો. આ મસાલા તો બજારમાં થી મળતા છુટા ખરીદીને પેકેટ બનાવીને વેચી શકો છો કે પછી કોઈ મસાલાની ફેક્ટરી સાથે વાત કરીને તમારા નુડલસના સ્વાદ ને ધ્યાનમાં રાખી ટેસ્ટી મસાલા બનાવરાવી શકો છો.

સેવ અને નુડલ્સ બનાવવાના ધંધાની માર્કેટિંગ

નુડલ્સ અને સેવ બાળકો વધુ પસંદ કરે છે. એટલે કે તેના પેકેટ એવી રીતે તૈયાર કરવા જોઈએ જેનાથી બાળકો તેની તરફ આકર્ષાય. તમે તમારી બનાવટના નામના પેકેટ નો ઉપયોગ કરો તો વધુ સારું રહેશે. સેવમાં એવી કોઈ જાતની નામના પેકેટની જરૂર નથી પડતી. એટલે કે સેવ માટે ફક્ત પેકેટ બનાવવાની જરૂર છે. ત્યાર પછી હોલસેલ માર્કેટ માં સરળતા થી તમારી સેવ વેચી શકો છો.

આ સાથે જ બીજી એક રીત છે કે કોઈ ચાઇનીઝ ની લારી વાળા જો તમારી પાસે જ બનાવડાવે તો એ બહુ મોટા ગ્રાહકો બની શકે છે. તમે જેટલી માર્કેટિંગ ની સ્કિલ હશે તે મુજબ જ ધંધા ચાલી શકે છે. એટલે નવા નવા રસ્તા શોધતા રો

વિડીયો