શુદ્ધ શાકાહારી છે આ બોલીવુડ સ્ટાર ત્રીજા નું નામ જાણી ને નહિ થાય વિશ્વાસ

ભારત દેશના તમામ ઋષિમુનિઓએ શુધ્ધ શાકાહારી ભોજનને સ્વાસ્થ્ય, ધન અને બુધ્ધીમતાનો આધાર માન્યુ છે. ઘણા એવા લોકો ને ભરમાવતા લોકો છે જે ખુબ માંસ ખાય છે અને કહે છે મારો ધર્મ માનવતા છે જે ફક્ત લોકો ને ઉલ્લુ બનાવવા જ આવા નકાબ પહેરે છે જ્યારે આજે અમે તમને જણાવસુ જેમાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી જેવા અનેક ધર્મ માંથી આવેલ બોલીવુડ નાં સ્ટાર એક અવાજે સાચી માનવતા માટે શાકાહારી બન્યા.

પરંતુ આજકાલ એવો સમય આવી ગયો છે કે લોકો શાકાહારી ભોજન છોડીને માંસાહારી ભોજન તરફ વધારે આકર્ષિત થઈ રહ્યાં છે. પરંતુ જ્યારે આજના સમયમાં પણ કોઈ આપણને શુધ્ધ શાકાહારી વ્યક્તિ મળે છે તો આપણને ઘણું આશ્ચર્ય થાય છે. જ્યારે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી આવું કોઈ સામે આવે તો આપણું આશ્ચર્ય બે ગણું વધી જાય છે. એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે બોલીવુડ સ્ટાર્સ વારંવાર પાર્ટીઓ અને મોટી મોટી હોટલોમાં ખાવાના શોખીન હોય છે.પરંતુ આજે પણ ઘણા સ્ટાર્સ એવા છે જે સંપૂર્ણ રીતે શાકાહારી છે.તો આવો આજે આપને બોલીવુડના શુધ્ધ શાકાહારી સ્ટાર્સ સાથે મુલાકાત કરાવીએ.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનને વર્ષ-2002 માં પેટા એ દુનિયાના સૌથી પ્રખ્યાત શાકાહારી વ્યક્તિ માન્યા હતાં.અમિતાભે ઘણા પ્રસંગોમાં પોતે જ કહ્યું છે કે ઘણા વર્ષો સુધી દારૂ, ધૂમ્રપાન અને માંસના તેઓ વ્યસની રહ્યાં હતાં. કદાચ દારૂ, ધૂમ્રપાન, કોલ્ડ ડ્રીન્કસ અને માંસથી દૂર રહેવાના કારણે જ અમિતાભ આટલી વધારે ઉંમર હોવા છતાં પણ સંપૂર્ણ સ્વસ્થ છે.વર્ષ-1982 માં કુલીના શૂટિંગ દરમ્યાન તેમના પેટે ઇજા થઈ હતી.તે પછી અમિતાભે વર્ષ-2000 માં કહ્યું હતું કે સીરોસિસ ના કારણે તેમનું લીવર 75 ટકા ખરાબ થઈ ચૂક્યું હતું. જેના કારણે તેઓ આ બધી વસ્તુઓથી કોલ્ડ ડ્રિંક્સ થી પણ દૂર રહેવા માટે પ્રેરાયા.

જેકલીન ફર્નાંડીઝ.

બોલીવુડના શુધ્ધ શાકાહારી સ્ટાર્સના લીસ્ટમાં હવે પછીનું નામ જેકલીન ફર્નાંડીઝનું છે. જેણે વર્ષ-2013 પછી માંસ ખાવાનું છોડી દીધું. પેટા ના બ્લોગ પોસ્ટમાં જેકલીને કહ્યું હતું કે હું શાકાહારી બની ગઈ અને મને આનાથી વધારે સારું ક્યારેય અનુભવાયું નથી. આ એક સારો અનુભવ છે. શાકાહારી હોવું સૌથી સારું કામ છે. જેનાથી તમે પશુને દુ:ખી થતાં રોકવામાં પર્યાવરણની સુરક્ષા અને ખુદ પોતાના સ્વાસ્થ્યને વધારે સારું રાખવામા મદદ કરી શકો છો.

શાહિદ કપૂર.

બોલીવુડના શુધ્ધ શાકાહારી સ્ટાર્સના લીસ્ટમાં આ નામ સાંભળીને કદાચ આપ ચોંકી જશો. પરંતુ આપને જણાવી દઈએ કે શાહિદ કપૂરે 2003 પછી માંસ ખાવાનું છોડી દીધું છે. આ નિર્ણય શાહિદ કપૂરે બ્રેન હાઈન્સનું પુસ્તક લાઈફ ઇસ ફેયર વાંચ્યા બાદ લીધો. આ પુસ્તક તેમણે તેમના પિતા પંકજ કપૂરે ભેટ આપેલું. આ પુસ્તકની વાર્તાની શાહિદના માનસમાં એટલી અસર થઈ કે તેણે માંસ ખાવાનું છોડી દેવાનો નિર્ણય કર્યો. આપને જણાવી દઈએ કે હાઇન્સ ભારતીય આધ્યાત્મિક સંગઠન રાધા સ્વામી સત્સંગના સભ્ય છે, જેમના પંકજ પણ અનુયાયી છે.

કંગના રાણાવત.

કંગના રાણાવતનું પાલન-પોષણ એક રાજપૂત પરિવારમાં થયું છે. જે સામાન્યતઃ માંસ ની રસોઈના શોખીન હોય છે. તમ છતાય કંગના શુધ્ધ શાકાહારી છે. 2014 માં ટાઈમ્સ ઓફ ઈંડિયાને આપેલા ઇન્ટરવ્યૂ માં કંગના એ કહ્યું કે “ આધ્યાત્મિક રૂપે મારે માંસાહાર છોડવો પડ્યો હતો. આ થોડું મુશ્કેલ હતું,પણ આપ આપની ઇચ્છા શક્તિથી આવું કરી શકો છો.

જ્હોન અબ્રાહમ.

જ્હોન અબ્રાહમની બોડી જોતાં કોઈ એમ ના કહી શકે કે તે શુધ્ધ શાકાહારી છે. પરંતુ જ્હોન પણ બોલીવુડની શુધ્ધ શાકાહારી સ્ટાર્સની યાદીમાં સામેલ છે. શાકાહારી હોવા છતાં પણ તેમણે શાહિદ કપૂર જેવી સુંદર બોડી બનાવી છે. જ્હોન ઘણા વર્ષોથી જાનવરોની રક્ષા અને સુરક્ષા માટે કામ કરતી સંસ્થા પેટા સાથે જોડાયેલા છે.

બોલીવુડના શુધ્ધ શાકાહારી સ્ટાર્સની યાદીમાં આમિરખાન, અનુષ્કા શર્મા અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સના નામો પણ સામેલ છે.

આજે માંસાહાર કરનાર દરેક બે વ્યક્તિ માંથી એકને કેંસર, હાર્ટએટેક, કીડની ફેલીયર, જેવા ભયાનક રોગો નો ભોગ બને જ છે. તમારા સ્વાસ્થ્ય માટે પણ તમારે શાકાહારી જ રહેવું જોઈએ