‘શાહરુખ મારી ચાટી રહ્યો છે’ થી લઈને ‘ડાયરેક્ટર બોલશે તો ગાય ભેંસની સાથે પણ…” સુધી જાણો સ્ટાર્સના વિવાદિત નિવેદન

જીભ ઉપર કાબુ રાખવો ઘણી મોટી વાત છે. આમ તો ઘણી વખત તમે ભાવનાઓમાં એટલા વહી જાવ છો કે કાંઈ પણ ઉધું સીધું બોલી નાખો છો. એવું જ કાંઈક આ બોલીવુડ કલાકારો સાથે પણ થયું. તેમના વિચિત્ર નિવેદન એક સમયમાં મીડિયાના સમાચારો અને વિવાદોના મૂળ રહ્યા હતા.

શાહરૂખ ખાન – મારે પોર્ન સ્ટાર બનવું છે :

બોલીવુડના કિંગ શાહરૂખ ખાન એક વખત ઈન્ટરવ્યુંમાં બોલી રહ્યા હતા કે, મને પોર્ન સ્ટાર બનવાની ઈચ્છા હતી. હું એક મહેનતુ અને સકારાત્મકતાથી ભરેલો પોર્ન સ્ટાર બનવાનો પ્રયાસ કરીશ. અમેરિકામાં સૌથી મોટો પોર્ન કલાકાર બની સૌથી ઉપર આવીશ. કિંગ ખાને એ વાતો મજાકમાં કહી હતી પણ મીડિયાના સમાચારોનો ભાગ બની ગઈ હતી.

આમીર ખાન – શાહરૂખ મારા પગ ચાટે છે :

એક સમય હતો જયારે શાહરૂખ અને આમીરના ઝગડા ચાલતા રહેતા હતા. તેવામાં આમીરે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી લખ્યું હતું કે, શાહરૂખ મારા પગ ચાટી રહ્યો છે. હું તેને બિસ્કીટ ખવરાવી રહ્યો છું. હવે તેનાથી સારું બીજું શું જોઈએ? આમ તો તમે કમેન્ટ કરો તે પહેલા જણાવી આપું કે શાહરૂખ મારા કુતરાનું નામ છે. આમીરની આ પોસ્ટની ઘણી ટીકા થઇ હતી. શાહરૂખે પણ કહ્યું હતું કે, આમીરે આજે પોતાના બે ફેંસ ગુમાવી દીધા. મારા દીકરા તેના અભિનયને ખુબ પસંદ કરતા હતા.

સલમાન ખાન – અરે કોઈ કુતરા પણ જોવા નથી ગયા આ ફિલ્મને :

સલમાન ખાને પોતાની એક્સ એશ્વર્યા રાય અને ઋત્વિક રોશનની ફિલ્મ ‘ગુઝારીશ’ ને લઈને મોટું એવું નિવેદન આપતા કહ્યું હતું કે, અરે કોઈ કુતરો પણ જોવા નથી ગયો આ ફિલ્મને.

શાહિદ કપૂર – ડાયરેક્ટર કહેશે તો ગાય ભેંસ સાથે પણ કામ કરીશ :

શાહિદ કપૂર અને કરીના કપૂરનો બ્રેકઅપ ઘણો ફેમસ છે. આ બંને અલગ થયા તો તેના સંબંધો પણ ઘણા ખરાબ થઇ ગયા હતા. એક વખત કોઈએ ઈન્ટરવ્યુંમાં શાહિદને પૂછ્યું કે, શું તે હવે કરીના સાથે કામ કરશે? તો શાહિદે કહ્યું હતું, એક કલાકાર હોવાને નાતે જો ડાયરેક્ટર મને ગાય ભેંસ સાથે અભિનય કરવાનું કહેશે તો તે પણ હું કરીશ.

દીપિકા પાદુકોણ – રણબીરને કોન્ડમ ભેંટમાં આપીશ :

એક સમયે દીપિકા અને રણબીર કપલ ગણવામાં આવતા હતા. બ્રેકઅપ પછી જ્યારે દીપિકા કોફી વિથ કરણ શો માં ગઈ તો ત્યાં કહ્યું હતું કે, હું મારા એક્સ રણબીર કપૂરને ભેંટમાં કોન્ડમ આપવા માંગુ છું, કેમ કે તે તેનો કંઈક વધુ જ ઉપયોગ કરે છે.

કંગના રનૌત – તમે મારી બાયોપિકમાં ફિલ્મ માફિયા હશો :

નેપોટીમઝમને લઈને જયારે કોફી વિથ કરનમાં કંગના અને કરણ એકબીજા સામે આવ્યા હતા તો તેમણે કહ્યું હતું, જો મારા જીવન ઉપર કોઈ ફિલ્મ બની તો તેમાં તમને (કરણને) રૂઢીવાદી બોલીવુડને પ્રોત્સાહન આપવા વાળા તે ઘમંડી વ્યક્તિ તરીકે દેખાડીશ જે ઇન્ડસ્ટ્રીની બહારથી જ આવતા લોકો સાથે નફરત કરે છે. હંમેશા નેપોટીઝમનો ઝંડો લહેરાવે છે અને એક ફિલ્મ માફિયા છે.

આશુતોષ ગોવારીકર – પ્રિયંકાને બેસ્ટ હિરોઈનનો એવોર્ડ કેમ મળ્યો :

જોધા અકબર જેવી ફિલ્મ ડાયરેક્ટર કરવા વાળા આશુતોષ ગોવારીકરે એક એવોર્ડ ફન્કશનમાં કહ્યું હતું કે, ‘સોરી પ્રિયંકા પરંતુ મને સમજાતું ન હતું કે, એશ્વર્યાને બદલે તને બેસ્ટ હિરોઈનનો એવોર્ડ કેવી રીતે મળ્યો?’

સોનમ કપૂર – કેટરીના કેફ શરમ વગરની છે :

સોનમ વિવાદિત નિવેદનો માટે પ્રસિદ્ધ છે. એક વખત તેણે એશ્વર્યાને આંટી કહી દીધી હતી. અને બીજી વખત એક ઈન્ટરવ્યુંમાં કેટરીનાને શરમ વગરની કહી હતી. તેનું નિવેદન હતું કે, હું ફૂલોનો ગુલદસ્તો કેટરીનાને આપવા માગીશ કેમ કે, કંઈક કામ કરવા માટે એક અલગ જ સ્તરની કમીટમેંટ અને બેશરમીની જરૂરિયાત હોય છે. જયારે તમને તમારી ઉપર વધુ વિશ્વાસ હોય, અને સ્ટારડમ કે ટેલેન્ટ ઉપર વધુ વિશ્વાસ હોય છે, તો આવું થાય છે. આવી ફિલ્મો કરવા માટે મારે એ શીખી લેવું પડશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.