શહીદની પત્નીનો પ્રશ્ન – જવાન જ કેમ શહીદ થાય છે? કોઈ નેતા પોતાની છાતી ઉપર ગોળી કેમ નથી ખાતા?

આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફની બસના ડ્રાઈવર જેમલ સિંહ (૪૫)ની પત્ની સુરજીત કોર એ કહ્યું, તેને કેન્દ્ર સરકાર પાસેથી ન તો આર્થિક સહાય જોઈએ ન તો તેના પતિના મૃત્યુનો બદલો. બસ કેન્દ્ર સરકાર તેને તેનો પતિ અને બીજા પરિવારોના તેના જવાન પાછા આપી દે. અમારે બીજું કાંઈ જ ન જોઈએ. સુરજીત કોરએ ભીની આંખો સાથે કહ્યું, લગ્નના ૧૬ વર્ષ પછી દીકરાએ જન્મ લીધો હતો.

૬ વર્ષના એકના એક દીકરા સાથે તે દિવસમાં ૧૦-૧૦ વખત વાતો કરતો હતી. હવે હું દીકરાને શું જવાબ આપીશ? તેને હજુ પણ પોતાના પિતાની રાહ છે. તેને પ્રશ્ન કર્યો, જમ્મુ કાશ્મીરમાં જવાન જ કેમ શહીદ થઇ રહ્યા છે? અધિકારી અને મંત્રીઓ કેમ નથી પોતાની છાતી ઉપર ગોળી ખાતા? મારે તે વાતનો જવાબ જોઈએ.

ગુરુવારએ જયારે સીઆરપીએફ ટુકડી ઉપર આતંકી હુમલાના સમાચાર આવ્યા તો સુરજીત કોર જાલંધર સીઆરપીએફ ક્વાર્ટરમાં પોતાના ૬ વર્ષના દીકરાને ભણાવી રહી હતી. પતિના શહીદ થવાના સમાચાર મળતાની સાથે જ સાસુ-સસરા પાસે મોગાના ગામ પહોચી ગઈ. એક વખત તો તેની તબિયત પણ બગડી ગઈ હતી. ડોક્ટર બોલાવીને ઈલાજ કરાવ્યો હતો.

ક્લાર્ક બની ગયા હતા, ૯ મહિના પછી પહેલી વખત બસ લઇને ગયા હતા : સુરજીત કોર એ જણાવ્યું કે ૯ મહિના પહેલા વિભાગએ પતિ જેમલ સિંહને હવાલદારની રેન્ક આપીને ઓફીસમાં ક્લાર્ક તરીકે મૂકી દીધો હતો. ત્યારથી તેમણે બસ ચલાવી ન હતી. ૧૪ ફેબ્રુઆરીના રોજ તે પહેલી વખત બસ લઇને ગયા અને શહીદ થઇ ગયો.

તેમણે જણાવ્યું કે ગુરુવારના રોજ સવારે ૮.૦૦ વાગ્યે પતિ સાથે વાત થઇ હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે બહાર જઈ રહ્યો છું. પછી વાત કરીશ. પછી સાંજે ૪.૦૦ વાગ્યે મેસેજ આવ્યો કે પતિની ટુકડી ઉપર આતંકી હુમલો થયો છે. રાત્રે ૭.૦૦ વાગ્યે મેસેજ આવ્યો કે તે હુમલામાં તેના પતિ શહીદ થઇ ગયા છે.

જલંધરમાં પોતાની ટ્રાંસફરના પ્રયાસ કરી રહ્યો હતો : સુરજીત કોર એ જણાવ્યું કે તે જાલંધરમાં ટ્રાંસફર કરાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. કહેતા હતા કે જાલંધર આવ્યા પછી પ્રી મેચ્યોર નિવૃત્તિ લઇને બાળકોના ભવિષ્ય ઉપર જ ધ્યાન આપશે.

સહાનુભુતી પછી આખું જીવન દુ:ખ અને જ સહન કર્યું છે : સુરજીત કોર એ જણાવ્યું કે તેના પતિએ કહ્યું હતું કે વહેલામાં વહેલી તકે તે ફરી રજા ઉપર આવશે. હવે કાંઈ જ નથી થઇ શકતું 4 દિવસની સહાનુભુતી પછી આખી ઉંમર દુ:ખ સહન કરવાનું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ…