શાહરુખ-સલમાન પણ નહિ બચાવી શકયા ‘સિર્ફ તુમ’ ની હિરોઈનનું કરિયર, આજે થઈ ગઈ છે ગુમનામ

શાહરુખ અને સલમાનની ઓપોઝીટ કામ કરી ચુકેલી આ હિરોઈનને બોલીવુડથી એટલી નિરાશા મળી કે એમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ છોડી દીધી. આ હિરોઈનને તમે ફિલ્મ ‘સિર્ફ તુમ’ માં જોઈ હશે. એનું નામ છે પ્રિયા ગિલ. પ્રિયાએ ‘સિર્ફ તુમ’ દ્વારા એટલી લોકપ્રિયતા ભેગી કરી કે બાકી હિરોઈન પાછળ છૂટી ગઈ. પણ પછી લોકો એને ભૂલી ગયા. 9 ડિસેમ્બર 1975 ના રોજ એમનો જન્મ થયો હતો.

1995 ની મિસ ઈંડિયા ફાઈનલિસ્ટ પ્રિયાએ ચંદ્રચુડ સિંહની ફિલ્મ ‘તેરે મેરે સપને’ થી કરિયરની શરૂઆત કરી હતી. એના 4 વર્ષ પછી એમણે સંજય કપૂરની ફિલ્મ સિર્ફ તુમમાં કામ કર્યું. એ સમયે પ્રિયાની સુંદરતાના કાયલ બોલીવુડ પણ થયું અને દર્શક પણ થયા. 90 ના દશકમાં ઘણી બીજી નામી હિરોઈનો પણ રહી જેમણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી. પણ પ્રિયાની આવડત જોઈ નિર્માતા-નિર્દેશક એમના દીવાના થઈ ગયા હતા.

પ્રિયા ગીલે સલમાન ખાન, સુષ્મિતા સેનથી લઈને સંજય કપૂર અને નાગાર્જુન સુધીના કલાકારો સાથે કામ કર્યું છે. 19 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ જોશમાં પ્રિયા શાહરુખ ખાનની હિરોઈન બની હતી. પ્રિયાનું કદ એ સમયે એ વાતથી માપી શકાય કે, એ ફિલ્મમાં એશ્વર્યા રાય જેવી હિરોઈને શાહરુખની બહેન બનવું પડ્યું. ફિલ્મ ‘બડે દિલવાળા’ પછી પ્રિયાના કરિયરને જાણે લકવો જ મારી ગયો. તે ફક્ત સાઈડ રોલ સુધી માર્યાદિત થઈને રહી ગઈ.

છેલ્લી વખત તે કલાકારોની સેના વાળી ફિલ્મ ‘એલઓસી’ માં જોવા મળી હતી. જયારે મુંબઈમાં વાત ન બની તો તે રીજનલ ફિલ્મો કરવા લાગી. તે મલયાલમ ફિલ્મ મેધમમાં દેખાઈ, પછી પંજાબીમાં ‘જી આયા નું’ અને છેલ્લે એમણે અખિલેશ પાંડેના ઓપોઝીટ ભોજપુરી ફિલ્મ ‘પિયા તોસે નૈના લાગે’ માં કામ કર્યું. એ પછી તે કયાંક ખોવાઈ ગઈ.

અફસોસની વાત તો એ છે કે, બોલીવુડ પણ આ હિરોઈનને લગભગ ભૂલી ચૂક્યું છે. ત્યારે તો આજે પ્રિયા ગિલ ન ફક્ત ફિલ્મોથી ગાયબ છે, પણ સોશિયલ સર્કિટમાં પણ દેખાતી નથી. તે ક્યાં છે એ વાતની કોઈને ખબર નથી. ઈન્ટરનેટ પર કલાકો શોધવા પર પણ એમના વિષે જાણકારી નથી મળતી.

થઈ શકે છે કે, પ્રિયાએ લગ્ન કરી લીધા હોય અને દૂર વિદેશમાં ઘર વસાવી લીધું હોય. અથવા એ પણ થઈ શકે છે કે, તે પણ એ તમામ કલાકારોની જેમ ગુમનામી વાળું જીવન જીવી રહી હોય, જેવું ઘણા નામચીન કલાકારોએ જીવ્યું અને પછી દુનિયામાંથી વિદાય લઈ લીધી. ગ્લેમરની દુનિયાનું આ જ કડવું સત્ય છે. અહીં ઉગતા સૂરજને બધા સલામ કરે છે, પણ જયારે સૂરજ આઠમી જાય તો બસ અંધારું થાય છે. ન જાણે પ્રિયા ક્યાં છે?

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.