શાહિદ કપૂરે પત્ની મીરાંને જોરદાર રીતે કર્યું બર્થ ડે વિશ, ફોટો શેયર કરી લખ્યું, ‘તમને મેળવીને હું….’

પત્ની મીરાના જન્મદિવસ ઉપર શાહિદે કંઈક આ અંદાજમાં વિશ કર્યો બર્થ ડે, ફોટો શેયર કરતા જ થયો ખુબ વાયરલ

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂત કપૂરના 26માં જન્મ દિવસ ઉપર એક ફોટો શેર કરતા તેના માટે ખાસ સંદેશ પણ લખ્યો છે. તો આવો જાણીએ તેના વિષે.

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુત કપૂરે 7 સપ્ટેમ્બર 2020ના રોજ પોતાનો 26મો જન્મ દિવસ ઉજવ્યો. આ ખાસ પ્રસંગે ઘણા સેલેબ્સથી લઈને તેના ફેંસે તેને જન્મ દિવસની શુભેચ્છા આપી. આ કડીમાં તેના પતિ શાહિદ કપૂરે પણ મીરાને વિશેષ અંદાઝમાં જન્મ દિવસ વિશ કર્યો છે. તો આવો જાણીએ તેના વિષે.

આમ તો શાહિદ કપૂરે પોતાના સત્તાવાર ઈંસ્ટાગ્રામ ઉપર પત્ની મીરા રાજપૂત કપૂરના જન્મ દિવસ પ્રસંગે તેનો એક સુંદર ફોટો શેર કર્યો, જેમાં તે મલ્ટી કલરનો ડ્રેસ પહેરેલો જોવા મળી રહી છે અને તેણે એક હાથ પોતાના માથાની પાછળ રાખેલો છે.

તેના કેપ્શનમાં શાહિદે લખ્યું, ‘જન્મ દિવસના અભીનંદન મારા પ્રેમ. તમે અંદરથી સુંદર છો અને હું મારા જીવનમાં તમને મેળવીને ધન્ય છું.’ આ ફોટા ફેંસ ઘણો પસંદ કરી રહ્યા છે અને સમાચાર લખાય ત્યાં સુધી તેને 1 મીલીયનથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે. સાથે જ ફેંસ પણ તેની ઉપર કમેંટ કરી મીરાને જન્મ દિવસની શુભેચ્છા આપી રહ્યા છે.

બહેન-બનેવીએ પણ કર્યો હતો બર્થડે વિશ

મીરાની બહેન પ્રિયા તુલશાન અને તેના બનેવી વિદિત તુલશાને મીરાને તેના જન્મ દિવસની શુભકામના આપી હતી. પ્રિયા અને વિદિતે પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર ડીસેમ્બર 2019માં U2 કોન્સર્ટમાં પોતાના મિલનની તસ્વીરો શેર કરી હતી. પ્રિયાએ તેની વ્હાલી બહેનનો એકલો પણ એક ફોટો પોસ્ટ કર્યો હતો.

વર્ષ 2018માં મીરા રાજપૂત કપૂર તેમનો 24મો જન્મ દિવસના બે દિવસ પહેલા પોતાના બીજા બાળક જૈન કપૂરને જન્મ આપવાની હતી, ત્યારે શાહિદે હોસ્પિટલમાં એક સ્પેશ્યલ કેક સાથે તેને સરપ્રાઈઝ આપી હતી.

શાહિદે જુનીયર કપૂર અને મીરાના જન્મ દિવસના આગમનને બમણા ઉત્સવના રૂપમાં તેના માટે એક સ્પેશ્યલ કેક બનાવરાવી હતી. જેની ઉપર લખ્યું હતું, ‘જસ્ટ હૈચડ, હેપ્પી બર્થડે મધર હેન.’ તેને ડેફોડીલ્સ ક્રીએશંસ (જેણે કેક બનાવી હતી) એ પોતાના ઈંસ્ટાગ્રામ હેન્ડલ ઉપરથી શેર કર્યો હતો.

ત્યાર પછી મે 2020માં મીરાએ હોસ્પિટલમાં એક દિવસના જૈન સાથે મનાવવામાં આવેલી પોતાની સૌથી સારી જન્મ દિવસની પાર્ટી માંથી એક થ્રોબેક તસ્વીર પોસ્ટ કરી હતી.

દીકરાના જન્મ દિવસની શેર કરી હતી તસ્વીરો

તે પહેલા 5 સપ્ટેમ્બર 2020ના રોજ મીરાના દીકરા જૈન કપૂરનો બીજો જન્મ દિવસ હતો. આ ખાસ પ્રસંગે મીરાએ દીકરા જૈનના બીજા જન્મ દિવસ પ્રસંગના શણગારની એક ઝલક દેખાડી હતી. તેની ઈંસ્ટાગ્રામ સ્ટોરી ઉપર ફોટો શેર કરતા મીરાએ લખ્યું હતું, ‘મીડનાઈટ બર્થડે પ્રીપેશન’ ત્યાર પછી મીરાએ ઈંસ્ટાગ્રામ ઉપર એક બીજો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં થોડી ભેંટ, રમકડા જેવા કે – ટ્રક, કન્ટ્રક્શન થીમ વાળા પેપર રૈપ, રમકડા વાળી કારો જોવા મળી રહી છે.

તેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું, ‘આ જનુન સાચું છે #happybirthdayzain” આ ફોટો ફેંસને ખુબ પસંદ આવ્યો અને ફેંસે કમેંટ કરીને જૈનને બર્થડે વિશ કર્યો હતો.

હાલમાં કોરના સમયગાળો હોવાને કારણે મીરાએ પોતાનો જન્મ દિવસ ઘરે જ પતિ શાહિદ અને પોતાના બાળકો (મીશા અને જૈન) સાથે જ ઉજવ્યો. આપણે પણ તેને જન્મ દિવસની શુભકામનાઓ આપીએ. તો તમને શાહિદ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.