ક્રિકેટપ્રેમિયો નો માયલો જગાડી દે એવો લેખ, દરેક વ્યક્તિ 2 મિનિટનો સમય કાઢીને અચૂક વાંચે

રાત્રીના લગભગ અગીયાર વાગે રોડ પરના શોર બકોરથી એ સફાળી જાગી ગઈ, બારી બહાર જોયુંતો યુવાનોનું એક મોટું ટોળું બાઈક અને સ્કુટર પર ઢોલ નગારાં વગાડીને, હાથમાં રહેલા ભારતના ઝંડાને લહેરાવી….જોર શોરથી ભારત માતાકી જય ના નારા લગાવતું હતું…….

તેનો ચોથા ધોરણમાં ભણતો દીકરો ગભરાઈને જાગ્યો, બારી પાંસે ઉભેલી માતા પાસે જઈને એના પગ પકડી ઢીંચણે લપેટાયો….ડર અને કુતુહલ વશ પુછ્યું….. માં ક્યા હુઆ ……? માં એ વહાલથી પગે લપેટાયેલા દીકરાના માથે હાથ ફેવરીને કહ્યું, … કુછ નહી બેટા…ભારત જીત ગયા… ચલ સો જાતે હે……

સવારે નીત્ય ક્રમ મુજબ એણે નાહી ધોઈને ભગવાનની પુજા કરી, પછી દરરોજ ના નીયમ મુજબ દીવાલે લટકાવેલા પતિના ફોટા સામું જોઈને પાંસે ઉભેલા દીકરાને જોરથી પુછ્યું….”તુ કૌન હે….. દરરોજ ના નીયમ મુજબ છોકરાએ એટલાજ જુસ્સાથી કહ્યું… પંજાબ રેજીમેન્ટ હવાલદાર શહીદ બલબીર સીંગ કા બેટા….

માં : બડા હોકે ક્યા બનેગા…..

દીકરો સીનો તાણીને જોરથી : પંજાબ રેજીમેન્ટ લેફ્ટનંન્ટ કર્નલ વિક્રાંન્ત બલબીરસીંગ સોઢી…..

માં : ક્યા કરેગા….

દીકરો : દેશ કી રક્ષા….

માં : તેરા મકશદ ક્યા હે….

દીકરો : પિતાજી કી શહીદીકા બદલા……

નિત્ય ક્રમ મુજબ માં એ દીકરાના માથે હાથ ફેરવીને કહ્યું…. ચલ બેટા અબ પઢાઈ કરને બેઠ જા….. છોકરાએ ખુણાંમાં પડેલા ટેબલ પરથી પોતાની સ્લકૂબેગ ઉઠાવી, અને એની નજર બાજુમાં પડેલા આજના ન્યુઝ પેપર પર પડી. તેણે એ ઉઠાવીને જોયું, ફ્રંટ પેજ પર ક્રીકેટરોના મોટા મોટા ફોટા હતા, મોટી હેડ લાઈન… ભારત કી ટીમ કે સામને પાકીસ્તાનને ઘુટને ટેકે, પાકીસ્તાન ચારો ખાને ચીત્ત… ભારત કા ઐતીહાશીક વિજય……

વડાપ્રધાનને ટીમ કો જીતકી બધાઈ દેતે હુએ કહા યે ભારત કી પ્રજા કી જીત હે……. રાષ્ટ્રપતિને ટીમકો બધાઈ દી…. ક્રીકેટ કંટ્રોલ બોર્ડને જીતકી ખુશીમેં ટીમકે હર સદશ્યકો દશ લાખ કી અતીરીક્ત રાશી દેનેકા એલાન કીયા.

છોકરાએ ટેબલના ડ્રોવરમાંથી પિતાની શહીદીના દીવસનું જુનું પેપર કાઢ્યું…. તેમાં વડાપ્રધાન, ગ્રુહ વિભાગની કડી શબ્દોમેં નીંદા વાંચી, શહીદી વ્યર્થ નહી જાયેગી : રક્ષામંત્રી…. હમ શાંન્તી ઓર અમન ચાહતે હે : રાષ્ટ્રપતિ….
શહીદોકો ચાર લાખકા મુયાયજા દીયા જાયેગા : ગ્રુહ મંત્રાલય.. આખા પેપરમાં ફકરામાં છ શહીદોમાં છપાયેલું પાંચમું નામ છોકરાએ ઝીણીં આંખે વાંચ્યું : પંજાબ રેજીમેન્ટ હવાલદાર બલબીરસીંગ આઝાદસીંગ સોઢી…. નીચે ખુણાંમાં છપાયેલા નાના બ્લેક એન્ડ વાઈટ ફોટાને છોકરો જોઈ રહ્યો…..

ટીવી પર સમાચાર ચાલતા હતા, એક છોકરી ગળું ફાડીને બોલતી હતી… આઈયે ફીર હમ આપકો દીખાતે હે કોહલીને કૈસા કહર બરતાયા પાકિસ્તાની બોલર પર……બુમરાહ કે યોર્કર પર કૈસે ફીસલે પાકિસ્તાની… યુવરાજ કે એક થ્રોને પાકિસ્તાન કી બાજી પલટદી……

– અનીલકુમાર ચૌહાણ

https://www.facebook.com/anilkumar.chauhan.7543/posts/808356449346093

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.