બોલીવુડની સૌથી સુંદર કોરિયોગ્રાફર છે શક્તિ મોહન, આ 4 બહેનોના દમ પર ચાલે છે બોલીવુડ.

શક્તિ મોહન છે બોલીવુડની સૌથી સુંદર કોરિયોગ્રાફર, આ 4 બહેનો પોતાના દમ પર ચલાવે છે બોલીવુડ

કોરિયોગ્રાફર તે વ્યક્તિ હોય છે, જે કોઈ પણ ફિલ્મ, નાટક કે વિડીયોમાં ડાંસને કોરિયોગ્રાફર કરે છે. એક ડાંસર કેવી રીતે ડાંસ કરે છે, તેના ક્યા ક્યા ડાંસ સ્ટેપ્સ હશે. તે બધું એક કોરિયોગ્રાફર જ નક્કી કરે છે. ફિલ્મ અને ટીવીમાં આ કોરિયોગ્રાફર મુખ્ય કલાકાર અને બીજા બ્રેક ડાંસર્સમાં તાલમેલ બેસાડવા અને યોગ્ય સ્ટેપ્સ કરાવવા માટે જવાબદાર હોય છે. બોલીવુડમાં ઘણા પ્રસિદ્ધ કોરિયોગ્રાફર છે. જેવા કે ફરાહ ખાન, સરોજ ખાન, રેમો ડીસુજા વગેરે પરંતુ આજે અમે તમને ભારતની સૌથી સુંદર કોરિયોગ્રાફરનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ.

શક્તિ મોહન બોલીવુડની સૌથી સુંદર કોરિયોગ્રાફર છે. ૧૨ ઓક્ટોમ્બર ૧૯૮૫ના રોજ દિલ્હીમાં જન્મેલી શક્તિ 35 વર્ષની છે. શક્તિએ પોતાની કારકિર્દીની શરુઆત ઝીટીવીના ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ સીઝન ૨ રીયાલીટી શો માં કંટેસ્ટેન્ટ તરીકે કરી હીટ. તે ઉપરાંત તે ‘ડાંસ પ્લસ’ માં 2015 થી 2018 સુધી કેપ્ટન પણ રહી.

શક્તિ વર્ષ ૨૦૧૪માં ‘ઝલક દિખલા જા’ ની ફાઈનલીસ્ટ પણ હતી. એક સમયમાં ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ ની કંટેસ્ટેન્ટ રહેલી શક્તિ મોહન આ શો ની જજ પણ બની ગઈ છે. તેનાથી તમે અંદાઝ લગાવી શકો છો કે તેમણે પોતાની કારકિર્દીમાં કેટલી સફળતા પ્રાપ્ત કરી છે. ડાંસર અને કોરિયોગ્રાફર તરીકે શક્તિ મોહનની સફર જોરદાર રહી છે.

શક્તિ સિંગર નીતિ મોહનની નાની બહેન અને હિરોઈન-ડાંસર મુક્તિ મોહનની મોટી બહેન છે. ટીવી ઉપરાંત શક્તિ, ધૂમ ૩, તીસ માર ખાન, રાઉડી રાઠોડ, પદ્માવત સહીત ઘણી ફિલ્મોના ગીતોમાં બ્રેકગ્રાઉડમાં ડાંસ કરતી જોવા મળી ચુકી છે. શક્તિ માત્ર એક સારી ડાંસર જ નહી પરંતુ તે દેખાવમાં ઘણી સુદંર પણ છે. શક્તિની સુંદરતા આગળ મોટી મોટી હિરોઈન પણ ઝાંખી લાગે છે.

ઈંસ્ટાગ્રામ ઉપર શક્તિ કાંઈક વધુ જ એક્ટીવ રહે છે. અહિયાં તે પોતાની સુંદર અને આકર્ષક તસ્વીરો શેર કરતી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈંસ્ટાગ્રામ ઉપર શક્તિ મોહનના ૯.૨ મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. જયારે પણ કોઈ ફોટો શેર કરે છે, તો તેને હજારોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળવાના શરુ થઇ જાય છે.

આજે અમે તમને શક્તિના ઈંસ્ટાગ્રામ માંથી થોડા ખાસ અને સુંદર ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ. અમારો દાવો છે કે જયારે તમે આ ફોટા જોશો તો તમારું પણ દિલ શક્તિ માટે ધબકવા લાગશે. શક્તિની આ જોરદાર સુંદરતાને જોઈ ફેંસે તેને એક ટેગ પણ આપી છે. શક્તિ મોહનને બોલીવુડની સૌથી સુંદર મહિલા કોરિયોગ્રાફર કહેવામાં આવે છે. સાચું કહીએ તો અમે પણ તે ફેંસની વાત સાથે સહમત છીએ.

શક્તિને કોઈ ભાઈ નથી પરંતુ તેને ત્રણ બહેનો છે જેના નામ નીતિ મોહન, કૃતિ મોહન અને મુક્તિ મોહન છે. શક્તિના પિતાનું નામ બ્રીજમોહન શર્મા જયારે માતાનું નામ કુસુમ મોહન છે. શક્તિએ પોતાનો અભ્યાસ મુંબઈની સેન્ટ જેવીયર કોલેજ માંથી કર્યો છે. તેને ડાંસ કરવાનો ઘણો શોખ છે. પોતાના એ ટેલેન્ટને તેણે પોતાની કારકિર્દી બનાવ્યું છે. આજે તે એક જાણીતી ડાંસર અને ટીવી પર્સનાલીટી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.