શનિ કે રાહુ, 2020 માં કોણ બનશે તમારી રાશિનો વિલેન? ઉપાય પણ જાણી લો

રાહુ અથવા શનિની વક્ર દ્રષ્ટિ એક વાર કોઈના પર પડી જાય તો તે માણસનું જીવન દુઃખોથી ભરાય જાય છે. એવી માન્યતાઓ છે કે, રાહુ અથવા શનિ જેની કુંડળીમાં બેસી જાય તો લખપતિને પણ કંગાળ બનાવી દે છે. જો કે પ્રસન્ન થવા પર એમનો આશીર્વાદ પણ ફળદાયી હોય છે. આવો જાણીએ 2020 માં બધી રાશિઓ પર રાહુ અને શનિનો પ્રભાવ કેવો રહેવાનો છે. કઈ રાશિઓમાં તેઓ મુશ્કેલી ઉભી કરશે અને કોને લાભ આપશે?

મેષ : મેષ રાશિવાળાએ 2020 માં શનિ અથવા રાહુથી ગભરાવાની જરૂર નથી. આ વર્ષે શનિ અને રાહુ બંને જ તમારી ઉપર કૃપા કરશે. રાહુ વિશેષ રૂપથી તમારું સામર્થ્ય અને શક્તિ બનાવી રાખશે.

વૃષભ : 2020 માં વૃષભ રાશિનો સૌથી મોટો વિલન ગુરુ હશે. તે દરેક પગલે તમારી સમસ્યા વધારશે. તેમજ બીજી તરફ શનિ દરેક સ્થિતિમાં તમારી રક્ષા કરશે. સાથે જ રાહુ સામાન્ય સ્થિતિમાં બની રહેશે.

મિથુન : આ વર્ષે રાહુની કૃપા તમારી ઉપર બની રહેશે. પણ સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે ઘણી મહેનત કરવી પડશે. મિથુન રાશિમાં આ વર્ષે શનિ શાંત જ રહેશે.

કર્ક : કર્ક રાશિ વાળા માટે આ વર્ષે અમુક બાબતોમાં શનિ કૃપા કરશે. આ રાશિમાં ગુરુથી પણ લાભ મળવાના યોગ બની રહ્યા છે. જોકે રાહુ તમારી રાશિમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

સિંહ : આ વર્ષે રાહુની કૃપાથી તમે બધી સમસ્યાઓ પર વિજય મેળવી શકશો. રાહુની કૃપાથી તમારા બધા બગડેલા કામ બનશે. વર્ષની શરૂઆતથી જ ગુરુ પણ તમને લાભ આપશે.

કન્યા : આ વર્ષે શનિનો પ્રકોપ ઉતરવાથી તમને ઘણી રાહત મળશે. 24 જાન્યુઆરીએ શનિના રાશિ બદલ્યા પછી તેમારી ઘણી પરેશાનીઓ આપમેળે જ દૂર થવા લાગશે. પણ ગુરુને કારણે થોડો ઉતાર-ચઢાવ રહી શકે છે.

તુલા : શનિના પ્રકોપની અસર આ વર્ષે પણ યથાવત રહેશે. કરિયર અને સંપત્તિની બાબતે શનિની કૃપા તમારા પર થઈ શકે છે. જો કે રાહુથી ઘણું વધારે સાચવીને રહેવાની જરૂર પડશે.

વૃશ્ચિક : શનિની સાડાસાતી ઉતર્યા પછી વૃશ્ચિક રાશિના લોકોને પણ રાહત મળશે. પણ રાહુથી સાવધાન રહેવું પડશે. કરિયરથી લઈને નોકરી અથવા બિઝનેસની બાબતે તમને મોટું નુકશાન થઈ શકે છે.

ધનુ : શનિની સાડાસાતી ચાલતી રહેશે, પરંતુ શનિ હવે લાભકારી પણ હશે. તમારે ગુરુને કારણે સ્વાસ્થ્ય અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

મકર : શનિની સાડાસાતી અમુક હદ સુધી લાભકારી હશે. પણ રૂપિયા-પૈસાની બાબતમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રાહુ પણ તમને સમસ્યામાંથી નીકળવા મદદ કરશે.

કુંભ : શનિની સાડાસાતી શરૂ થશે, જે તમારા માટે લાભકારી રહેશે. ગુરુથી સાવધાન રહેવું પડશે. તે ન ફક્ત તમારું સ્વાસ્થ્ય ખરાબ કરશે પણ ખર્ચ પણ વધારશે.

મીન : મીન રાશિ વાળા માટે આ વર્ષ ઘણું મુશ્કેલ રહેવાનું છે. ગુરુ અને રાહુ બંને જ પોતાની મુશ્કેલીઓ વધારશે. જો કે શનિનું ગોચર થયા પછી સમસ્યામાં થોડી કમી જોવા મળી શકે છે.

2020 માં શનિની ચાલ બદલ્યા પછી માથા પરથી સંકટ ટાળવા માટે અમુક ઉપાય કરવા ઘણા જરૂરી છે. જે રાશિઓમાં શનિનો સંકટ છે, તે રાશિ અનુસાર અમુક જરૂરી ઉપાય જરૂર કરો. સાથે જ જેના પર શનિ મહેરબાન છે તેમના માટે પણ આ ઉપાય ફળદાયી રહેશે.

મેષ : શનિની કૃપાથી નોકરી અને વ્યાપારમાં પ્રગતિ થશે. જો કોઈ અડચણ આવી રહી છે, તો સ્ટીલનું એક કડુ હાથમાં પહેરી લો.

વૃષભ : શનિ તમને દેવું, રોગ અથવા શત્રુ કે મુકદ્દમાથી મુક્તિ આપશે, ગળામાં પીપળાની લાકડીનો ટુકડો કાળા દોરામાં પહેરો.

મિથુન : શનિ પ્રખ્યાત અને અમીર બનાવશે, ભણતર સારું રહેશે. જરૂરિયાત મંદને ખાવાનું ખવડાવો, વાદળી રૂમાલ રાખો.

કર્ક : શનિ માન-સમ્માનમાં વૃદ્ધિ અને વાહન સુખ આપશે. આઠ મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં અથવા સ્ફટિકની માળામાં પહેરો.

સિંહ : શનિ ભાઈ બહેનોને ધન લાભ આપશે અથવા દાંપત્ય સુખ વધશે. શનિવારે કાળા કપડાં પહેરો, કાળા વસ્ત્ર દાન કરો.

કન્યા : શનિ, જમીન-મિલ્કતમાં ત્રણ ગણો લાભ આપશે, વિદ્યાર્થી જીવનમાં લાભ આપશે. સ્ટીલના પાત્રમાં કાળા તલ તિજોરી અથવા કબાટમાં રાખો.

તુલા : શનિ નવી નોકરી, પ્રમોશન અને સ્થાન પરિવર્તન આપશે, માટીના ઘડામાં જવ ભરી ઘરમાં રાખો.

વૃશ્ચિક : શનિ વિદેશમાં નોકરી અથવા ભણવા માટે મોકલી શકે છે. સ્ટીલની વાટકીમાં સરસવનું તેલ ભરી પલંગ નીચે રાખો.

ધનુ : શનિ નોકરી-વ્યાપાર-શિક્ષણમાં ત્રણ ગણી પ્રગતિ આપશે. લોખંડની વીંટી મધ્યમાં આંગળીમાં પહેરો. અડદનું દાન કરો.

મકર : શનિ નોકરી બદલશે, નોકરીમાં અડચણ આપશે. જુઠ્ઠું બોલવું નહિ. તલના લાડુ વહેંચો.

કુંભ : શનિ વિદેશમાં નોકરી લગાવી શકે છે. પિતા સાથે લડાઈ ન કરો. મુખ્ય દ્વાર પર સરસવના તેલના દિવા પ્રગટાવો.

મીન : પ્રાઇવેટ નોકરીમાં પ્રમોશન થશે. પગાર વધી જશે. શનિદેવને લાડુ ચઢાવો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.