શાહરૂખે ન ઉપાડ્યો સલમાનનો ફોન તો ભાઈજાને લીધી એની ક્લાસ, કહ્યું ‘હવે તને….’

શાહરૂખ ખાન ખરેખર બોલીવુડમાં કિંગ કહેવામાં આવે છે. તેની ફેન ફોલોઈંગ માત્ર ભારતમાં જ નથી પરંતુ વિદેશોમાં પણ છે. તે વાતનો તાજો દાખલો આપણે દુબઈના બુર્જ ખલીફા ટાવર જોઈ શકીએ છીએ. ખાસ કરીને શાહરૂખ ખાનના જન્મ દિવસ ઉપર બુર્જ ખલીફાએ પોતાની બિલ્ડીંગમાં હેપ્પી બર્થડે શાહરૂખ ખાન લખેલું હતું. ગયા શનિવારે શાહરૂખે પોતાનો ૫૪મો જન્મ દિવસ મનાવ્યો છે. તે વખતે તેના ફેંસ અને બોલીવુડના લોકોના અભીનંદનના  સંદેશ ઢગલાબંધ આવી ગયા.

શાહરૂખ બોલીવુડમાં ઘણું મોટું નામ છે. તેની ફિલ્મી કારકિર્દી પણ ઘણી સારી રહી છે. તેની છેલ્લી થોડી ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર ભલે સફળ ન રહી હોય પરંતુ તેની પોપુલેરીટીમાં જરા પણ ઘટાડો નથી આવ્યો. શાહરૂખ ખાન વિષે બીજી એક સૌથી મોટી વાતએ પણ છે કે ઇન્ડસ્ટ્રીમાં આટલા પૈસા અને ખ્યાતી મેળવ્યા છતાં પણ તેનું વર્તન ઘણું વિનમ્ર અને સન્માન જનક છે. તે બધા સાથે ઘણું સારું વર્તન કરે છે. તે કારણ છે કે દરેક તેણે દિલથી વિશ કરે છે.

બોલીવુડના બીજા સુપરસ્ટાર સલમાન ખાન પણ શાહરૂખ ખાનના સારા દોસ્ત છે. હા વચ્ચે તે બંને વચ્ચે થોડા મતભેદ જરૂર થયા હતા પરંતુ પાછળથી બંનેએ એ સમસ્યાને ઉકેલી લીધી અને હવે ફરી સારા દોસ્ત બની ગયા, આ બંનેની દોસ્તી એટલી સારી છે કે લોકો તેમને એક સાથે જોવાનું ઘણું પસંદ કરે છે. હવે શાહરૂખના જન્મ દિવસ ઉપર પણ સલમાને ઘણી જ અલગ અને રસપ્રદ અંદાજમાં વિશ કર્યો છે.

સલમાને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં સલમાન ખાન સાથે જેકલીન ફર્નાડીસ, સોનાક્ષી સિન્હા, સોહેલ ખાન, બોડીગાર્ડ શેર અને મનીષ પોલ જોવા મળી રહ્યા છે. આ બધાએ એક સાથે મળીને શાહરૂખને ‘હેપ્પી બર્થડે’ કહ્યું છે, વિશેષ વાત એ રહી કે બધા જન્મ દિવસના અભીનંદન પણ શાહરૂખ ખાનના અંદાઝમાં બંને હાથ ફેલાવીને આપે છે.

આ વિડીયો શેર કરતા સલમાને કેપ્શનમાં લખ્યું છે ‘હેપ્પી બર્થડે ખાન સાહબ, અમારી ઇન્ડસ્ટ્રીના કિંગ ખાન શાહરૂખ ખાન,’ આ વિડીયોના અંતમાં સલમાન ખાન મજાકમાં શાહરૂખને એ પણ કહે છે કે ‘અબે તુઝે ફોન કિયા થા, ફોન તો ઉઠા લેતા મેરા’ હાલ સોશિયલ મીડિયા ઉપર સલમાન ખાનનો શાહરૂખને આપવામાં આવેલો અભીનંદન સંદેશ ઘણી ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

લોકોને આ બંનેનું કનેક્શન જોઈ ઘણી મજા આવી રહી છે. ‘કરન અર્જુન’ ફિલ્મમાં લોકોએ સલમાન અને શાહરૂખની જોડી ઘણી પસંદ આવી હતી. તેવામાં ઘણા ફેંસ એવું ઈચ્છે છે કે બંને ભવિષ્યમાં ફરી એક સાથે એક ફિલ્મમાં જોવા મળે. આમ તો તેની શક્યતા ઘણી જ ઓછી જોવા મળે છે. હાલ તો તમે આ વાયરલ વિડીયો અહિયાં જોઈ શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

જુઓ વિડીયો :