બીગ બોસ ૧૩ હમણાં થોડા દિવસો પહેલા જ પૂર્ણ થયો છે. આ વખતે ઘરમાં ઘણા બધા ચર્ચિત કલાકારો આવ્યા હતા અને જે પ્રસિદ્ધ ન હતા. તે આ સીઝનને કારણે ઘર ઘરમાં ફેમસ થઇ ગયા. આ વખતે સીઝનને ટીપીઆરના નવા સ્થાન પ્રાપ્ત કર્યા. આ વખતે સીઝન બાકી સીઝનની સરખામણીમાં સુપરહિટ રહી.
આમ તો આ વખતે ઘણા કંટેસ્ટંટસ ચર્ચાનો વિષય બન્યા. પરંતુ સૌથી વધુ પોપુલરીટી જો કોઈને મળી હોય, તો તે છે શહનાઝ ગીલ. અને શહનાઝ ગીલ જે પોતાને પંજાબની કટરીના કૈફ કહે છે અને જે હાલના દિવસોમાં કલર્સના બીજા રીયાલીટી શો મુજસે શાદી કરોગેમાં જોવા મળી રહી છે.
બીગ બોસ ટોપ ૩ સુધી પહોચેલી શહનાઝ ગીલને શો માં રહેવાથી જ મુજસે શાદી કરોગેની ઓફર આવી ગઈ હતી. ફિનાલેના એક દિવસ પછી જ શહનાઝ એક નવા શોમાં જોવા મળવા લાગી. શો માં શહનાઝ સાથે પારસ છાવડા પણ જોવા મળી રહ્યા છે. શો ના કાંસેપ્ટ કાંઈક એવા છે. જેમાં અમુક છોકરા અને અમુક છોકરીઓ પારસ-સિદ્ધાર્થ સાથે લગ્ન કરવા પહોચે છે.
પારસ અને શહનાઝ એક વખત ફરી એક ઘરમાં ૩ મહિનાઓ માટે બંધ થઇ ગયા છે. આ નવા શો માં અમુક છોકરા આવે છે. જે શહનાઝને ઈમ્પ્રેસ કરવામાં લાગેલા છે, પરંતુ શહનાઝ સિધાર્થ શુક્લાથી આગળ વધી નથી શકતી. સનાને આવી રહી છે સિદ્ધાર્થની યાદ.
બીગ બોસમાં સિદ્ધાર્થ અને શહનાઝની દોસ્તી ઘણી જોવા મળી હતી અને ફેંસ તો બંનેની દોસ્તીને ‘સીડનાઝ’ નો ટેગ આપી દીધો હતો. શહનાઝે તો ત્યાં સુધી કહી દીધું હતું કે તે સિદ્ધાર્થ સાથે પ્રેમ કરે છે અને સિદ્ધાર્થ પ્રત્યે શહનાઝનો ઈમોશનલ અવતાર પણ જોવા મળ્યો હતો. તેવામાં શહનાઝ ઘરના છોકરા સાથે સંબંધ વધારી નથી શકતી. તેને દર વખતે સિધાર્થ શુક્લાની યાદ આવતી રહે છે અને તે વાત તે ઘણી વખત બોલી પણ ચુકી છે.
બહેન સાથે કરી મુલાકાત :-
બીગ બોસના ઘરે ઈંટીરીયરને ઘણો બદલીને જ ‘મુજસે શાદી કરોગે’ નો સેટ બનાવી દીધો છે. તેવામાં શહજાઝને દર વખતે તે પળ યાદ આવી છે. જે તેણે ઘરની અંદર સિદ્ધાર્થ સાથે પસાર કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા ઉપર શહનાજની એક તસ્વીર પણ ઘણી વાયરલ થઇ રહી છે, જેમાં તે સિદ્ધાર્થની બહેન સાથે જોવા મળી રહી છે, ખાસ કરીને બીગ બોસ પછી શહનાઝ સિદ્ધાર્થની બહેનને મળી હતી. આ તસ્વીરમાં બંને ઘણી ખુશ જોવા મળી રહી છે અને આ તસ્વીર ઉપરથી સ્પષ્ટ છે કે હજુ પણ ક્યાંકને ક્યાંક સિદ્ધાર્થ અને શહનાઝના સબંધ જોડાયેલા છે.
સીદ્ધાથને જોઇને જ રડી પડી હતી શહનાઝ :-
હાલમાં જ જયારે સિદ્ધાર્થ ‘મુજસે શાદી કરોગે’ સેટ ઉપર પહોચી હતી ત્યારે શહનાઝ તેને જોતા જ રડી પડી હતી. સિદ્ધાર્થ અને રશ્મી એક સાથે શો ઉપર આવી પહોચ્યા હતા. જ્યાં તે શહનાજ માટે છોકરો અને પારસ માટે છોકરી શોધવામાં મદદ કરી રહ્યા હતા. થોડા દિવસો પહેલા સિદ્ધાર્થ અને શહનાઝની પણ એક તસ્વીર વાયરલ થઇ હતી, જેમાં બંને સેલ્ફી લઇ રહ્યા હતા. બીગ બોસ માંથી નીકળતા જ શહનાઝ જય ભાનુશાળી અને માહી વીજને પણ મળી હતી. તેની દીકરી તારા સાથે શહનાજે એક ફોટો પણ શેર કર્યો હતો.
ગાઢ છે દોસ્તી :-
આ તસ્વીર તે સમયની છે જયારે સિદ્ધાર્થ શહનાઝને શો ઉપર મળવા પહોચ્યા હતા. શો પછી પણ બંનેની દોસ્તી ગાઢ છે. ઘરેથી બહાર આવ્યા પછી શહનાઝે એક લાઈવ વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, આખો દિવસ સિદ્ધાર્થ સુતો રહે છે, મેં તેને ઘણા ફોન કર્યા પરંતુ તેણે ફોન ન ઉપાડ્યો. ત્યાર પછી હું ઘણી રડી. મેં તેને મેસેજ કર્યો હતો. મેસેજ વાચ્યા પછી તેણે મને કોલ કર્યો. ચિંતા ન કરે, આપણી વાત થઇ ગઈ, અને જયારે એક યુઝરે કહ્યું કે તે સિદ્ધાર્થ સાથે લગ્ન કરી લે, તેની ઉપર શહનાઝે કહ્યું, તમે તેને કહો કે મારી સાથે લગ્ન કરી લે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.