સેવ ટામેટા નું શાક :
સામગ્રી :
ટામેટા 250
ડુંગળી 100
લસણ 5 કે 6 કળી .
આદુ નાનો ટુકડો
લીલું મરચું 1
લીલી ડુંગળી સજાવા માટે
લીલા ધનિયા સજાવા માટે
હિંગ , જીરું હળદર લાલ મરચું ગરમ મસાલો
મીઠું , ગોળ અથવા ખાંડ
તેલ વઘાર માટે .
ઝીણી સેવ,
રીત :
1. ટામેટા ની છાલ છોલી નાખવી અને મિક્ષર માં ક્રશ કરી લેવું
2. ડુંગળી અને લસણ ,આદું ને મરચું એક સાથે ક્રશ કરવા
3. તેલ માં જીરું ને હિંગ તતડાવી ને ડુંગળી વાળી પેસ્ટ સાંતળી લેવી તેલ છૂટે ત્યાં સુધી નહીતર કાચી ડુંગળી ની સુગંધ આવશે .
4. પેસ્ટ બરાબર શેકાય જાય એટલે ટામેટા ની પ્યુરી ક્રશ કરેલી ઉમેરી દેવી
5. તેને સરસ ધીમે તાપે હલાવવી અને સુકો મસાલો એટલે કે હળદર , મરચું , ગરમ મસાલો, મીઠું , ખાંડ કે ગોળ નાખવા ..
6 તેલ છુટું પડે , શાક થવાની સુગંધ આવે એટલે ઉપર લીલી ડુંગળી ને કોથમીર નાખી હલાવી ને બાઉલ માં કાઢી લેવું
7. જમતી વખતે તેમાં ઉપર થી સેવ નાખવી .