સેવનું શાક નહિ બનાવવા પર 17 વર્ષ દૂર રહ્યું દંપતી, જજે કહ્યું – બનાવીને ખવડાવો, પછી ઉકેલ આવ્યો

રિટાયર દંપતી જે નાનકડી વાતને કારણે અલગ થયા હતા, એને સમાધાનનો આધાર બનાવીને કોર્ટે એમનું 17 વર્ષ જૂનું અંતરાળ દૂર કરી દીધું છે. આ બનાવ દેવાસનો છે. દંપતી સેવનું શાક નહિ બનાવવાની વાત પર 17 વર્ષ એક બીજાથી દૂર રહ્યા. જજે 50 રૂપિયા આપીને કોર્ટમાં સેવ મંગાવી. પત્નીને કહ્યું આનું શાક બનાવીને પતિને ખવડાવો. ઘરે જઈને પત્નીએ શાક બનાવ્યું. પતિએ તે ખાધું અને એક થઈ ગયા.

દેવાસના વિમલરાવ પોતે બેંક પ્રેસ નોટમાંથી રિટાયર થયા હતા. એમની ઉંમર 79 વર્ષ અને પત્નીની ઉંમર 72 વર્ષ છે. રિટાયરમેન્ટ પર પૈસા મળ્યા તે એમણે પત્નીને સોંપી દીધા હતા. દેવાસનું એમનું મકાન પણ પત્નીના નામ પર કરાવી લીધું હતું. પેંશન પણ પત્નીના ખાતામાં આવવા લાગ્યું હતું. રિટાયરમેન્ટના બે વર્ષ પછીની વાત છે, એક દિવસ પતિએ પત્નીને કહ્યું, ‘મારે સેવનું શાક ખાવું છે.’

પત્નીએ કહ્યું, સેવ લાવીને આપો. તો પતિએ કહ્યું – પૈસા આપો. એટલે પત્નીએ કહ્યું, નોકરી પર હતા ત્યારે તો લાવતા હતા. પતિએ કહ્યું, બધું તો તને સોંપી દીધું છે, હવે પૈસા ક્યાં છે. પત્નીએ શાક નહિ બનાવ્યું. જેનો પતિને એટલો ગુસ્સો આવ્યો કે, બીજા દિવસે જણાવ્યા વગર ઘરેથી જતા રહ્યા.

મહારાષ્ટ્રમાં રહેવા લાગ્યા હતા :

મહારાષ્ટ્રના બુલઢાનાના માતોડ ગામમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા. મામલો 2016 માં ત્યારે કોર્ટમાં પહોંચ્યો જયારે પતિએ પેંશનની રકમ પોતાના ખાતામાં શરુ કરાવી દીધી. ખબર પડી કે મહારાષ્ટ્રના માતોડ ગામની બેંકમાંથી પેંશન નીકળી રહ્યું છે. પોલીસ ત્યાં પહોંચી અને પતિને જિલ્લા સત્ર ન્યાયાધીશ ગંગાચારણ ડૂબેની કોર્ટમાં હાજર કર્યા. પતિએ પોતાનું કષ્ટ જણાવ્યું કે, જે પત્ની મને સેવનું શાક બનાવીને નથી ખવડાવી શકતી, તેને પૈસા કેમ આપું?

પાછી મૂંઝવણ ઉભી થઈ, પતિએ કહ્યું – સાત ફેરાની કસમ નિભાવી નથી :

પતિ-પત્ની વચ્ચેનો વિવાદ લગભગ ઉકેલાય ગયો હતો કે, પતિના એક સવાલે મામલામાં પાછી નવી મૂંઝવણ ઉભી કરી. પતિએ કોર્ટમાં કહ્યું, પત્નીએ સાત ફેરાની કસમ તો નિભાવી નથી. હું કેવી રીતે માની લઉં કે બધું બરાબર છે? કોર્ટને પતિએ કહ્યું કે, તે સાઈં બાબા સામે શપથ લે તો માનું. એના માટે ન્યાયધીશે એમને શેરડી જવા કહ્યું, તો પતિ બોલ્યો કે, પૈસા નથી. ન્યાયધીશે પછી 1500 રૂપિયા ભેગા કરીને અપાવ્યા. બંને શિરડી ગયા અને ત્યાંથી પાછા આવ્યા. 26 નવેમ્બરે સંવિધાન દિવસ પર બંનેએ રાજીનામુ કરી લીધું.

સેવનું શાક નહિ બનાવવા પર 17 વર્ષ દૂર રહ્યું દંપતી, જજે કહ્યું – બનાવીને ખવડાવો, પછી ઉકેલ આવ્યો