શહીદ દીકરાને જોયા વગર માં એ આપી અંતિમ વિદાય, હાથ જોડીને આવી રીતે કર્યું નમન પછી માર્યું સૈલ્યુટ

એક માં જયારે પોતાના બાળકને રમતા જુવે છે ત્યારે તેનો સુખદ અહેસાસ સૌથી વિશેષ હોય છે. તેની ચિંતામાં તે પોતાનો બધો સમય આપી દે છે અને જો બાળક દુઃખી થઇ જાય છે તો ચિંતામાં પણ તે ચિંતા કરવાનું છોડતી નથી. પરંતુ જો તે માં સામે તેનો યુવાન દીકરો છેલ્લા શ્વાસ લે કે તેનું શબ સામે આવી જાય તો જરા વિચારો તે માં ઉપર શું વીતશે? કાંઈક એવું જ બન્યું એક માં સાથે જયારે શહીદ દીકરોને જોયા વગર જ મા એ આપી અંતિમ વિદાઈ અને પછી શું થયું જરૂર જાણો. વિસ્તારથી.

શહીદ દીકરાને જોયા વગર જ મા એ આપી અંતિમ વિદાઈ

જે મા એ જન્મ દીધો જે પિતાએ ખોળામાં રમાડ્યો, તે દીકરાની અંતિમ વિદાઈ આપતી વખતે ચહેરો ન જોયો. આ સ્થિતિ માત્ર એક માતા-પિતાનું દિલ જ સમજી શકે છે.

દેશ માટે પોતાનો જીવ આપવા વાળા સૈનિકની મા ને એવું કરતા જોઈ તમારું દિલ પણ પીગળી જશે. જમ્મુ-કાશ્મીરના રાજોરી સેક્ટરમાં સરહદ ઉપર પાકિસ્તાનના ગોળીબારમાં શહીદ થયેલા સુખવિંદર સિંહના અંતિમ સંસ્કાર થઇ ગયા છે.

પાર્થિવ શરીર બુધવારે તિરંગામાં લપેટાયેલા તેમના વતનના ગામ ફતેહપુર પહોચાડવામાં આવ્યું અને તે દરમિયાન ત્યાં રહેલા લોકો ભારત માતાજી જય અને શહીદ સુખવિંદર સિંહ અમર રહો ના સુત્રોચાર કરવા લાગ્યા. કોઈએ શહીદ સુખવિંદરનો ચહેરો ન જોયો. તેની માતા રાની દેવી અને ભાઈ ગુરુપાલ સિંહ શહીદ જવાનનો ચહેરો દેખાડવાનું કહેતા રહ્યા પરંતુ અધિકારીઓએ તેના માટે મનાઈ કરી.

અધિકારીઓનું કહેવું હતું કે પાકિસ્તાનના ગોળીબારમાં સુખવિંદરનો ચહેરો એકદમ ક્ષતિગ્રસ્ત થઇ ગયો એટલા માટે તે દેખાડી શકતા ન હતા. તે સાંભળીને માં ની ચીસ નીકળી ગઈ પરંતુ પોતાને સંભાળતા તેમણે દીકરાને સલામી આપી અને અંતિમ વિદાઈ આપી.

મા ને તેમના દીકરાની વીરગતિ વિષે બુધવારની સવારે જ જણાવવામાં આવ્યું હતું, બપોરે લગભગ ત્રણ વાગ્યે શહીદ સુખવિંદર સિંહના અંતિમ સંસ્કાર ગામના શ્મશાન ઘાટ ઉપર સંપૂર્ણ સન્માન સાથે કરાવવામાં આવ્યું. સેનાની ટુકડીએ શહીદને ગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યા. યુવાનોએ હાથમાં તિરંગા અને શહીદ સુખવિંદર સિંહના ફોટાના પોસ્ટર પકડીને અંતિમ વિદાઈ આપવામાં આવી.

શહીદની ચિતાને મુખાગ્ની તેના મોટા ભાઈ ગુરુપાલ સિંહ દ્વારા આપવામાં આવી. ૨૧ વર્ષના રાઈફલમેન સુખવિંદરના પિતા અવિનાશ સિંહ પંજાબ રાજ્યના વીજળી બોર્ડમાં એએલએલના હોદ્દા ઉપર હતા અને તેમનું મૃત્યુ વર્ષ ૨૦૦૭માં થઇ ગયું હતું. સુખવિંદર સિંહ વર્ષ ૨૦૧૭માં સેનામાં ભરતી થયા હતા અને પોતાના સંબંધીના લગ્નમાં સામેલ થયા પછી ૨૨ નવેમ્બરના રોજ ૧૫ દિવસની રજા ભોગવીને ડ્યુટી ઉપર પાછો ફર્યો હતો પરંતુ ઘરવાળાને ખબર ન હતી કે તે ક્યારેય પણ પાછો નહિ ફરે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.