શાકાહારીઓ માટે ઘણા બધા છે પ્રોટીન સ્ત્રોત પણ આ વસ્તુયો વિષે તમે નહિ જાણતા હોય

પ્રોટીન નાં ઘણા બધા સ્ત્રોત છે જે તમે જાણતા હસો એટલે એના સિવાય નાં જે પ્રોટીન નાં સ્ત્રોત છે જેનાથી આપણે અજાણ છીએ તે જણાવી રહ્યા છીએ

જો તમે એવું વિચારો છો કે મટન જ પ્રોટીન નો એક માત્ર સ્ત્રોત છે તો તે ખોટું છે કેમ કે શાકાહારીઓ ને પણ ઘણી વસ્તુઓ માંથી પ્રોટીન મળે છે. એક અમેરિકન સંશોધક મુજબ, અમીનો એસીડ થી બનેલ પ્રોટીન કોશિકાઓ અને ઉતકો માટે જરૂરી હોય છે. જયારે શરીરમાં પ્રોટીન ની ઉણપ થાય છે તો કોશિકાઓ અને ઉતકો ના કામમાં અડચણ આવવા લાગે છે અને ઘણા પ્રકારની શારીરિક તકલીફો થવા લાગે છે. એવામાં શરીર ની અંદર જરૂરી પ્રમાણ માં પ્રોટીન ઉપલબ્ધ હોવું જોઈએ.

એક નજર એવી શાકાહારી વસ્તુઓ ઉપર જેનાથી તમને જરૂરી પ્રોટીન મળી શકે છે.

જવ : જવ પ્રોટીન અને ફાયબર થી ભરપુર હોય છે, સાથે સાથે આ મેગ્નીશીયમ અને જીંક ના પણ સારા સ્ત્રોત હોય છે.

ક્વીનો : કવિનો એ સાઉથ અમેરિકન ધાન્ય છે, જે બાજરી કે જુવાર જેવુ દેખાય છે, અને બ્રાઉન, વ્હાઇટ અને રેડ કલરમાં મળે છે. તેની ન્ટ્રીશિયન વેલ્યુ તો ગુગલ કરીનેય જાણી શકાશે, પણ જરુરી બધા એમિનો એસિડ, પ્રોટિન,
ભરપુર ફાયબર, મેગ્નેશીયમ, કાર્બોહાઇડ્રેટ્સ, પોટેશિયમ, કેલ્શીયમ, ફોસ્ફરસ, આયર્ન મુખ્ય છે.

બ્રોકલી : બ્રોકલી પ્રોટીનનું સૌથી સારું લીલું સ્ત્રીત છે . જો તમે શાકાહારી છો તો તમે આ શાકભાજી નું સેવન પ્રોટીન માટે કરી શકો છો.

મસુર : પ્રોટીન, ફાઈબર થી ભરપુર મસુર ની દાળ પેટને સાફ રાખવામાં મદદ કરે છે. આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમસ્યાઓ ને પણ ઓછી કરે છે.

નટ્સ : નટ્સ જેમ કે કાજુ,બદામ અને અખરોટ માં ભરપુર માત્રામાં માત્ર વસા જ નથી હોતી, પરંતુ તેમાં પ્રોટીન પણ ભરપુર હોય છે. અંકુરિત અનાજમાં પ્રોટીન અને વિટામીન સી અને બીટા. કૈરોટીન જેવી ધણા પોષક તત્વો નો એક બીજો સમૃદ્ધ સ્તોત છે.

સ્પિર્યુંલિના : સ્પિર્યુંલિનામાં ઘણી માત્રામાં પ્રોટીન હોય છે, તે સિવાય તેમાં મૈગ્નીશીયમ, પોટેશિયમ અને ફેટી એસીડ જેવા પોષક તત્વ રહેલા છે.

ચાઈના સીડ : પ્રોટીનથી ભરપુર, ચાઈના સીડ વિટામીન, મિનરલ્સ અને અન્ય જરૂરી પોષક તત્વો નો એક ખુબ જ સારો સ્ત્રોત છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.