મૃત્યુ સિવાય બીજી મોટી મોટી બીમારીઓનો ઈલાજ કરી શકે છે આ વસ્તુ, જાણો તેના ઉપાય

મૃત્યુને છોડીને દરેક રોગની દવા છે શાહજીરું. તેને હિન્દીમાં કલૌંજી કહે છે. કળિયુગમાં ધરતી ઉપર સંજીવની છે શાહજીરું, અગણિત રોગોને ચપટીમાં દુર કરી શકે છે.

કેવી રીતે કરવું શાહજીરુંનું સેવન?

શાહજીરુંના બીજનું સીધુ સેવન કરી શકાય છે. એક નાની ચમચી શાહજીરુંને મધમાં ભેળવીને તેનું સેવન કરી શકો છો. પાણીમાં શાહજીરું ઉકાળીને ગાળી લો અને તે પીવો. દુધમાં શાહજીરું ઉકાળો. ઠંડુ થવા દો પછી આ મિશ્રણને પીવો. શાહજીરુંને ગ્રાઈન્ડ કરો અને પાણી અને દૂધ સાથે તેનું સેવન કરો. શાહજીરુંને બ્રેડ, પનીર અને પેસ્ટ્રીયો ઉપર છાંટીને તેનું સેવન કરો.

શાહજીરું ક્યા-ક્યા રોગોમાં ઉપયોગી છે?

ટાઈપ -2 ડાયાબીટીસ :

રોજ બે ગ્રામ શાહજીરુંનું સેવનના પરિણામ સ્વરૂપે ઝડપી થઇ રહેલ ગ્લુકોઝ ઓછું થાય છે. ઇન્સ્યુલીન રેજીસ્ટ્રેસ ઘટે છે, બીટા સેલની કાર્યપ્રણાલીમાં વધારો થાય છે, અને ગ્લાઈકોસીલીટીડ હોમોગ્લોબીનમાં ઉણપ આવે છે.

મીર્ગી (ખેંચ) :

૨૦૦૭ માં થયેલ એક અધ્યયન મુજબ મીર્ગીથી પીડિત બાળકોમાં શાહજીરુંનાં સત્વનું સેવન હુમલાને ઓછો કરે છે.

ઉચું લોહીનું દબાણ :

૧૦૦ કે ૨૦૦ મીલીગ્રામ શાહજીરુંના સત્વનું દિવસમાં બે વખત સેવન કરવાંથી હાઈપરટેન્શનના દર્દીઓમાં બ્લડપ્રેશર ઓછું થઇ જાય છે.

દમ :

શાહજીરુંને પાણીમાં ઉકાળીને તેનું સત્વ પીવાથી અસ્થમામાં ઘણી સારી અસર થાય છે.

લોહીનું દબાણ :

લોહીના દબાણમાં એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં બે વખત પીવાથી લોહીનું દબાણ સામાન્ય બની જાય છે. અને ૨૮ મી.લિ. જેતુનનું તેલ (ઓલીવ ઓઈલ) અને એક ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને આખા શરીર ઉપર માલીશ અડધા કલાક સુધી તડકામાં રહેવાથી લોહીના દબાણમાં રાહત મળે છે. આ ક્રિયા દર ત્રીજા દિવસે એક મહિના સુધી કરવું જોઈએ.

ટાલીયાપણું :

બળેલી શાહજીરુંને હેયર ઓઈલમાં ભેળવીને નિયમિત રીતે માથા ઉપર માલીશ કરવાથી ટાલીયાપણું દુર થઈને વાળ ઉગવા લાગે છે.

ત્વચાનો વિકાર :

શાહજીરુંના ચૂર્ણને નારિયેળના તેલમાં ભેળવીને ત્વચા ઉપર માલીશ કરવાથી ત્વચાનો વિકાર દુર થાય છે.

લકવા :

શાહજીરુંનું તેલ પા ચમચીના પ્રમાણમાં એક કપ દૂધ સાથે થોડા મહિના સુધી રોજ પીવું, અને રોગગ્રસ્ત અંગો ઉપર શાહજીરુંના તેલનું માલીશ કરવાથી લકવાનો રોગ સારો થાય છે.

કાનમાં સોજો, બહેરાશ :

શાહજીરુંનું તેલ કાનમાં નાખવાથી કાનમાં સોજો દુર થાય છે. તેનાથી બહેરાશમાં પણ લાભ થાય છે.

શરદી – જુકામ :

શાહજીરુંના બીજને શેકીને કપડામાં લપેટીને સુંઘવાથી અને શાહજીરુંનું તેલ અને જેતુનના તેલને સરખા પ્રમાણમાં નાકમાં નાખવાથી શરદી જુકામ દુર થાય છે. અડધો કપ પાણીમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ અને પા ચમચી જેતુનનું તેલ ભેળવીને એટલું ઉકાળો કે પાણી ખલાશ થઇ જાય અને માત્ર તેલ જ રહી જાય. ત્યાર પછી તેને ગાળીને બે ટીપા નાકમાં નાખો. તેનાથી શરદી જુકામ ઠીક થાય છે. આ જુના જુકામમાં પણ લાભદાયક રહે છે.

પેટની જીવાત :

૧૦ ગ્રામ શાહજીરુંને વાટીને ૩ ચમચી મધ સાથે રાત્રે સુતા સમયે થોડા દિવસો સુધી નિયમિત રીતે સેવન કરવાથી પેટની જીવાતનો નાશ થઇ જાય છે.

પ્રસુતિની પીડા :

શાહજીરુંની રાબ બનાવીને સેવન કરવાથી પ્રસુતિની પીડા દુર થાય છે.

પોલીયોનો રોગ :

અડધા કપ ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે લો. તેનાથી પોલીયોનો રોગ સારો થાય છે.

ખીલ :

સિરકામાં શાહજીરુંને વાટીને રાત્રે સુતી વખતે આખા ચહેરા ઉપર લગાવો અને સવારે પાણીથી ચહેરો સાફ કરવાથી ખીલ થોડા દિવસોમાં જ દુર થઇ જાય છે.

સ્ફૂર્તિ :

સ્ફૂર્તિ માટે નારંગીના રસમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને સેવન કરવાથી આળસ અને થાક દુર થઇ જાય છે.

ગઠિયા :

શાહજીરુંના રીઠાના પાંદડા સાથે રાબ બનાવીને પીવાથી ગઠિયા રોગ દુર થઇ જાય છે.

સાંધાનો દુ:ખાવો :

એક ચમચી સિરકા, અડધી ચમચી શાહજીરુંનું તેલ અને બે ચમચી મધ ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે પીવાથી સાંધાના દુ:ખાવા સારા થાય છે.

આંખના તમામ રોગ :

આંખોનું લાલી, મોતિયાબિંદ, આંખોમાંથી પાણી નીકળવું, આંખોની દ્રષ્ટિ ઓછી થવી વગેરે. આવી જાતના આંખોના રોગમાં એક કપ ગાજરનો રસ, અડધી ચમચી શાહજીરુંનું તેલ અને બે ચમચી મધ ભેળવીને દિવસમાં બે વખત સેવન કરો. તેનાથી આંખના તમામ રોગ સારા થાય છે. આંખોની ચારે બાજુ અને પાપણ ઉપર શાહજીરુંનું તેલ રાત્રે સુતા સમયે લગાવો. તેનાથી આંખોના રોગ દુર થાય છે. રોગીએ અથાણું, રીંગણ, ઈંડા અને મચ્છી ન ખાવું જોઈએ.

સ્નાયુવિક અને માનસિક તણાવ :

એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ નાખીને રાત્રે સુતા વખતે પીવાથી સ્નાયુવિક અને માનસિક તણાવ દુર થાય છે.

ગાંઠ :

શાહજીરુંના તેલને ગાંઠ ઉપર લગાવો અને એક ચમચી શાહજીરુંનું તેલ ગરમ દુધમાં નાખીને પીવાથી ગાંઠ દુર થઇ જાય છે.

મેલેરિયાનો તાવ :

વાટેલી શાહજીરું અડધી ચમચી અને એક ચમચી મધ ભેળવીને ચાટવાથી મેલેરિયાનો તાવ સારો થાય છે.

સ્વપ્નદોષ :

જો રાત્રે ઊંઘમાં વીર્ય પોતાની જાતે નીકળી જાય છે, તો એક કપ સફરજનના રસમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને બે વખત સેવન કરો. તેનાથી સ્વપ્નદોષ દુર થાય છે. રોજ શાહજીરુંના તેલના ચાર ટીપા એક ચમચી નારીયેલ તેલમાં ભેળવીને સુતા સમયે માથામાં લગાવવાથી સ્વપ્નદોષનો રોગ ઠીક થાય છે. ઉપચાર કરતી વખતે લીંબુનો ઉપયોગ ન કરવો.

કબજિયાત :

ખાંડ પાંચ ગ્રામ, સોનામુખી ૪ ગ્રામ, એક ગ્લાસ હળવું ગરમ દૂધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ. આ બધાને એક સાથે ભેળવીને રાત્રે સુતા સમયે પીવાથી કબજિયાત દુર થાય છે.

લોહીની ઉણપ :

એક કપ પાણીમાં ૫૦ ગ્રામ લીલો ફુદીનો ઉકાળી લો અને આ પાણીમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે સેવન કરો. તેનાથી ૨૧ દિવસમાં લોહીની ઉણપ દુર થાય છે. રોગીને ખાવામાં ખાટી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

પેટનો દુ:ખાવો :

કોઈ પણ કારણથી પેટમાં દુ:ખાવો હોય, તો એક ગ્લાસ લીંબુ પાણીમાં બે ચમચી મધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં બે વખત પીવો. ઉપચાર કરતી વખતે રોગીએ બેસનની વસ્તુ ન ખાવી જોઈએ. કે ચપટી ભર મીઠું અને અડધી ચમચી શાહજીરુંનું તેલને અડધા ગ્લાસ હળવું ગરમ પાણી ભેળવીને પીવાથી પેટનો દુ:ખાવો સારો થાય છે. કે પછી એક ગ્લાસ મોસંબીનો રસ બે ચમચી મધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં બે વખત પીવાથી પેટનો દુ:ખાવો દુર થઇ જાય છે.

માથાનો દુ:ખાવો :

શાહજીરુંના તેલને કપાળથી કાન સુધી સારી રીતે ઘસવું, અને અડધી ચમચી શાહજીરુંના તેલને એક ચમચી મધમાં ભેળવી સવાર સાંજ સેવન કરવાથી માથાનો દુ:ખાવો ઠીક થાય છે. શાહજીરું ખાવાની સાથે માથા ઉપર શાહજીરુંનું તેલ અને જેતુનનું તેલ ભેળવીને માલીશ કરો. તેનાથી માથાના દુ:ખાવામાં આરામ મળે છે, અને માથાને લગતા બીજા રોગો પણ દુર થાય છે.

શાહજીરુંના બીજને ગરમ કરીને વાટી લો અને કપડામાં બાંધીને સુંઘો. તેનાથી માથાનો દુ:ખાવો દુર થાય છે. શાહજીરું અને કાળું જીરું સરખા પ્રમાણમાં લઈને પાણીમાં વાટી લો અને માથા ઉપર લેપ કરો. તેનાથી શરદીને લીધે થતો માથાનો દુ:ખાવો દુર થાય છે.

ઉલટી :

અડધી ચમચી શાહજીરુંનું તેલ અને અડધી ચમચી આદુનો રસ ભેળવીને સવાર સાંજ પીવાથી ઉલટી બંધ થાય છે.

હાર્નિયા :

ત્રણ ચમચી કારેલાનો રસ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતી વખતે પીવાથી હાર્નિયા રોગ ઠીક થાય છે.

મીર્ગી (ખેંચ)નો હુમલો :

એક કપ ગરમ પાણીમાં બે ચમચી મધ અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી મીર્ગીના હુમલામાં સારું થાય છે. મીર્ગીના રોગીને ઠંડી વસ્તુ જેવી કે અમરુદ, કેળા, સીતાફળ વગેરે ન આપવા જોઈએ.

કમળો :

એક કપ દુધમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને રોજ બે વખત સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે એક અઠવાડિયા સુધી લેવાથી કમળાનો રોગ દુર થાય છે. કમળાથી પીડિત રોગીને ખાવામાં મસાલાદાર અને ખાટી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.

કેન્સરનો રોગ :

એક ગ્લાસ દ્રાક્ષના રસમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને દિવસમાં ૩ વખત પીવાથી કેન્સરનો રોગ ઠીક થાય છે. તેનાથી આંતરડાનું કેન્સર અને ગળાનું કેન્સર વગેરેમાં લાભ મળે છે. આ રોગમાં રોગીને ઔષધી આપવાની સાથે જ એક કિલો જવના લોટમાં બે કિલો ઘઉંનો લોટ ભેળવીને તેની રોટલી, દલીયા બનાવીને દર્દીને આપવા જોઈએ. આ રોગમાં બટેટા, અરબી અને રીંગણનું સેવન ન કરવું જોઈએ. કેન્સરના રોગીઓ શાહજીરું નાખીને હલવો બનાવીને ખાવો જોઈએ.

દાંત :

શાહજીરુંનું તેલ અને લવિંગનું તેલ ૧-૧ ટીપું ભેળવીને દાંત અને પેઢા ઉપર લગાવવાથી દુ:ખાવો ઠીક થઇ જાય છે. આગમાં સિંધા મીઠું બાળીને ઝીણું વાટી લો અને તેમાં ૨-૪ ટીપા શાહજીરુંનું તેલ નાખીને દાંત સાફ કરો. તેનાથી દાંત સાફ અને સ્વસ્થ રહે છે.

દાંતમાં જીવાત પડવી અને પોલાણ :

રાત્રે સુતા સમયે શાહજીરુંના તેલમાં રૂ પલાળીને પોલાણવાળા દાંતમાં રાખવાથી જીવાતનો નાશ થાય છે.

ઊંઘ :

રાત્રે સુતા પહેલા અડધી ચમચી શાહજીરુંનું તેલ અને એક ચમચી મધ ભેળવીને પીવાથી ઊંઘ સારી આવી જાય છે.

માસિકધર્મ :

શાહજીરું અડધાથી એક ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ સેવન કરવાથી માસિકધર્મ શરુ થાય છે. તેનાથી ગર્ભપાત થવાની શક્યતા રહેતી નથી.

જે માતાઓ બહેનોએ માસિકધર્મ પીડાદાયક આવે છે, તેમના માટે શાહજીરું અડધાથી એક ગ્રામ પ્રમાણમાં સેવન કરવાથી માસિકસ્ત્રાવની પીડા દુર થાય છે અને બંધ માસિકસ્ત્રાવ શરુ થઇ જાય છે.

શાહજીરુંનું ચૂર્ણ ત્રણ ગ્રામના પ્રમાણમાં મધ ભેળવીને ચાટવાથી ઋતુસ્ત્રાવની પીડા દુર થાય છે. માસિકધર્મની અનિયમિતતામાં લગભગ અડધાથી દોઢ ગ્રામ પ્રમાણમાં શાહજીરુંનું ચૂર્ણનું સેવન કરવાથી માસિકધર્મ નિયમિત સમયે આવવા લાગે છે.

જો માસિકસ્ત્રાવ બંધ થઇ ગયું હોય અને પેટમાં દુ:ખાવો રહેતો હોય, તો એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ અને બે ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવું જોઈએ. તેનાથી માસિકસ્ત્રાવ શરુ થઇ જાય છે.

ગર્ભવતી મહિલાઓ :

શાહજીરું અડધાથી એક ગ્રામના પ્રમાણમાં રોજ ૨-૩ વખત સેવન કરવાથી માસિકસ્ત્રાવ શરુ થાય છે. ગર્ભવતી મહિલાઓએ સેવન ન કરવું જોઈએ, કેમ કે તેનાથી ગર્ભપાત થઇ શકે છે.

સ્તનોનો આકાર :

શાહજીરુંઅડધાથી એક ગ્રામના પ્રમાણમાં રોજ સવાર સાંજ પીવાથી સ્તનનો આકાર વધે છે, અને સ્તન સુડોળ બને છે.

સ્તનોમાં દૂધ :

શાહજીરુંને અડધાથી એક ગ્રામના પ્રમાણમાં રોજ સવાર સાંજ ખાવાથી સ્તનોમાં દૂધ વધે છે.

સ્ત્રીઓના ચહેરા અને હાથ પગનો સોજો :

શાહજીરું વાટીને લેપ કરવાથી હાથ પગના સોજા દુર થાય છે.

વાળ લાંબા અને ઘાટા :

૫૦ ગ્રામ શાહજીરું ૧ લીટર પાણીમાં ઉકાળી લો, અને આ પાણીથી વાળને ધોવો. તેનાથી વાળ લાંબા અને ઘાટા થાય છે.

બેરી બેરી રોગ :

બેરી બેરી રોગમાં શાહજીરુંને વાટીને હાથ પગના સોજા ઉપર લગાવવાથી સોજા મટે છે.

ભૂખ વધુ લાગવી :

૫૦ ગ્રામ શાહજીરુંને સિરકામાં રાત્રે પલાળી દો, અને સવારે વાટીને મધના ભેળવીને ૪-૫ ગ્રામના પ્રમાણમાં સેવન કરો. તેનાથી ભુખ વધુ લાગવાનું ઓછું થઇ જશે.

નપુંસકતા :

શાહજીરુંનું તેલ અને જેતુનનું તેલ ભેળવીને પીવાથી નપુંસકતા દુર થાય છે.

ધાધર ખરજવું :

૫૦ ગ્રામ શાહજીરુંના બીજને વાટી લો અને તેમાં ૧૦ ગ્રામ બિલ્વ પત્તાનો રસ અને ૧૦ ગ્રામ હળદર ભેળવીને લેપ બનાવી લો. આ લેપ ધાધર ખરજવામાં રોજ લગાવવાથી રોગ ઠીક થાય છે.

નાડીનું છૂટવું :

નાડીના છૂટવા માટે અડધાથી ૧ ગ્રામ શાહજીરુંને વાટીને રોગીને આપવાથી શરીરનું ઠંડાપણું દુર થાય છે, અને બાળીની ગતી પણ ઝડપી થાય છે. આ રોગમાં અડધાથી ૧ ગ્રામ શાહજીરું દર ૬ કલાકે લો અને ઠીક થાય એટલે આ પ્રયોગ બંધ કરી દો.

હિચકી :

એક ગ્રામ વાટેલી શાહજીરું મધમાં ભેળવીને ચાટવાથી હિચકી આવવી બંધ થઇ જાય છે, અને શાહજીરું અડધાથી એક ગ્રામના પ્રમાણમાં મઠા સાથે રોજ ૩-૪ વખત સેવન કરવાથી હિચકી દુર થાય છે. કે પછી શાહજીરુંનું ચૂર્ણ ૩ ગ્રામ માખણ સાથે ખાવાથી હિચકી દુર થાય છે. અને જો તમે કાળા અડદને ચલમમાં રાખીને તમાકુ સાથે પીવાથી હિચકીમાં લાભ થાય છે.

૩ ગ્રામ શાહજીરુંને વાટીને દહીના પાણીમાં ભેળવીને ખાવાથી હિચકી ઠીક થાય છે.

યાદશક્તિ :

લગભગ બે ગ્રામના પ્રમાણમાં શાહજીરુંને વાટીને બે ગ્રામ મધમાં ભેળવીને સવાર સાંજ ખાવાથી યાદશક્તિ વધે છે.

છીક :

શાહજીરું અને સુકા ચણાને એક સાથે સારી રીતે મસળીને કોઈ કપડામાં બાંધીને સુંઘવાથી છીક આવવી બંધ થઇ જાય છે.

પેટનો ગેસ :

શાહજીરું, જીરું અને અજમાને સરખા ભાગે વાટીને એક ચમચીના પ્રમાણમાં ભોજન કર્યા પછી લેવાથી પેટની ગેસ દુર થાય છે.

પેશાબની બળતરા :

૨૫૦ મી.લિ. દુધમાં અડધી ચમચી શાહજીરુંનું તેલ અને એક ચમચી મધ ભેળવીને પીવાથી પેશાબની બળતરા દુર થાય છે.

દમ રોગ :

એક ચપટી મીઠું, અડધી ચમચી શાહજીરુંનું તેલ અને એક ચમચી ઘી ભેળવીને છાતી ઉપર અને ગળા ઉપર માલીશ કરો, અને સાથે જ અડધી ચમચી શાહજીરુંનું તેલ ૨ ચમચી મધ સાથે ભેળવીને સેવન કરો. તેનાથી દમ રોગમાં આરામ મળે છે.

પથરી :

૨૫૦ ગ્રામ શાહજીરું વાટીને ૧૨૫ ગ્રામ મધમાં ભેળવી લો, અને પછી તેમાં અડધો કપ પાણી અને અડધી ચમચી શાહજીરુંનું તેલ ભેળવીને રોજ ૨ વખત ખાલી પેટ સેવન કરો. આવી રીતે ૨૧ દિવસ સુધી પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

સોજો :

જો ઈજા કે મોચ આવવાને લીધે શરીરના કોઈ ભાગમાં સોજો આવી ગયેલ છે, તો તેને દુર કરવા માટે શાહજીરુંને પાણીમાં વાટીને લગાવો. તેનાથી સોજો દુર થાય છે અને દુ:ખાવો ઠીક થાય છે. શાહજીરુંને વાટીને હાથ પગ ઉપર લેપ કરવાથી હાથ પગના સોજા દુર થાય છે.

સ્નાયુની પીડા :

દહીંમાં શાહજીરુંને વાટીને બનેલા લેપને પીડા વાળા ભાગ ઉપર લગાવવાથી સ્નાયુની પીડા દુર થાય છે.

જુકામ :

૨૦ ગ્રામ શાહજીરુંને સારી રીતે શેકીને કોઈ કપડામાં બાંધીને સુંઘવાથી બંધ નાક ખુલી જાય છે અને જુકામ ઠીક થાય છે.

જેતુનના તેલમાં શાહજીરુંનું ઝીણું ચુટણ ભેળવીને કપડાથી ગાળીને ટીપું ટીપું કરીને નાકમાં નાખવાથી વારંવાર જુકામમાં છીક આવવી બંધ થઇ જાય છે અને જુકામ ઠીક થાય છે. શાહજીરું સુંઘવાથી જુકામમાં આરામ મળે છે.
જો વારંવાર છીક આવે છે તો શાહજીરુંના બીજને વાટીને સુંઘો.

હરસ અને મસ્સા :

શાહજીરુંની ભસ્મને મસ્સા ઉપર નિયમિત રીતે લગાવવાથી હરસનો રોગ દુર થાય છે.

વાત રોગ :

વાત રોગમાં શાહજીરુંના તેલથી રોગ વાળા અંગો ઉપર માલીશ કરવાથી વાતની બીમારી દુર થાય છે. ધ્યાન રાખશો આ દવાનો ઉપયોગ ગર્ભવસ્થામાં ન કરવો જોઈએ તેનાથી ગર્ભનો નાશ થઇ શકે છે.