આ ઉપાયો કરવાથી શનિદેવ કરશે તમારું ભલું, ખરાબ દિવસ સારા દિવસમાં ફેરવાશે

શનિદેવને દંડના સ્વામી માનવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં ખોટા કાર્ય કરે છે, તો તેને શનિદેવ દંડ આપે છે. શનિદેવને ન્યાયધીશ પણ માનવામાં આવે છે અને ખરાબ કામ કરવા વાળા લોકોને તેમના દ્વારા ખરાબ જ પરિણામ મળે છે. પરંતુ જે લોકો સારા કામ કરે છે તો તેની ઉપર શનિદેવની હંમેશા કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે, સારા કાર્યોનું શનિદેવ ફળ જરૂર આપે છે.

જો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ચાલી રહી છે, કે પછી શનિ દોષ છે તો તમે તેના માટે શનિદેવને પ્રસન્ન કરી શકો છો. આજે અમે તમને એવા થોડા ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ જે કરવાથી શનિ દોષમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે અને તમારા જીવનના તમામ દુઃખ શનિદેવ દુર કરશે.

આવો જાણીએ શનિદેવની કૃપા મેળવવા માટે ક્યા કરવા ઉપાય :

સૌથી પહેલા જરૂરી વાત તમારે એ ધ્યાનમાં રાખવી પડશે કે, જે વ્યક્તિ પોતાના માતા પિતાનું સન્માન કરે છે અને તેમની સેવા કરે છે તેની ઉપર હંમેશા શનિદેવની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે. એટલા માટે તમે તમારા માતા પિતાનું અપમાન ન કરો અને તેમના આશીર્વાદ લો.

જો કોઈ વ્યક્તિ ઉપર શનીની ખરાબ અસર છે કે તેની કુંડળીમાં સાડાસાતીની સ્થિતિ ચાલી રહી છે તો તેના કારણે જ તે દુઃખી થઇ જાય છે. આ સ્થિતિમાં તમે સમડાના ઝાડ(શમી) થડના ટુકડાને કાળા કપડામાં લપેટીને શનિવારના દિવસે જમણા હાથમાં બાંધી લો અને સાથે જ શનિ મંત્રની ત્રણ માળા જાપ કરો, તેનાથી શનિની ખરાબ અસર દુર થાય છે.

જો તમે શનિવારના દિવસે બજરંગબલીની સાધના કરો છો, તો તેનાથી શનિ સાથે જોડાયેલી તમામ તકલીફો દુર થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ છે તો રોજ તે વ્યક્તિએ સુદંરકાંડના પાઠ અને હનુમાન મંદિરમાં જઈને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. તે ઉપરાંત પોતાની શક્તિ મુજબ મીઠો પ્રસાદ અર્પણ કરવો જોઈએ.

જો તમે શનિવારના દિવસે શનિ મહારાજની પૂજા કરી રહ્યા છો, તો તેમની પૂજા દરમિયાન વાદળી રંગનું ફૂલ જ અર્પણ કરો, તમે શનિદેવ ઉપર અપરાજીતાના ફૂલ(Asian pigeonwings) અર્પણ કરી શકો છો, તે ઉપરાંત તમે તલના તેલનો દીવો કાળી વાટ નાખીને પ્રગટાવો.

જો તમે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે તમે તમારા ઘરમાં સમડાનું ઝાડ જરૂર લગાવો અને આ વૃક્ષની નિયમિત રીતે પૂજા અર્ચના કરો. આ ઉપાય કરવાથી કુટુંબની નકારાત્મક ઉર્જા દુર થાય છે અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ છે તો તે પણ દુર થઇ જશે. આ ઉપાય કરવાથી તમારી ઉપર શનિદેવના આશીર્વાદ હંમેશા જળવાઈ રહેશે, તેનાથી કુટુંબના લોકોને પ્રગતી પ્રાપ્ત થાય છે.

જો તમે શનિવારના દિવસે પાણીમાં ગોળ કે સાકર ભેળવીને પીપળાના ઝાડ ઉપર અર્પણ કરો છો, અને દીવડો પ્રગટાવો છો તો તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

જો તમે શનિદેવના પ્રકોપને શાંત કરવા માગો છો તો તેના માટે “सूर्य पुत्रो दीर्घ देहो विशालाक्ष: शिव प्रिय:। मंदाचाराह प्रसन्नात्मा पीड़ां दहतु में शनि:।।” મંત્રના જાપ કરો, આ મંત્ર ઘણો અસરકારક માનવામાં આવે છે, જો તમે આ મંત્રને તમારી સાચી શ્રદ્ધા સાથે જાપ કરશો તો તેના લાભ તમને જરૂર પ્રાપ્ત થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.