શનિની ઉંધી ચાલના 17 દિવસ બાકી, સાચવીને રહે આ 6 રાશિઓના લોકો

18 સપ્ટેમ્બર 2019 થી શનિ માર્ગી થઈ ગયા હતા, એટલે કે શનિની ઉંધી ચાલ શરૂ થઈ ગઈ હતી. હવે 24 જાન્યુઆરી 2020 સુધી શનિ આ અવસ્થામાં રહેવાના છે. શનિની સીધી ચાલ શરુ થવામાં હજી 17 દિવસનો બાકી છે. આ દરમિયાન 6 રાશિઓ પર ખરાબ અસર પડવાની સંભાવના વધારે છે. આવો જાણીએ શનિના આ મહાપ્રકોપથી બચવાના ઉપાય કયા છે?

વૃષભ રાશિ : રાશિથી આઠમા ભાવમાં માર્ગી શનિ કાર્યમાં મુશ્કેલીની સાથે સાથે મનમાં નિરાશા લાગી શકે છે. આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

ઉપાય : પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો, અને માતાના ચરણ સ્પર્શ કરો. એના સિવાય નિયમિત રૂપથી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.

મિથુન રાશિ : રાશિના સાતમા ભાવમાં માર્ગી શનિ વ્યાપારને વઘારવાની સાથે સાથે દાંપત્ય જીવનમાં ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. મિથુન રાશિના લોકો મહારાજ દશરથ કૃત નીલ શનિ સ્ત્રોતનો પાથ અવશ્ય કરો.

ઉપાય : પોતાના જમણા હાથની મધ્યમા આંગળીમાં કાળા ઘોડાની નાળની વીંટી છેલ્લા શનિવારે સાંજના સમયે ધારણ કરો.

કર્ક રાશિ : રાશિના છઠ્ઠા ભાવમાં માર્ગી શનિ વિવાદ વધારવાની સાથે સાથે તમને સમસ્યાઓથી ઘેરી શકે છે. આ દરમિયાન ગુસ્સાથી બચો.

ઉપાય : ભગવાન શિવના મંદિરમાં તલના તેલઓ દીવો પ્રગટાવો અને શિવાષ્ટકનો પાઠ કરો. શનિવારના દિવસે એક લોખંડની વાટકીમાં સરસવનું તેલ ભરીને પોતાનો ચહેરો એમાં જોઈને છાયા દાન કરો.

કન્યા રાશિ : રાશિના ચોથા ભાવમાં માર્ગી શનિ સ્વાસ્થ્યમાં થોડી ખરાબી કરી શકે છે, પણ સખત મહેનત પછી કાર્યોમાં સફળતા મળશે.

યુપાય : શનિવારના દિવસે પીપળાના ઝાડની સાત પ્રદ્ક્ષિણા કરો અને હનુમાનજીને ગોળનો ભોગ ધરાવો. શનિદેવના બીજ મંત્ર ‘ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:’નો નિયમિત જાપ કરો.

મકર રાશિ : રાશિના બારમાં ઘરમાં માર્ગી શનિ વિદેશ યાત્રાના યોગ વધારવાની સાથે સાથે ખર્ચ પણ વધારશે અને જવાબદારીઓનો બોજ પહેલા કરતા વધારે હશે. મહારાજ દશરથ કૃત નીલ શનિ સ્ત્રોતનો પાઠ જરૂર કરો.

ઉપાય : ॐ शं शनिश्चराय नमः મંત્રનો 108 વાર જાપ કરો અને પીપળાની સેવા કરો.

24 જાન્યુઆરીએ શનિના વક્રી થયા પછી કદાચ આ રાશિઓ પરથી પ્રભાવ ઓછો થઈ જાય, પણ એ પછી 2020 માં ઘણી રાશિઓ શનિની સાડાસાતીથી પ્રભાવિત થશે.

બધા ગ્રહોમાં શનિના ગોચર થવાનો સમયગાળો સૌથી વધારે હોય છે. કારણ કે આ ગ્રહ લગભગ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. એટલા માટે શનિના ગોચરનું માનવ જીવન પર સૌથી વધારે અસર પડે છે. આવો જાણીએ કઈ રાશિઓ પર 2020 માં શનિની વક્ર દૃષ્ટિ પડવાની છે.

2020 માં કેવી હશે શનિની ચાલ?

શનિ 24 જાન્યુઆરીએ ધનુ રાશિમાંથી સ્વરાશિ મકરમાં ગોચર કરશે. આ વર્ષે શનિ 11 મે થી 29 સપ્ટેમ્બર સુધી મકર રાશિમાં વક્રી રહેવાના છે. ધનુ અને મકર રાશિમાં પહેલા ચાલી રહેલી શનિની સાડાસાતી પછી હવે કુંભ રાશિ પર પણ સાડાસાતી આવી જશે. આવો જાણીએ 2020 કાઈ રાશિઓ પર શનિને સાડાસાતીનો ભય રહેસે?

ધનુ રાશિ :

ધનુ રાશિના લોકોએ 2020 માં સાવધાન રહેવાની જરૂર છે. આવતા વર્ષે ધનુ રાશિના લોકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ રહેશે. સાડાસાતી આ રાશિના અંતિમ ચરણમાં છે.

મકર રાશિ :

આવતા વર્ષે શનિનું ગોચર મકર રાશિમાં થઈ રહ્યું છે, વર્ષ 2020 માં આ રાશિમાં શનિની સાડાસાતી બીજા ચરણમાં રહેશે.

કુંભ રાશિ :

કુંભ રાશિ માટે પણ આવતું વર્ષ ચિંતાજનક હોઈ શકે છે. 2020 અમારી સાડાસાતીનું પ્રથમ ચરણ શરૂ થઈ રહ્યું છે. આવતા 5 વર્ષો સુધી તે તમારી કુંડળીમાં રહેવાનું છે, એટલા માટે તમારે ફૂંકી ફૂંકીને પગલું ભરવાની જરૂર છે.

શનિની સાડાસાતી શું છે?

સાડાસાતીનો અર્થ : સાડા સાત વર્ષ એટલે કે જન્મ ચંદ્રથી એક ભાવ પહેલા ચંદ્ર રાશિ અને ચંદ્ર રાશિના એક ભાવ આગળ સુધીના શનિના ભ્રમણમાં પુરા સાડા સાત વર્ષનો સમય લાગે છે, કારણ કે શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે.

સાડાસાતીમાં લોકોએ ઘણી વાર માનસિક સમસ્યા અને શારીરિક કષ્ટોનો સામનો કરવો પડે છે. જો કે શનિની સાડાસાતીની અસર હંમેશા ખરાબ જ નથી રહેતી.

શનિની સાડાસાતી વ્યક્તિને કેવા ફળ પ્રદાન કરશે, તે વ્યક્તિની જન્મ કુંડળીના યોગ પર આધાર રાખે છે. જન્મ કુંડળીના યોગની સાથે દશા/અંતર્દશા, કયા ગ્રહની ચાલી રહી છે, અને દશાનાથ કુંડળીના કયા ભાવો સાથે સંબંધ બનાવે છે, વગેરે ઘણી વાતો શનિની સાડાસાતી દરમ્યાન મહત્વની હોય છે.

સાડાસાતીના ઉપાય કયા છે?

શનિની સાડાસાતી અથવા ઢૈય્યા દરમિયાન જીવનમાં ઘણા પરિવર્તન આવે છે. આ પરિવર્તન સારા હશે કે ખરાબ હશે તે તમારી જન્મ કુંડળી નક્કી કરે છે. કારણ કે સારી દશાની સાથે શનિની ઢૈય્યા અથવા સાડાસાતી ખરાબ સાબિત નથી થતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.