વેક્સિન ઉપરથી શાહબુદ્દીનભાઈની આ વાર્તા એકદમ ફિટ બેસે છે.

ગામના 30 વર્ષના માસ્તર જીદે ચડ્યા કે પરણું તો કોઈ ગ્રેડજ્યુએટ ને જ.

પણ ગામડા ગામમાં એવી તો ક્યાં હોય?

આજુબાજુ ના ગામમાં ય તપાસ કરી. ના મળી.

એમ કરતાં કરતાં માસ્તર 35 ની ઉંમરે પહોંચ્યા.

ક્યાંય મેળ પડ્યો નહીં. ઉમર વધતા ધીમે ધીમે એ ssc પાસ ઉપર આવ્યા.

37 માં વર્ષે તો પાંચમી ચોપડી પાસ કન્યા ને ય અપનાવી લેવા તૈયાર થયા.

પણ હવે 37 વર્ષે કન્યા તો ક્યાંથી મળે?

છેવટે 40 માં વર્ષે માસ્તરે જાહેર કર્યું,

“કોઈ રોટલા ઘડી દે એવી હશે તો ય હાલશે! એને અક્ષર જ્ઞાન તો હું દઈ દઈશ!

બસ એ જ દશા મફત વેક્સિનની ના પાડનાર ની છે!

હવે ફોન ઉપર ફોન કરે છે કે કોઈક 1000 માં ય દેતું હોય તો કે’જે ને! ઉભા ઉભા દઈ દઈશ પણ વેક્સિન લેવી છે!