શાહિદ કપૂરની માં નીલિમા અઝીમે બે તૂટેલા લગ્ન પર તોડ્યું મૌન, કર્યો સંબંધો પર ખુલાસો.

નીલિમા અઝીમે જણાવ્યું પોતાના બંને લગ્ન તૂટવાનું કારણ, દીકરાઓને લઈને જણાવી આ વાત.

બોલીવુડ સ્ટાર શાહિદ કપૂર અને ઇશાન ખટ્ટરની માં નીલિમા અઝીમે હાલમાં જ પોતાના નિષ્ફળ લગ્નો વિષે ખુલીને વાત કરી. તેમણે પહેલા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા, તે લગ્નથી તેમને દીકરા તરીકે શાહિદનો જન્મ થયો. પછી તેમણે રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા, અને તે લગ્નથી ઇશાનનો જન્મ થયો.

બીજા લગ્નને બચાવી શકાય તેમ હતા :

એક ઈન્ટરવ્યુંમાં પોતાના અંગત જીવન ઉપર વાત કરતા અભિનેત્રી નીલિમા અઝીઝે જણાવ્યું કે, તેમના બીજા લગ્ન બચાવી શકાય તેમ હતા. હાલમાં જ બોલીવુડ બબલ સાથે એક ઈન્ટરવ્યું દરમિયાન નીલિમાએ જણાવ્યું કે, તે પંકજ સાથે પોતાના પહેલા લગ્નની નિષ્ફળતાને મુશ્કેલીથી સ્વીકારી શક્યા હતા. જયારે રાજેશ સાથે પોતાના બીજા લગ્ન તે બચાવી શકતા હતા, અને તે સંબંધ ઉપર તેમનું વધુ નિયંત્રણ હતું.

શાહિદના પિતા સાથે લગ્ન વિષે વાત કરતા નીલિમાએ જણાવ્યું કે, મારી પાસે એક અદ્દભુત મિત્ર હતો, જેની સાથે મારા લગ્ન થયા. બધું એકદમ બરોબર ચાલી રહ્યું હતું. મારા માતા પિતા ઘણા સ્પોર્ટીવ હતા, મારી આસપાસ ઘણી ભીડ હતી, પણ મને એ ખબર ન હતી કે જીવનમાં કંઈક એવું પણ બની શકે છે જેમાં પગ લપસી જાય અને આપણે પડીને ડૂબી જઈએ. કારણ કે બધા મને પ્રેમ કરતા હતા અને મને ચારે તરફ પોતાની વાત માનવા વાળા લોકો મળ્યા. આથી જયારે હું પહેલી વખત મેં દુઃખનો અનુભવ, અસ્વીકૃતિ, ચિંતા, દર્દ અને અજ્ઞાતનો ડર, અસુરક્ષાની ભાવનાથી ઘેરાઈ ગઈ. કદાચ એટલા માટે એ નિર્ણય લીધો.

કેમ થયા રાજેશથી અલગ?

રાજેશ સાથે પોતાના લગ્ન વિષે વાત કરતા નીલિમાએ કહ્યું કે, બીજા લગ્ન જો એવી પરિસ્થિતિઓમાં થાત જેનો સામનો કરવો મુશ્કેલ હતો, તો કદાચ અલગ વાત હોત. તે મારા માટે મુશ્કેલ હતું, તે એક અશક્ય સિદ્ધિ હતી. મને લાગે છે કે, ત્યાં હું વધુ નિયંત્રણ અને વધુ તર્ક સાથે દરેક વસ્તુને મેનેજ કરતી હતી. પણ તે સંબંધ પણ આ બધાને કારણે જતો રહ્યો. અને મુંબઈમાં તે તમામ સંઘર્ષો સાથે અને તમામ દબાણો સાથે થાય છે, જેના લીધે ક્યારેક ક્યારેક લોકો પાછા પડી જાય છે.

પણ મારી પાસે ઉઠવાની ક્ષમતા છે. ફરીથી ચાલવાનું શરુ કરીશ, અને મારી પાસે મારા જીવનમાં વ્હાલા છોકરા, મારા દીકરા (શાહિદ અને ઇશાન) છે. તે મારા માટે ઘણી મોટી પ્રેરણા છે અને ઘણી ખુશી અને પ્રોત્સાહનનો સ્ત્રોત છે.

રાજેશ સાથે આજે પણ છે સારા સંબંધ :

નીલિમાએ જણાવ્યું કે, આજે પણ તે રાજેશ સાથે ઘણી હેલ્દી રીલેશન મેન્ટેન કરે છે. તેમણે એ વાતનો શ્રેય રાજેશની પત્ની વંદના સજનાનીને આપ્યો અને કહ્યું, તે મારું સન્માન કરે છે જેમ કે હું કુટુંબની એક મોટી સભ્ય છું.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.