આ ૯ સ્ટાર શાકાહારી બની ગયા છે, જાણો હવે તે શા માટે નથી ખાતા નોન-વેજ જાણો ફાયદા

માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વના ઘણા જુદા જુદા દેશોમાં થયેલા ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે શાકાહારી ડાયેટ સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે. બૉલીવુડમાં એવા ઘણા સ્ટાર છે જે પહેલા નોન-વેજ ખાતા હતા. પરંતુ આમાંના કેટલાકે પોતાની ફિગર જાળવી રાખવા માટે તો કેટલાક અન્ય કારણોસર નોન-વેજ ખાવાનું છોડી દીધું. આ બધા સ્ટાર શાકાહારી ફૂડ ને પોતાની હેલ્થનું રહસ્ય માને છે. જાણો આવા જ ૯ બોલીવુડ સ્ટાર્સના વિષે.

આ છે તે બોલીવુડ સેલીબ્રીટી જે પહેલા નોનવેજ ખાતા હતા પરંતુ હવે તે નથી ખાતા, જાણો તેનું કારણ

અમિતાભ બચ્ચન- શાકાહારી ખોરાક ખાઈને વધારે સક્રિય અનુભવે છે, તેથી નોનવેજ છોડીને વેજ ડાયેટ ફોલો કરી.

જેકલીન ફર્નાન્ડીસ- પર્યાવરણ બચાવવા માટે નોનવેજ છોડ્યું. વેજ ડાયેટ એ શરીરને યોગ્ય આકાર દેવામાં ખુબ જ મદદ કરી.

આલિયા ભટ્ટ- તે સ્વસ્થ ચામડી અને ચમકતા વાળ માટે શાકાહારી ડાયેટ ફોલો કરે છે.

કંગના રર્નૌત- પોતાના સ્વાસ્થ્ય અને સુંદરતાને જાળવી રાખવા માટે નોનવેજ ખાવાનું છોડી દીધું.

અનુષ્કા શર્મા- એક વર્ષ પહેલા પોતાના કુતરાના લીધે નોનવેજ છોડી દીધું, તેમના કુતરાને માંસની સ્મેલ સારી લાગતી ન હતી.

સોનાક્ષી સિન્હા – તે વજન ઓછુ કરવા માટે શાકાહારી ડાયેટ ફોલો કરે છે.

વિદ્યા બાલન – તે માને છે કે નોનવેજ ખાવાથી વજન વધે છે, તેથી તે નોનવેજ ફ્રી ડાયેટ ફોલો કરે છે.

ફરહાન અખ્તર – પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તેમણે નોનવેજ ખાવાનું છોડી દીધું.

શાહિદ કપૂર – તેમણે લેખક બ્રિયાન હાઇસની બુક લાઈફ ઈઝ ફેયર વાચ્યા પછી નોનવેજ ખાવાનું છોડી દીધું.

વેજ ખાવાના ફાયદા:

ખુબ સારી પાચનક્રિયા: શાકાહારી ડાયેટ ફાઈબરથી ભરપુર હોય છે તેનાથી પાચન સારું રહે છે અને પેટના ઘણા રોગોથી રક્ષણ થાય છે.

જાડાપણાથી રક્ષણ – શાકાહારી ડાયેટમાં ચરબીનું પ્રમાણ ઓછુ હોય છે તેથી જાડાપણું અને વજન વધવાની સમસ્યાથી રક્ષણ થાય છે.

ડાયાબીટીસ થી રક્ષણ- આનાથી મેટાબોલીઝમ પ્રક્રિયા સારી રહે છે શરીરમાં ચરબી અને સુગર ઓછી જમા થવાથી ડાયાબીટીસનું જોખમ ઓછુ થાય છે.

વધુ સારો મૂડ- સ્ટડીસ અનુસાર નોનવેજ ખાવા વાળા લોકોની સાપેક્ષે શાકાહારી લોકો માં મૂડ ડીસ્ટરબન્સ ની સમસ્યા ઓછી થાય છે.

હ્રદયની સમસ્યાઓનું ઓછુ જોખમ- શાકાહારી ડાયેટ થી લોહીમાં બેડ કોલેસ્ટેરોલ નું સ્તર વધતું નથી અને હ્રદયને લગતા રોગોનું જોખમ પણ ઓછુ થાય છે.

ઓછા ટોક્ષીન્સ- શાકાહારી ડાયેટમાં નોનવેજ ની સરખામણીમાં ઓછા ટોક્ષીન હોય છે તેનાથી થાક અને નબળાઈ જેવી સમસ્યાઓ થી રક્ષણ થાય છે.

પરસેવાની દુર્ગંધથી રક્ષણ- શાકાહારી ડાયેટમાં સ્વેટ ગ્લેન્ડને ઉત્તેજિત કરવા વાળા હોર્મોન વધારે હોતા નથી જેથી પરસેવાની દુર્ગંધથી રક્ષણ થાય છે.

સ્વસ્થ ચામડી- શાકાહારી ડાયેટમાં વિટામિન્સ, મિનરલ્સ અને પાણી વધારે હોય છે તેનાથી ચામડી સ્વસ્થ રહે છે.

પથરી થી રક્ષણ- શાકાહારી ડાયેટથી યુરિનનો પીએચ લેવલ વધુ રહે છે અને કિડનીમાં પથરી બનવાનો ભય ઓછો થાય છે.

બીપી કન્ટ્રોલ- શાકાહારી ડાયેટથી લોહીની નળીઓ સાફ રહે છે અને બીપી નોનવેજ ખાવા વાળાની તુલનામાં સામાન્ય રહે છે.

વિડીયો