શાહરુખ સલમાનથી પણ વધારે પ્રખ્યાત છે આ સુપરસ્ટાર, એક સમયે ખાવાનું પણ ના હતું. આવી રીતે બનાવી પોતાના ઓળખાણ

સોશિયલ મીડિયા અને યુટ્યુબ ઉપર એક એવો હીરો છવાયેલો રહે છે. જેની લોકપ્રિયતા રજનીકાંત, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સલમાન ખાન જેવા મહાન વ્યક્તિઓથી પણ વધુ છે. આ હીરો આ મહાન વ્યક્તિની જેમ કોઈ મોટી ફિલ્મ નથી કરતા. ન તો તેમની જેવા હેન્ડસમ છે અને ન તો વિદેશોમાં હિરોઈન સાથે રોમાન્સ કરે છે. છતાં પણ આ હીરો એટલા પોપ્યુલર છે કે તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકો લાંબી લાઈન લગાવે છે.

આ હીરો બાંગ્લાદેશમાં ખૂબ પ્રસિદ્ધ છે અને ત્યાંનો સુપરસ્ટાર છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અરે આ હીરો કોણ છે? આ છે અશરફૂલ અલોમ સઈદ. તેને અલોમ બોગરાના નામે પણ ઓળખવામાં આવે છે. અલોમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને 500 થી વધુ ગીતો પ્રોડ્યુસ કર્યા છે. આલોમની લોકપ્રિયતાનું ક્ષેત્ર એ છે કે ફેન્સ દ્વારા તેમના નામથી ફેસબુક ઉપર ઘણા પેઝ બનાવી દીધા છે. તેમના ગીતોને પણ થોડી મિનિટોમાં લાખો વ્યુઝ મળી જાય છે.

બાંગ્લાદેશમાં લોકો અલોમને લઇને એટલી હદ સુધી ગાંડપણ છે કે તે તેમની સાથે સેલ્ફિ સુધી લેવા માટે આતુર રહે છે. જે રીતે બૉલીવુડમાં શાહરૂખને રોમાન્સના બાદશાહ કહેવામાં આવે છે, બરાબર એ જ રીતે, બાંગ્લાદેશમાં અલોમ બોગરાને કિંગ ઑફ રોમાંસ માનવામાં આવે છે. તમને અલોમની આ પોપ્યુલરિટી ઉપર અચરજ થઇ રહ્યું હશે કારણ કે બાકીના કલાકારોની જેમ અલોમ ન તો અતિસુંદર છે અને ન તો તેમના સિક્સ પેક એબ્સ છે.

તેમ છતાં તેઓમાં એવું હુનર છે કે લોકો તેમને જોતા જ પાગલ થઇ જાય છે. તેમની વર્ષભરની કમાણી 2 કરોડ રૂપિયા છે. જે બાંગ્લાદેશના કોઈ પણ હીરા કરતાં વધુ છે. જો એમ કહેવામાં આવે કે તેમના ગીતો ફક્ત તેમના નામ ઉપર ચાલી જાય છે, તો એ ખોટું નહિ ગણાય. દરેક ગીતોમાં અલોમ સાથે તમે એક સુંદર હીરોઇનને જોઈ શકો છો.

બાંગ્લાદેશમાં તેમનું મોટું ફેન ફોલોઈંગ છે. મોટા-મોટા ક્રિકેટર્સે તેમની સાથે ફોટો પડાવી ચુક્યા છે. પરંતુ તેમની જીંદગીનો રસ્તો એટલો સરળ ન હતો. એક એવો પણ સમય હતો જ્યારે તેની પાસે રહેવા માટે છાપરું અને પેટ ભરવા માટે ખાવનું સુધ્ધા ન હતું. અલોમના પિતા ચણાચૂર વેચતા હતા. જ્યારે તે દસ વર્ષ હતા ત્યારે પિતાએ બીજા લગ્ન કરી લીધા અને તેને અને તેની માતાને ઘર માંથી કાઢી મૂક્યા.

પોતાની માતા અને પોતાનું ઘર ચલાવવા માટે અલોમે પોતાના પિતાની જેમ ચણાચૂર વેચવાનું શરૂ કર્યું. ચણાચુર વેચવાને કારણ એ તે આગળનો અભ્યાસ ચાલુ રાખી ન શક્ય. દિવસ આખો ચણાચુર વેચ્યા પછી અલોમ સાંજના સમયે એક વિડીયોની દુકાન ઉપર આવીને બેસતો હતો. અહીંયાથી તેમને ફિલ્મો અને મોડલિંગ કરવાનો શોખ જાગ્યો. અલોમને થોડા જ સમય પછી તે દુકાન ખરીદી લીધી.

દિવસમાં તે ચણાચુર વેચતા હતા અને રાત્રે દુકાન સંભાળતા હતા. અલોમના જીવનમાં પરિવર્તન આવ્યું જયારે તેમની દુકાન ઉપર આવનારા એક માણસએ તેને ખોળે લીધો. અબ્દુર રજજાક નામના આ વ્યકિત જ હતા. જેણે અલોમને કેબલ-ટીવીનો બિઝનેસ સેટ કરવામાં મદદ કરી હતી. અલોમનો કેબલ-ટીવીનો બિઝનેસ ચાલવા લાગ્યો પણ કલાકાર બનવાની તેની ઈચ્છા હજુ પણ અધુરી હતી.

2008 માં અલોમ એ પોતાની પ્રથમ મ્યુઝિક વિડિઓ પ્રોડ્યુસ કરી અને પોતાના કેબલ-ટીવી ઉપર પ્રકાશિત કર્યો. લોકોએ તેમના વિડિઓને ખૂબ પસંદ કર્યો. અલોમ કહે છે કે પહેલા છોકરીઓ તેમની સાથે કામ કરવાથી ભાગતી હતી. કલાકાર જેવું સારું લુક્સ ન હોવાને કારણે કોઈ પણ તેમની સાથે કામ કરવા માટે રાજી થતી ન હતી.

યુટ્યુબ પર હિટ થયા પછી તેને ફિલ્મો અને સીરિયલ માટે પણ ઓફર આવી રહી છે. તે બાંગ્લાદેશની ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન મુશ્ફીકર રહીમ સાથે કામ કરવા માંગતા હતા અને આ બાબતમાં તેની મુલાકાત પણ કરી ચુક્યા હતા. તમે તેમની લોકપ્રિયતાનો અંદાજ આના ઉપરથી લગાવી શકો છો કે જ્યારે બાકીના ખેલાડીઓને તેમના આવવાની ખબર પડી તો પોતે જ અલોમને મળવા પહોચ્યા.

કહે છે કે ફિલ્મ ઉદ્યોગમાં તે ચાલી શકે છે. જેની પાસે સારું શરીર અને સારો લુક્સ હોય. પરંતુ એ ધારણાને તોડીને અલોમ ન એક સફળ અભિનેતા બન્યા પણ એક ઉદાહરણ પણ પૂરું પડ્યું છે. અલોમ તે બધા લોકો માટે આદર્શ છે, જે ફિલ્મોમાં કામ કરવા માંગે છે, પણ પ્રયાસ કરવાથી પણ દુર રહે છે.